Lok Sabha Election : ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે બનાવ્યો કડક નિયમ

દબંગ ઉમેદવારોને 3 વાર પોતાના ક્રિમિનલ રેકૉર્ડની વિગતો અખબારોમાં આપવી પડશે.

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે જનતાને તેમના પ્રતિનિધિને જાણવાનો પૂરો અધિકાર છે

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
Lok Sabha Election : ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે બનાવ્યો કડક નિયમ 1 - image


Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત. કુલ સાત તબક્કામાં મતદાન થશે જેની શરૂઆત 19 એપ્રિલથી થશે જ્યારે ચોથી જૂને દેશની તમામ બેઠકો માટે એકસાથે આવશે પરિણામ. તારીખોની જાહેરાત સાથે ECએ દબંગ નેતાઓ માટે બનાવ્યો કડક નિયમ. જે ઉમેદવાર સામે કેસ હશે તેમણે અખબારમાં ત્રણ વાર ક્રિમિનલ રેકૉર્ડની જાણકારી આપવી પડશે.

દબંગ ઉમેદવારોને 3 વાર તેના ક્રિમિનલ રેકૉર્ડની વિગતો અખબારોમાં જાહેર કરવી પડશે

લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. 16 માર્ચના રોજ બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ સંભોધતા ચૂંટણી પંચે લોકસભાનું શેડ્યુલ જાહેર કરી ચૂંટણી સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી આપી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતાં સાફ શબ્દોમાં કહ્યું કે, દબંગ ઉમેદવારોને 3 વાર પોતાના ક્રિમિનલ રેકૉર્ડની વિગતો અખબારોમાં આપવી પડશે. આ નિયમથી કેટલાક બાહુબલી ઉમેદવારોની મુશ્કેલીમાં વધારો થયો છે. 

કેટલાક બાહુબલી ઉમેદવારો છે, અને તેઓ જેલમાં રહીને ચૂંટણી લડે છે અને જીતી પણ જાય છે. આ ઉમેદવારોએ ત્રણ વખત અખબારમાં તેમના ગુનાહિત રેકોર્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

શું થશે અસર ?

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે જનતાને તેમના પ્રતિનિધિને જાણવાનો પૂરો અધિકાર છે. જેના કારણે કોઈ વ્યક્તિ ચૂંટણી લડી રહ્યો છે, જેની સામે કોઈ ફોજદારી ગુનો નોંધાયેલા છે, તો આવા ઉમેદવારે તેના ઉપર લાગેલા આરોપોની સંપૂર્ણ માહિતી આપવી પડશે. એટલે કે, મતદારોને ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મળવી જોઈએ,અને ગુનાહિત રેકોર્ડ ધરાવતી વ્યક્તિને પોતાના નેતા તરીકે પસંદ કરતા બચી શકે.


Google NewsGoogle News