કેસરિયો ગઢ ગણાતા રાજ્યમાં ભાજપને ઝટકો, કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી મજબૂત સ્થિતિમાં
Loksabha Election UP Result : ભારતમાં સૌથી વધારે લોકસભાની સીટ ઘરાવતા ઉત્તર પ્રદેશથી દિલ્લીની સત્તાનો માર્ગ છે ત્યારે ઉત્તર પ્રદેશ 80 લોકસભા સીટો પર સૌની નજર છે. છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે એકતરફી પ્રદર્શન રહ્યું હતું. 2014માં ભાજપે 71 બેઠકો જીતી હતી, જ્યારે 2019માં 78 બેઠકો જીતી હતી. મતગણતરી શરૂ થતાં જ અમે તમને યુપીની દરેક બેઠક વિશે જણાવીશું કે કઈ પાર્ટીના ઉમેદવાર આગળ છે અને કોના ઉમેદવાર પાછળ છે.
કન્નૌજ બેઠક પર અખિલેશ યાદવ લગભગ 99 હજારથી વધુ મતોથી આગળ
ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આગળ 99466 મતોથી આગળ ચાલી રહ્યા છે. અખિલેશ યાદવને અત્યાર સુધીમાં 3,73,985 મત મળ્યા છે. અખિલેશ યાદવ આ સીટ પર 99,466 વોટથી આગળ છે
અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા લગભગ 96 હજાર મતોથી આગળ
અમેઠી લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા લગભગ 96 હજાર મતોના અંતરથી આગળ છે. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને અત્યાર સુધીમાં 2,46,182 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને 3,43,131 વોટ મળ્યા છે.
ભાજપ - સમાજવાદી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર
અત્યાર સુધીના આંકડાઓ મુજબ અખિલેશ યાદવ (Akhilesh Yadav)ની પાર્ટી સમાજવાદી પાર્ટી 35 બેઠકો પર, ભાજપ 34, કોંગ્રેસ સાત, RLD બે, ASPKR અને ADAL એક-એક બેઠક પર આગળ છે. સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ હાલ સહારનપુર, અમરોહા, સીતાપુર, રાય બરેલી, અમેઠી, ઈલાહાબાદ અને બારાબંકી બેઠક પર આગળ ચાલી રહી છે.
કોંગ્રેસ આ સાત બેઠક પર આગળ
સહારનપુરમાં ઈમરાન મસૂદ, અમરોહામાં કુંવર દાનિશ અલી, સીતાપુરમાં રાકેશ રાઠોડ, રાયબરેલીમાં રાહુલ ગાંધી, અમેઠીમાં કિશોરી લાલ, અલ્હાબાદમાં ઉજ્જવલ રમણ સિંહ અને બારાબંકી સીટ પર તનુજ પુનિયા આગળ ચાલી રહ્યા છે.
કોણ કેટલા મતોથી આગળ?
ઇમરાન મસૂદ સહારનપુરમાં 74000 મતથી આગળ, અમરોહામાં કુંવર દાનિશ અલી 15000 મત, સીતાપુરમાં રાકેશ રાઠોડ 71000 મત, રાયબરેલીમાં રાહુલ ગાંધી 164249 મત, અમેઠીમાં કિશોરી લાલ 54000 મત, અલ્હાબાદમાં ઉજ્જવલ રમણ સિંહ 16000 મતોથી અને બારાબંકી બેઠક પર તનુજ પુનિયા 97000 મતોથી આગળ ચાલી રહ્યા છે.
વારાણસીમાં ઢોલના તાલે નાચીને જીતની ઉજવણી શરૂ
વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતનો વિશ્વાસ ધરાવતા કાર્યકરોએ ગુલાલ ઉડાડીને અને ઢોલના તાલે નાચગાન સાથે જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. વારાણસીના ગીતા મંદિરના પાસે ભાજપના કાર્યકરોએ ગુલાલની છોળો ઉડાડી હતી.
ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો પર મત ગણતરી ચાલી રહી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને ગઈ ચૂંટણી કરતા નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. જેમ જેમ મતગણતરીનો તબક્કો આગળ વધી રહ્યો છે તેમ તેમ એનડીએ ગઠબંધનને ભારે નુકસાન થઈ રહ્યું છે, જ્યારે I.N.D.I.A. ગઠબંધનની ભાગીદારીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની સ્થિતિ સારી છે. સવારે 12 વાગ્યાના આંકડાના આધારે એનડીએ 37 પર આગળ છે અને I.N.D.I.A. ગઠબંધન 40 બેઠકો પર આગળ છે જેમાં સમાજવાદી પાર્ટી 33 બેઠકો અને કોંગ્રેસ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યુ છે. જ્યારે અન્ય એક બેઠક પર આગળ છે. ખાસ વાત એ છે કે નગીના બેઠક પર આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદ ચૂંટણી લડી રહ્યા છે.
યુપીમાં હાઈ પ્રોફાઈલ બેઠકો પર દેશની રાજનીતિના મહાનુભાવો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની લખનઉ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની અમેઠી, રાહુલ ગાંધીની રાયબરેલી, સપા પ્રમુખ અખિલેશ યાદવની કન્નૌજ, ડિમ્પલ યાદવની મૈનપુરી, ભોજપુરી અભિનેતા રવિ કિશનની ગોરખપુર વગેરે બેઠકનો સમાવેશ થાય છે.