ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, જુઓ કોને ક્યાંથી ટિકિટ

વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડશે, યાદીમાં 34 મંત્રીઓ પણ સામેલ

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News

ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, જુઓ કોને ક્યાંથી ટિકિટ 1 - image

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને થોડા મહિના બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રી અને 29 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે. ભાજપે પ્રથમ યાદીમાં 27 એસ.સી. ઉમેદવારો અને 18 એસ.ટી. ઉમેદવારોના નામ પણ સામેલ કર્યા છે. આ યાદીમાં દેશની 100થી વધુ હાઈ પ્રોફાઈલ બેઠકો પણ છે. વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે ગુજરાતના 15 બેઠકના ઉમેદવાર પણ જાહેર કર્યા છે.  

ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ

બેઠક

2024ના ઉમેદવાર

2019ના ઉમેદવાર

કચ્છ

વિનોદ ચાવડા

રિપીટ

બનાસકાંઠા

રેખાબેન ચૌધરી

પરબત પટેલ

પાટણ

ભરતસિંહ ડાભી

રિપીટ

ગાંધીનગર

અમિત શાહ

રિપીટ

અમદાવાદ પશ્ચિમ

દિનેશ મકવાણા

કિરીટ સોલંકી

રાજકોટ

પરશોત્તમ રુપાલા

મોહન કુંડારિયા

પોરબંદર

મનસુખ માંડવિયા

રમેશ ધડુક

જામનગર

પૂનમ માડમ

રિપીટ

આણંદ

મિતેશ પટેલ

રિપીટ

ખેડા

દેવુસિંહ ચૌહાણ

રિપીટ

પંચમહાલ

રાજપાલસિંહ જાદવ

રતનસિંહ રાઠોડ

દાહોદ

જશવંતસિંહ ભાભોર

રિપીટ

ભરૂચ

મનસુખ વસાવા

રિપીટ

બારડોલી

પ્રભુભાઈ વસાવા

રિપીટ

નવસારી

સી.આર. પાટીલ

રિપીટ


સંપૂર્ણ યાદી


ઉત્તર પ્રદેશ

પીએમ મોદી

વારાણસી

રાજનાથ સિંહ

લખનૌ

સ્મૃતિ ઈરાની

અમેઠી

રિતેશ પાંડે

આંબેડકર નગર

હેમા માલિની

મથુરા

રવિ કિશન

ગોરખપુર

પ્રદીપ કુમાર

કૈરાના

સંજીવ કુમાર બાલ્યાન

મુઝફ્ફરનગર

ઓમ કુમાર

નગીના (SC)

ઘનશ્યામ લોધી

રામપુર

પરમેશ્વર લાલ સૈની

સંભલ

કંવરસિંહ તંવર

અમરોહા

મહેશ શર્મા

ગૌતમ બુદ્ધ નગર

ભોલા સિંહ

બુલંદશહર (SC)

સત્યપાલ સિંહ બઘેલ

આગ્રા (SC)

રાજ કુમાર ચાહર

ફતેહપુર સીકરી

રાજવીર સિંહ

એટા

ધર્મેન્દ્ર કશ્યપ

આંવલા

અરુણ કુમાર સાગર

શાહજહાંપુર (SC)

અજય મિશ્રા ટેણી

ખેરી

રેખા વર્મા

ધૌરહરા

રાજેશ વર્મા

સીતાપુર

જલ પ્રકાશ રાવત

હરદોઈ (SC)

અશોક કુમાર રાવત

મિશ્રિખ (SC)

સાક્ષી મહારાજ

ઉન્નાવ

કૌશલ કિશોર

મોહનલાલગંજ (SC)

સંગમ લાલ ગુપ્તા

પ્રતાપગઢ

મુકેશ રાજપૂત

ફરુખાબાદ

રામ શંકર કથેરિયા

ઈટાવા (SC)

સુબ્રત પાઠક

કન્નૌજ

દેવેન્દ્રસિંહ ભોલે

અકબરપુર

ભાનુ પ્રતાપ સિંહ વર્મા

જાલૌન (SC)

અનુરાગ શર્મા

ઝાંસી

કુંવર પુષ્પેન્દ્રસિંહ ચંદેલ

હમીરપુર

આર કે સિંહ પટેલ

બંદા

સાધ્વી નિરંજન જ્યોતિ

ફતેહપુર

ઉપેન્દ્ર સિંહ રાવત

બારાબંકી (SC)

લલ્લુ સિંહ

ફૈઝાબાદ

સાકેત મિશ્રા

શ્રાવસ્તી

કીર્તિ વર્ધન સિંહ

ગોંડા

જગદંબિકા પાલ

ડોમરીયાગંજ

હરીશ દ્વિવેદી

બસ્તી

પ્રવીણકુમાર નિષાદ

સંત કબીર નગર

પંકજ ચૌધરી

મહારાજગંજ

વિજય કુમાર દુબે

કુશી નગર

કમલેશ પાસવાન

બાંસગાંવ (SC)

નીલમ સોનકર

લાલગંજ (SC)

દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’

આઝમગઢ

રવીન્દ્ર કુશવાહ

સલેમપુર

કૃપાશંકર સિંહ

જૌનપુર

મહેન્દ્ર નાથ પાંડે

ચંદૌલી

 

 

પશ્ચિમ બંગાળ

નિસિથ પ્રામાણિક

કૂચ બિહાર (SC)

મનોજ તિગ્ગા

અલીપુરદ્વાર (ST)

ડૉ.સુકાંત મજમુદાર

બાલુરઘાટ

ખગેન મુર્મુ

માલદહા ઉત્તર

શ્રીરૂપા મિત્ર ચૌધરી

માલદહા દક્ષિણ

ડો.નિર્મલ કુમાર સાહા

બહેરામપુર

શ્રી ગૌરી શંકર ઘોષ

મુર્શિદાબાદ

જગન્નાથ સરકાર

રાણાઘાટ (SC)

શાંતનુ ઠાકુર

બાણગાંવ (SC)

ડો.અશોક કંડારી

જોયનગર (SC)

ડૉ.અનિર્બાન ગાંગુલી

જાદવપુર

ડો.રથિન ચક્રવર્તી

હાવડા

લોકેટ ચેટર્જી

હુગલી

સૌમેન્દુ અધિકારી

કાંથી

હિરન્મય ચટ્ટોપાધ્યાય

ઘાટલ

જ્યોતિર્મય સિંહ મહતો

પુરુલિયા

ડૉ.શુભાષ સરકાર

બાંકુરા

સૌમિત્ર ખાન

બિષ્ણુપુર

પવન સિંહ

આસનસોલ

પ્રિયા સાહા

બોલપુર (SC)

 

 

મધ્યપ્રદેશ

જ્યોતિરાદિત્ય સિંધિયા

ગુના

શિવમંગલ સિંહ તોમર

મુરેના

સંધ્યા રાય

ભીંડ (SC)

ભરતસિંહ કુશવાહ

ગ્વાલિયર

લતા વાનખેડે

સાગર

વીરેન્દ્ર ખટીક

ટીકમગઢ (SC)

રાહુલ લોધી

દમોહ

વી ડી શર્મા

ખજુરાહો

ગણેશ સિંહ

સતના

જનાર્દન મિશ્રા

રીવા

રાજેશ મિશ્રા

સીધી

હિમાદ્રી સિંહ

શાહડોલ (ST)

આશિષ દુબે

જબલપુર

ફગ્ગન સિંહ કુલસ્તે

મંડલા (ST)

દર્શનસિંહ ચૌધરી

હોશંગાબાદ

આલોક શર્મા

ભોપાલ

રોડમલ નગર

રાજગઢ

મહેન્દ્રસિંહ સોલંકી

દેવાસ (SC)

સુધીર ગુપ્તા

મંદસોર

અનીતા નાગર સિંહ ચૌધન

રતલામ (ST)

ગજેન્દ્ર પટેલ

ખરગોન (ST)

જ્ઞાનેશ્વર પાટીલ

ખંડવા

દુર્ગા દાસ ઉઇકે

બેતુલ (ST)

શિવરાજસિંહ ચૌહાણ

વિદિશા

ગુજરાત

અમિત શાહ

ગાંધીનગર

વિનોદભાઈ લખમશી ચાવડા

કચ્છ (SC)

રેખાબેન હિતેશભાઈ ચૌધરી

બનાસકાંઠા

ભરતસિંહજી ડાભી

પાટણ

દિનેશભાઈ કોદરભાઈ મકવાણા

અમદાવાદ પશ્ચિમ (SC)

પરષોત્તમ રૂપાલા

રાજકોટ

મનસુખભાઈ માંડવીયા

પોરબંદર

પૂનમબેન માડમ

જામનગર

મિતેશભાઈ રમેશભાઈ પટેલ

આણંદ

દેવુસિંહ ચૌહાણ

ખેડા

રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ

પંચમહાલ

જસવંતસિંહ ભાભોર

દાહોદ (ST)

મનસુખભાઈ વસાવા

ભરૂચ

પ્રભુભાઈ નાગરભાઈ વસાવા

બારડોલી (ST)

સી આર પાટીલ

નવસારી

રાજસ્થાન

ઓમ બિરલા

કોટા

અર્જુન રામ મેઘવાલ

બિકાનેર (SC)

દેવેન્દ્ર ઝાઝરીયા

ચુરુ

સ્વામી સુમેદાનંદ સરસ્વતી

સીકર

ભૂપેન્દ્ર યાદવ

અલવર

રામસ્વરૂપ કોલી

ભરતપુર (SC)

જ્યોતિ મિર્ધા

નાગૌર

પી પી ચૌધરી

પાલી

ગજેન્દ્ર સિંહ શેખાવત

જોધપુર

કૈલાશ ચૌધરી

બાડમેર

લુંબારામ ચૌધરી

જાલોર

મન્નાલાલ રાવત

ઉદયપુર (ST)

મહેન્દ્ર માલવિયા

બાંસવાડા (ST)

સી પી જોશી

ચિત્તોડગઢ

દુષ્યંત સિંહ

ઝાલાવાડ- બારાં

કેરળ

રાજીવ ચંદ્રશેખર

તિરુવનંતપુરમ

એમ એલ અશ્વિની

કાસરગોડ

સી રઘુનાથ

કન્નુર

પ્રફુલ્લ કૃષ્ણ

વદકારા

એમ ટી રમેશ

કોઝિકોડ

અબ્દુલ સલામ

મલપ્પુરમ

નિવેદિતા સુબ્રમણ્યમ

પોન્નાની

સી કૃષ્ણકુમાર

પલક્કડ

સુરેશ ગોપી

ત્રિશૂર

શોભા સુરેન્દ્રન

અલપ્પુઝા

અનિલ કે એન્ટોની

પથનમથિટ્ટા

વી મુરલીધરન

અટિંગલ

તેલંગાણા

બંડી સંજય કુમાર

કરીમનગર

અરવિંદ ધર્મપુરી

નિઝામબાદ

બી. બી. પાટીલ

ઝહીરાબાદ

એટલા રાજેન્દ્ર

મલકજગીરી

જી. કિશન રેડ્ડી

સિકંદરાબાદ

ડો.માધવી લતા

હૈદરાબાદ

કોંડા વિશ્વેશ્વર રેડ્ડી

ચેલવેલા

પી. ભરત

નાગરકર્નૂલ (SC)

બુરા નરસૈયા ગૌડ

ભોંગિર

આસામ

સર્બાનંદ સોનોવાલ

ડિબ્રુગઢ

કૃપાનાથ મલ્લાહ

કરીમગંજ (SC)

પરિમલ સુક્લાબૈદ્ય

સિલચર

અમર સિંહ ટીસો

સ્વાયત્ત જિલ્લા (ST)

બિજુલી કલિતા મેધી

ગૌહાટી

દિલીપ સૈકિયા

મંગલદોઈ

રણજીત દત્તા

તેજપુર

સુરેશ બોરા

નૌગોંગ

કામાખ્યા પ્રસાદ તાસા

કાલિયાબોર

ટોપોન કુમાર ગોગાઈ

જોરહાટ

પ્રધાન બરુઆહ

લખીમપુર

ઝારખંડ

તાલા મરાંડી

રાજમહેલ (ST)

સુનિલ સોરેન

દુમકા (ST)

નિશિકાંત દુબે

ગોડ્ડા

અન્નપૂર્ણા દેવી

કોડરમા

સંજય શેઠ

રાંચી

વિદ્યુત બરન મહતો

જમશેદપુર

ગીતા કોડા

સિંહભૂમ (ST)

અર્જુન મુંડા

ખુંટી (ST)

સમીર ઉરાં

લોહરદગા (ST)

વિષ્ણુ દયાલ રામ

પલામૌ (SC)

મનીષ જયસ્વાલ

હજારીબાગ

છત્તીસગઢ

ચિંતામણી મહારાજ

સરગુજા (ST)

રાધેશ્યામ રાઠિયા

રાયગઢ (ST)

કમલેશ જાંગડે

જાંજગીર- ચંપા (SC)

સુશ્રી સરોજ પાંડે

કોરબા

ટોળાન સાહુ

બિલાસપુર

સંતોષ પાંડે

રાજનાંદગાંવ

વિજય બઘેલ

દુર્ગ

બ્રીજમોહન અગ્રવાલ

રાયપુર

રૂપ કુમારી ચૌધરી

મહાસમુંદ

મહેશ કશ્યપ

બસ્તર (ST)

ભોજરાજ નાગ

કાંકેર (ST)

દિલ્હી

પ્રવીણ ખંડેલવાલ

ચાંદની ચોક

મનોજ તિવારી

ઉત્તર પૂર્વ દિલ્હી

સુશ્રી બાંસુરી સ્વરાજ

નવી દિલ્હી

કમલજીત સેહરાવત

પશ્ચિમ દિલ્હી

રામવીર સિંહ બિધુરી

દક્ષિણ દિલ્હી

 

 

જમ્મુ અને કાશ્મીર

જીતેન્દ્ર સિંહ

ઉધમપુર

જુગલ કિશોર શર્મા

જમ્મુ

ઉત્તરાખંડ

માલા રાજ્ય લક્ષ્મી શાહ

ટેહરી ગઢવાલ

અજય ટમ્ટા

અલ્મોડા (SC)

અજય ભટ્ટ

નૈનીતાલ

 

 

અરુણાચલ પ્રદેશ

કિરેન રિજિજુ

અરુણાચલ પશ્ચિમ

તાપીર ગાઓ

અરુણાચલ પૂર્વ

ગોવા

શ્રીપદ યેસો નાઈક

ઉત્તર ગોવા

ત્રિપુરા

બિપ્લબ દેબ

ત્રિપુરા

આંદામાન અને નિકોબાર

બિષ્ણુ પદ રે

આંદામાન અને નિકોબાર

દમણ અને દીવ

લાલુભાઈ પટેલ

દમણ અને દીવ

પ્રથમ યાદીમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના ઉમેદવારના નામ

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની એક બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.

આ અગાઉ ઉમેદવારોના નામ પર મહોર મારવા 29મીએ ભાજપ કેન્દ્રીય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં ઉમેદવારોના નામ પર મહોર વાગી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. જોકે હવે ભાજપે લોકસભા ચૂંટણીના પ્રથમ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

NDAના પક્ષો સાથે બેઠક વહેંચણીની ચર્ચા કરવા ભાજપની 6 માર્ચે બેઠક

હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઉમેદવારોના નામ પર વિચારણા કરવા ભાજપની કેન્દ્રીય સમિતિની બીજી બેઠક બુધવાર 6 માર્ચે યોજાઈ શકે છે. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે યોજાનાર સીઈસીની બેઠકમાં ગઠબંધનવાળા રાજ્યોના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે, બુધવારની બેઠકમાં આંધ્રપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને બિહાર ઉપરાંત અન્ય ઘણા રાજ્યો માટે ઉમેદવારોના નામ પર મંથન કરી શકે છે. આ ઉપરાંત બેઠકોની વહેંચણીને માટે ઘણા રાજ્યોમાં સહયોગી દળો સાથે ભાજપની વાતચીત અંતિમ તબક્કામાં છે, જ્યારે કેટલાક રાજ્યોના પ્રાદેશિક પક્ષો ગઠબંધનમાં જોડાવા માંગે છે અને આ પક્ષો સાથેની ભાજપની વાતચીત પણ અંતિમ તબક્કામાં છે.


Google NewsGoogle News