રામ ફક્ત હિંદુઓના નહીં સમગ્ર વિશ્વના ભગવાન : અબ્દુલ્લા

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
રામ ફક્ત હિંદુઓના નહીં  સમગ્ર વિશ્વના ભગવાન : અબ્દુલ્લા 1 - image


- દેશમાં ભાઇચારો વધારવાની જરૂરત છે

- ભગવાન રામે વિશ્વમાં શાંતિ, કરુણા, પ્રેમ અને ન્યાયનો સંદેશ ફેલાવ્યો હતો 

પૂંચ : નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ શનિવારે અયોધ્યા એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનના ઉદઘાટન વખતે રામમંદિર બનાવવા માટે પ્રયાસ કરનારાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ભારતમાં ભાઇચારો ઘટી રહ્યો છે અને તેને ફરીથી લાવવાની જરુર છે. 

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે અયોધ્યાનમાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. હું મંદિર માટે મહેનત કરનારાઓને અભિનંદન આપું છું. તેમના પ્રયત્નોના પરિણામે હવે મંદિર બની ગયું છે.

ફારુક અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભગવાન રામ ફક્ત હિંદુઓના નથી, તે વિશ્વમાં બધાના છે. સમગ્ર દેશને હું એમ કહેવા માંગું છું કે ભગવાન રામ ફક્ત હિંદુઓના જ નથી, તે બધાના છે. આ બધુ પુસ્તકોમાં લખ્યું છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે ભગવાન રામે ભાઇચારો, પ્રેમ, એક્તા અને એકબીજાને મદદ કરવાની ભાવનાનો સંદેશો આપ્યો છે. તેમણે હંમેશા જણાવ્યું છે કે સમાજમાં પાછળ રહી ગયેલા વર્ગનું ઉત્ધાન કરો. પછી ભલે તે કોઈપણ ધર્મ કે જાતિનો કેમ ન હોય. તેમણે એક સાર્વભૌમિક સંદેશો આપ્યો છે. 

અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન રામ લલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તેમા વડાપ્રધાન મોદી સામેલ થશે તેમ મનાય છે. ટ્રમ્ટે સમારંભ માટે બધા સંપ્રદાયના ચાર હજાર જેટલા સંતોને આમંત્રણ આપ્યું છે.


Google NewsGoogle News