‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા 1 - image


World Media Reaction On India Loksabha Election Results 2024 : દેશની 543 લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ને 240 બેઠકો મળી છે, આમ ભાજપ બહુમતીના 272ના જાદુઈ આંકડાથી થોડીક જ દુર રહી છે. ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA) ગઠબંધનની વાત કરીએ તો એનડીએએ કુલ મળીને 292 બેઠકો જીતી છે. બીજીતરફ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિ ગઠબંધને (I.N.D.I. Alliance) શ્રેષ્ઠ પ્રદર્શન કરી 234 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે વિદેશી સમાચાર પત્રો, ટીવી ચેનલો અને વેબસાઈટોમાં પણ ભારતની લોકસભા ચૂંટણની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. વિદેશી અખબારોમાં ફૈઝાબાદ બેઠક (Faizabad Seat)નો પણ જોરદાર ઉલ્લેખ છે, જ્યાં અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Temple)ના નિર્માણ અને ઉદ્ઘાટન બાદ પણ ભાજપના ઉમેદવારને સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાની મીડિયા મોદી દ્વારા જીતેલી ઓછી બેઠકોની જોરદાર ચર્ચા કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે, ‘ભારતીય લોકોએ મોદી સરકારની નફરતની રાજનીતિને નકારી કાઢી છે.’

‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા 2 - image

પાકિસ્તાન મીડિયામાં અયોધ્યા, ઓવૈસીનો ઉલ્લેખ

પાકિસ્તાન (Pakistan)ની જિયો ટીવી (Geo TV) ભારતની ચૂંટણી પર સતત રિપોર્ટિંગ કરી રહી છે. તેના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘ભારતીય લોકોએ ભાજપના 400 બેઠકો જીતવાના લક્ષ્યાં પર પાણી ફેરવી દીધું છે અને મોદી સરકારની નફરતની રાજનીતિને નકારી કાઢી છે. વડાપ્રધાન મોદી માટે 400થી વધુ બેઠકો જીતવું સપનું બની ગયું અને ભાજપ પોતાની તાકાત પર બહુમતી પણ મેળવી શકી નથી. ભાજપે સરકાર ચલાવવા માટે હવે સહયોગી પક્ષોનો સહારો લેવા માટે મજબુર થવું પડશે. બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનાવવાનાર ભાજપે અયોધ્યામાં પોતાની હાર માની લીધી છે.’

‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા 3 - image

પાકિસ્તાની સમાચાર ચેનલના એક રિપોર્ટમાં હૈદરાબાદ બેઠક પરથી AIMIMના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ની સામે ભાજપ ઉમેદવાર માધવી લતા (Maadhavi Latha)ની હારનો પણ ભારપૂર્વક ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘ચૂંટણી પ્રચાર દરમિયાન મસ્જિદ તરફ ઈશારો કરીને તીર મારનાર ભાજપના ઉમેદવાર માધવી લતાની હાર થઈ છે, આને મુસ્લિમોને ટાર્ગેટ તરીકે જોવામાં આવ્યું હતું.’

‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા 4 - image

પાકિસ્તાની ચેનલના અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘ભારતીયોએ પોતાના મત દ્વારા મોદીને સજા આપી છે. કોંગ્રેસે ભાપને તેના જ હથિયારથી કારમી હાર આપી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) લોકોને સમજાવવામાં સફળ થયા હતા કે, જો ભાજપને 400 બેઠકો મળશે તો તે બંધારણ બદલશે અને અનામતને ખતમ કરી નાખશે.’

‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા 5 - image

પાકિસ્તાનનું મુખ્ય સમાચાર પત્ર ડૉન (Dawn)ના એક ઓપિનિયમ લેખમાં જણાવાયું છે કે, ચૂંટણીએ મોદીને અરીસો દેખાડી દીધો છે. લેખમાં લખાયું છે કે, મોદીને પ્રચંડ બહુમતી મળવાનો જે લોકોને ડર હતો, તેમને સુખદ આશ્ચર્ય થયું છે. હવે મોદી એક નબળા નેતા બની જશે. અમિત શાહનો પણ આ છેલ્લો પડાવ છે. ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન આગામી પાંચ વર્ષ સુધી શાસન કરશે, તેવી આશા છે. પરંતુ, વર્તમાન વલણો પરથી લાગી રહ્યું છે કે, એનડીએ સરકાર આગામી સમયમાં આગળ વધી શકશે નહીં.

‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા 6 - image

ચીની મીડિયા : મોદીના ત્રીજા કાર્યકાળમાં આર્થિક પરિવર્તન પડકારજનક બનશે

ચીન (China)નું સરકારી સમાચાર પત્ર ‘ગ્લોબલ ટાઈમ્સે (Global Times)’ પોતાની મુખ્ય હેડલાઈન્સમાં લખ્યું છે કે, ‘મોદીના ગઠબંધનને મામૂલી બહુમતી મેળવ્યા બાદ જીતનો દાવો કર્યો’ સમાચાર પત્રના અહેવાલમાં મોદીની નબળી સરકારના ભવિષ્યના આર્થિક નીતિઓનો ઉલ્લેખ કરાયો છે. 

ચીની સમાચાર પત્રએ એક્સપર્ટ્સને ટાંકીને લખ્યું છે કે, ‘મોદીના ત્રીજા કાર્યકાળમાં આર્થિક પરિવર્તન એક પડકારજનક કાર્ય બની રહેશે. વડાપ્રધાન મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરી ત્રીજા કાર્યકાળ માટે જીતનો દાવો કર્યો છે. હવે ચીનની મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી સાથે સ્પર્ધા કરવા અને ભારતના બિઝનેસ માહોલને સુધારવાની મોદીની મહત્વાકાંક્ષા પૂરી કરવી પડકારજનક બનશે.’

નિષ્ણાતોને ટાંકીને ચીનના અખબારમાં લખાયું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ પાસે મજબુત ગઠબંધન હોવા છતાં મજબૂત બહુમતી મેળવવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે વડાપ્રધાન માટે આર્થિક સુધારાને આગળ વધારવું મુશ્કેલ બનશે. પરંતુ તેઓ રાષ્ટ્રવાદનું કાર્ડ રમી શકે છે જેનાથી ચીન અને ભારત સંબંધોમાં વધુ સુધારો થવાની શક્યતા નથી.’

‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા 7 - image

બાંગ્લાદેશ મીડિયામાં રામ મંદિર અને ઈન્ડિ ગઠબંધનનો ઉલ્લેખ

બાંગ્લાદેશ (Bangladesh)ના સમાચાર પત્ર ‘ધ ડેલી સ્ટાર (The Daily Star)’ના એક લેખનું હેડિંગ લખ્યું છે કે, ‘એક જીત જે હાર લાગી રહી છે.’ લેખમાં લખાયું છે કે, એનડીએને આ વર્ષે જે પરિણામો મળ્યા છે તેના ઘણા કારણો છે, જેમ કે ચૂંટણી પ્રચાર દરમિયાન ધ્રુવીકરણ પર સતત જોર, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી પણ લાભ ન મળવો અને ઈન્ડિ ગઠબંધનનો ઉદય... આ બધાં કારણો છે. આ તમામ મુદ્દાઓની ભૂમિકા રહી છે. આ બાબતો દર્શાવે છે કે, દરેક ભાવનાત્મક મુદ્દો ભલે ગમે તેટલો આકર્ષક હોય, પરંતુ તેની શેલ્ફ લાઇફ હોય છે.  અને જો તમે તમામ મહત્વના મુદ્દાઓને દબાવી રાખો અને એ જ મુદ્દાઓ વારંવાર ઉઠાવશો તો મતદારોનું મન ઉલટાઈ જશે. ઈન્ડિ ગઠબંધને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા હિન્દીભાષી રાજ્યોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. રાજકીય રીતે મહત્વપૂર્ણ હિન્દી ભાષી બેલ્ટમાં 225 લોકસભા બેઠકો છે.’

‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા 8 - image

અમેરિકન મીડિયા : મોદીને અનેક પડકારોનો સામનો કરવો પડશે

ન્યૂયોર્ક ટાઈમ્સ (The New York Times)ના લેખમાં એનડીએને બહુમતી મેળવવાના રાજકીય પરિણામો અને ચૂંટણીમાંથી શીખેલા બોઠપાઠનો ઉલ્લેખ કરાયો છે. લેખમાં લખાયું છે કે, મોદીની ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે અને સરકાર બનાવવા માટે પોતાના સહયોગીઓની મદદ લેવી પડશે. આ સાથે જ અખબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની વૈશ્વિક અસરો અંગે ચર્ચા કરી છે અને એમ પણ લખ્યું છે કે, ગઠબંધન સરકારમાં મોદીને અનેક પડકારોનો સામનો કરવો પડશે.

‘ભારતીયોએ મોદીને સજા આપી’, ચૂંટણી પરિણામો પછી ભાજપ, રાહુલ સહિતના મુદ્દે વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા 9 - image

બ્રિટન મીડિયા : મોદીજીનો કાર્યકાળમાં ઘણા વિવાદાસ્પદ નિર્ણયો લેવાયા

બ્રિટનની સરકારી બ્રૉડકાસ્ટ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)એ લખ્યું છે કે, ‘એનડીએને બહુમત મળી ગયો છે, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.’ તેમાં એમ પણ લખાયું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ 2016માં નોટબંધી અને ધ્રુવીકરણ જેવા ઘણા વિવાદાસ્પદ નિર્ણયોના કારણે જાણીતો છે, જેમાં 2019માં કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાનો મુદ્દો પણ સામેલ છે. જોકે હવે આ પહેલીવાર બનશે જ્યારે મોદીએ સત્તામાં રહેવા માટે તેમના બે સહયોગી JDU અને TDP સાથે મળીને કામ કરવું પડશે.


Google NewsGoogle News