લોનાવાલા દુર્ઘટનાની ટ્રેજેડી, પૂરમાં મૃત્યુ પામનારો આગરાનો અન્સારી પરિવાર લગ્નમાં આવ્યો હતો
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે ધોધની દુર્ઘટનામાં આખો પરિવાર તણાયો હોવાની ખોફનાક ઘટના બની હતી. આ ઘટનામાં એક 36 વર્ષિય મહિલા સહિત 13 વર્ષની અને આઠ વર્ષની બાળકીનું મોત થયુ છે. ડેમ પાસેની નદીમાંથી ત્રણેયના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 9 વર્ષનો અને ચાર વર્ષનો બાળક ગુમ હોવાના અહેવાલો મળ્યા છે. આ ઘટનાનો ખોફનાક વીડિયો પણ સામે આવ્યો હતો.
આ ધોધમાર પાણીના પ્રવાહમાં ડુબેલો અંસારી પરિવાર આગ્રાનો હતો અને પુણેમાં રહેતા એક સંબંધીના લગ્નમા આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં આવેલા આ પરિવારે અચનાક લોનાવાલા જવાનો પ્લાન બનાવ્યો હતો. પુણેમાં લોનાવાલા એક પ્રખ્યાત પર્યટન સ્થળ હોવાથી લોનાવાલાની મુલાકાત લેવાનો પ્લાન બનાવ્યો આથી અંસારી પરિવાર સવારે લોનાવલામાં ફરવા નીકળ્યો હતો.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, સૈયદનગરના એક પરિવારના 17 સભ્યોએ પૂણેના હડપસર વિસ્તારમાં વરસાદ વચ્ચે પિકનિક માટે લોનાવાલાની પાસે એક ટુરિસ્ટ પેલેસ પર જવા માટે ખાનગી બસ ભાડે કરી હતી. રવિવારે બપોરે 12.30 વાગ્યાના સુમારે ધોધના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં 10 લોકો તણાઇ ગયા હતા. એક છોકરીને ત્યાં હાજર લોકોએ બચાવી હતી. આ ઘટનામાં એક પરિવારના 10 સભ્યો વહી ગયા હતા. પાંચ લોકો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા, પરંતુ એક મહિલા અને તેના ચાર નાના બાળકો આ પાણીમાં વહી ગયા હતા.
પરિવારમા દુખનો માહોલ
અકસ્માત બાદ અંસારી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માતમાં મૃતકોની ઓળખ નૂર શાહિસ્તા અંસારી (35), અમીના આદિલ અંસારી (13), મારિયા અંસારી (7), હુમિદા અંસારી (6) અને અદનાન અંસારી (4) તરીકે થઈ છે. સભાહત અંસારી (4) અને મારિયા અકીલ અંસારી (9) હજુ પણ ગુમ છે.
ચાર દિવસ પહેલા આ પરિવારમાં લગ્નનો માહોલ હતો. ખુશીના માહોલ બાદ અંસારી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૌલાના સલમાન અંસારી સૈયદનગર લેન નંબર 21માં રહે છે. તેની બાજુમાં તેના જીજા તારિક અંસારી રહે છે. મૌલાના અંસારીના જીજા તારિક અંસારી અને ગુલઝાર અંસારીના લગ્ન 25મી જૂને સૈયદનગરમાં થયા હતા. મૌલાના અન્સારીની બે પુત્રીઓ અને ભાભી નૂર શાહિસ્તા અંસારી સહિત ઘણા લોકો લોનાવલાના ભૂશી ડેમ ગયા હતા.
મઝાર અંસારીએ જણાવ્યું કે, તેની બહેન ગુલઝાર અંસારીના લગ્ન તારિક અન્સારી સાથે થયા હતા. આગ્રાથી કેટલાક સંબંધીઓ લગ્ન માટે આવ્યા હતા. જે બાદ ફરવાનો પ્લાન બનાવ્યો હતો.
મહત્વનુ છેકે, વરસાદના માહોલમં કુદરતી વાતાવરણમાં લોકો પરિવાર સાથે ફરવા જાય છે અને આવી ઘટનાઓ વરસાદના સમયમાં જ બનતી હોય છે.
આ પણ વાંચો: લોનાવાલાનો ખૌફનાક VIDEO : પાણીમાં તણાયો આખો પરિવાર, ત્રણના મોત, બે બાળકો ગુમ