VIDEO: ભગવાન રામની લીલા સમજી ન શક્યા વિપક્ષના નેતાઓ: ભાજપ સાંસદ સુધાંશુએ અયોધ્યાની હાર પર આપ્યો જવાબ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
VIDEO: ભગવાન રામની લીલા સમજી ન શક્યા વિપક્ષના નેતાઓ: ભાજપ સાંસદ સુધાંશુએ અયોધ્યાની હાર પર આપ્યો જવાબ 1 - image


Sudhanshu Trivedi Attack on Opposition Party in Lok Sabha : આજે લોકસભાની કાર્યવાહીનો પાંચમાં દિવસ હતો, જેમાં ભાજપના સાંસદ અને પ્રવક્તા સુંધાશુ ત્રિવેદીએ રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ રજૂ કરતી વખતે વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે તેમ છતાં ત્રિવેદી સંબોધન કરતા રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, અમારા માટે ચૂંટણીમાં હાર અથવા જીતનો વિષય ભગવાન રામ નથી. જ્યારે અમે બે બેઠકો જીતી હતી, ત્યારે પણ આવી રીતે જ ઉભા હતા અને આજે 240 બેઠકો જીત્યા છીએ, તો પણ એવી જ રીતે ઉભા છીએ.

અયોધ્યામાં હાર પર શું બોલ્યા સુધાંશુ ત્રિવેદી?

રાજ્યસભામાં સુધાંશુએ સંબોધન દરમિયાન કહ્યું કે, ‘અમને અયોધ્યામાં અપેક્ષા જેટલી બેઠકો ન મળી તો, વિપક્ષો અમને રામ સાથે જોડાયેલી ચિત્રકૂટથી લઈને રામેશ્વર સુધીની બેઠકો ગણાવી રહ્યા છે. આ તે લોકો છે, જેઓ ભગવાન રામનું અસ્તિત્વ માનતા નથી. શું ભગવાન રામ ચૂંટણીમાં અમને હરાવવા આવ્યા હતા, ના એવું નથી... તેઓ આવા લોકોને પોતાનું અસ્તિત્વ મનાવવા આવ્યા હતા.’

‘વિપક્ષો પ્રભુની લીલા સમજી ન શક્યા’

લોકસભા ચૂંટણીમાં ભગવાન રામ સાથે જોડાયેલી ઘણી બેઠકો પર ભાજપ (BJP)ની હાર અંગે સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, ‘વિપક્ષો પ્રભુની લીલા સમજી શક્યા નથી. ભગવાન રામે તમને (વિપક્ષ) પોતાનું અસ્તિત્વ સમજાવી દીધું છે. અમારા વિરોધીઓ કહી રહ્યા છે કે, તમે (ભાજપ) અયોધ્યા, બસ્તી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નાસિક, રામેશ્વરમમાં હારી ગયા છો. તેઓ કહી રહ્યા છે કે, ભગવાન રામ સંબંધીત તમામ બેઠકો પર ભાજપ હારી ગઈ છે. જોકે તેઓ (વિપક્ષ) પ્રભુની લીલા સમજી શક્યા નથી. 

‘ભગવાન અમને હરાવવા નહીં, તમને પોતાનું અસ્તિત્વ સમજાવવા આવ્યા હતા’

કેટલાક લોકો કહેતા હતા કે, ભગવાન રામનું અસ્તિત્વ જ નથી, તો તેના પુરાવા આપો. તેઓ ઉત્તરથી દક્ષિણ સુધી ભગવાન રામના પુરાવા આપી રહ્યા છે કે, અયોધ્યા, બસ્તી, પ્રયાગરાજ, રામટેક, રામેશ્વરમ પણ હતું. જો તમે એવું સમજતા હોવ કે, ભગવાન અમે હરાવવા માટે આવ્યા હતા, નહીં... ભગવાન તમને પોતાનું અસ્તિત્વ સમજાવવા આવ્યા હતા.


Google NewsGoogle News