Get The App

રામ માત્ર હિંદુઓના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના છે: ફારુક અબ્દુલ્લા

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
રામ માત્ર હિંદુઓના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના છે: ફારુક અબ્દુલ્લા 1 - image


Image:Twitter 

નવી દિલ્હી,તા. 30 ડિસેમ્બર 2023, શનિવાર 

અયોધ્યામાં બનીને તૈયાર થયેલા ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં રાજકીય ચર્ચાઓ ચાલુ થઇ ગઇ છે. આ દરમિયાન, નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ મંદિરના ઉદ્ઘાટન બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ઇન્ટવ્યુહમાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, રામ માત્ર હિંદુઓના ભગવાન નથી પરંતુ તે સમગ્ર વિશ્વના છે. તેમણે ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.

"ભાઈચારો ધીમે ધીમે ખતમ થઇ રહ્યો છે."

વધુમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, "એક વાત જે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, ભગવાન રામનું મંદિર ખુલવા જઈ રહ્યું છે. હું તે તમામ લોકોને અભિનંદન આપું છું જેમણે તેમનું મંદિર બનાવવામાં પ્રયત્ન કર્યો. ભગવાન રામ માત્ર હિન્દુઓના જ રામ નથી, પરંતૂ સમગ્ર વિશ્વના છે”

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ભગવાન રામે ભાઈચારાનો સંદેશ આપતા તેમણે એકબીજાને પ્રેમ અને મદદ કરવાની વાત કરી. ભગવાન રામ ક્યારેય કોઈને પછાડવાની વાત નથી કરી. ભલે તે કોઈપણ ધર્મ કે જાતિનો હોય, તેની ભાષા કોઇ પણ હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. ભગવાન રામે એક યુનિવર્સલ મેસેજ આપ્યો છે, આજે જ્યારે આ મંદિર ખુલવા જઈ રહ્યું છે ત્યારે આપણા દેશમાંથી ધીરે ધીરે લુપ્ત થઈ રહેલા ભાઈચારાને જાળવી રાખવા માટે કામ કરો.”

આતંકવાદ પર પાકિસ્તાન સાથે વાતચીત કરવાની સલાહ

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓમાં જવાનોની શહીદી પર દુખ વ્યક્ત કરતા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર પાકિસ્તાન સાથે વાતચીત કરવાની સલાહ આપી છે. 

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, પડોશીઓ સાથે મિત્રતા અને વાતચીત થવી જોઈએ. એ યાદ રાખવું જોઈએ કે બંને દેશો પરમાણુ સંપન્ન દેશ છે.

આતંકવાદને ધર્મ સાથે જોડવાનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે, ધર્મ ક્યારેય આતંકવાદને મંજૂરી આપતો નથી. મહત્વનું છેકે, ત્રણ દિવસ પહેલા જ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જો પાડોશી દેશ પાકિસ્તાન સાથે આતંકવાદ પર વાતચીત નહીં થાય તો કાશ્મીરની સ્થિતિ ગાઝા જેવી થઈ જશે.


Google NewsGoogle News