દક્ષિણની રામાયણમાં ભગવાન શ્રીરામની બહેનનો ઉલ્લેખ, જાણો બહેનનું શું હતું નામ
દક્ષિણની રામાયણમાં બહેન શાંતાદેવીનો ઉલ્લેખ મળે છે
હિમાચલના કુલ્લુ પાસે રામની બહેન અને જીજીજીનું મંદિર છે
નવી દિલ્હી, 23 જાન્યુઆરી,૨૦૨૪,બુધવાર
ઉત્તર રામાયણમાં શ્રી રામની બહેન શાંતાદેવીનો ઉલ્લેખ મળે છે. ઉત્તર રામાયણ અનુસાર શ્રી રામના જન્મ પહેલા માતા કૌશલ્યાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ શાંતા હતું. આ પુત્રીને મહારાજા દશરથે એક ઋષિને દત્તક આપી હતી. ઋષિએ શૃંગ ઋષિ સાથે શાંતાદેવીના લગ્ન કરાવ્યા હતા.
પૌરાણિક કથા અનુસાર એક વાર દશરથ રાજાએ પોતાના મંત્રી સુમંતની સલાહ પ્રમાણે કુલીન ઋષિઓને પુત્ર કામેષ્ટી યજ્ઞામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. જે ઋષિઓને આમંત્રણ આપવામાં આવ્યું જેમાં ઋષિ શૃંગ પણ હતા. મહાન ઋષિ શૃંગ જયાં પણ પગ મુકતા હતા ત્યાં સમયસર પૂરતો વરસાદ થતો હતો. શાંતિ અને સમૃધ્ધિ રહેવાથી લોકો આનંદમાં રહેતા હતા. આર્ય સુમંત ઋષિને આમંત્રણ આપવા ગયા ત્યારે ઋષિએ પત્ની સાથે આવવાની શરત રાખી હતી.
ઋષિ પત્ની સાથે હોવા છતાં રાજા દશરથ અને કૌશલ્યાના ચરણ સ્પર્શ કર્યા હતા. ઋષિ શૃંગની પત્નીએ અયોધ્યામાં પગ મુકતાની સાથે જ વાતાવરણ રોમાંચિત થઇ ઉઠયું હતું. ઋષિ પત્નીનો કૌશલ્યાએ પરિચય પુછયો ત્યારે ઋષિએ પુત્રી શાંતા હોવાનું રહસ્ય પ્રગટ કર્યુ હતું. જે ઋષિને પુત્રી શાંતા દત્તક આપવામાં આવી હતી તેમને ઋષિ શૃંગ સાથે લગ્ન કરાવ્યા હતા. બહેન શાંતાના લગ્ન ઋષિ શૃંગ સાથે થયા હોવાથી રામના જીજાજી બન્યા હતા.
બીજી એક માન્યતા મુજબ એક વાર અંગદેશના રાજા રોમપદ અયોધ્યા આવ્યા ત્યારે પોતાને કોઇ સંતાન નહી હોવાની વાત કરી હતી. રાજા દશરથે પોતાની પુત્રી શાંતાને અંગદેશના રાજા રોમપદને સોંપી હતી. શાંતા મોટી થતા ઋષિ શૃંગ સાથે લગ્ન થયા હતા. હિમાચલના કુલ્લુમાં શૃગ ઋષિના મંદિરમાં ભગવાન રામની મોટી બહેન શાંતાની પૂજા થાય છે. આ મંદિર કુલ્લુથી ૫૦ કિમી દૂર આવેલું છે. દેવી શાંતા અને ઋષિ શૃગની પૂજા થાય છે. આ મંદિરમાં દશેરાનો તહેવાર ખૂબજ ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવાય છે. દુનિયા ભરમાં ૩૦૦થી વધુ રામાયણો પ્રચલિત છે. દક્ષિણની એક રામાયણમાં પણ ભગવાન રામની બહેન શાંતા હોવાનો ઉલ્લેખ મળે છે.