દેશનાં આ પાંચ રાજ્યમાં કોણ બતાવશે દમ? કોઈએ નહીં ધાર્યું હોય ત્યાં ભાજપને પડી શકે ફટકો
લોકસભા ચૂંટણી 2024નાં એક્ઝિટ પોલ્સ સામે આવી ગયા છે જેમાં પાવર સ્ટેટ કહી શકાય એવા મહત્ત્વના રાજ્યોનાં એક્ઝિટ પોલ પર સૌની નજર હતી. ગુજરાત PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજ્ય છે અને ભાજપ માટે ગઢ માનવામાં આવે છે. અહીં ભાજપને છેલ્લી બંને ચૂંટણીઓમાં 26 માંથી 26 બેઠકૉ મળી હતી. આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન જેવા મુદ્દાનાં કારણે 2-3 બેઠકો પર ભાજપને કાંટાની ટક્કર મળી હતી. પરંતુ એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને આ બેઠકો જીતવામાં પણ કોઈ સમસ્યા નહીં પડે. આર ભારત અને ચાણક્ય એક્ઝિટ પોલમાં ભાજપને તમામ 26 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
BJP+ |
INC+ |
OTH |
|
D-Dynamics |
371 |
125 |
47 |
Matrize |
353-368 |
118-133 |
43-48 |
P MARQ |
359 |
154 |
30 |
Jan Ki Baat |
362-392 |
141-161 |
10-20 |
News Nation |
342-378 |
153-169 |
21-23 |
CNX |
371-401 |
109-139 |
28-38 |
CHANAKYA |
400 |
107 |
36 |
C-Voter |
353-383 |
152-182 |
04-12 |
Times Now-ETG |
358 |
152 |
33 |
AXIS |
361-401 |
131-166 |
8-20 |
ગુજરાત
R-Bharatના એક્ઝિટ પોલમાં ભાજપને તમામ 26 બેઠકો મળવાનું અનુમાન
ચાણક્ય મુજબ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળવાનું અનુમાન
બિહાર
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર આ વખતે બિહારમાં NDAને નુકસાન થઈ શકે છે. રાજ્યની 40 બેઠકોમાંથી NDAને 29-33 બેઠકો મળી શકે છે. 2019માં NDA અહીં 39 બેઠકો પર જીત્યું હતું.
BJP: 13-15
JDU: 9-11
LJPR: 5
RJD: 6-7
INC: 1-2
અન્ય: 0-2
મહારાષ્ટ્રમાં જોરદાર ટક્કર
મહારાષ્ટ્રમાં ગઈ ચૂંટણીની તુલનામાં આ વખતે NDAને મોટું નુકસાન થવાનું અનુમાન છે. એબીપી સી-વોટરના સર્વે અનુસાર આ વખતે N.D.A.ને 45 ટકા જ્યારે I.N.D.I.A. ગઠબંધનને 44 ટકા વોટ મળી શકે છે.
બેઠકોનું અનુમાન
NDA : 22-26
I.N.D.I.A. : 23-25
ઉત્તર પ્રદેશ
રિપબ્લિકનાં એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં ફરી NDAનું પ્રભુત્વ વધે તેવું જણાઈ રહ્યું છે. અહીં NDAને 69 સીટો અને I.N.D.I.A. ગઠબંધનને 11 મળે મળે તેવી શક્યતા છે. મેટરાઇઝનાં એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં NDAને 118-133 બેઠકો મળશે તેવી શક્યતા દર્શાવવાના આવી છે.
કર્ણાટક
કર્ણાટકમાં કોંગ્રેસના ગઠબંધનને ઝટકો, ભાજપ ફરી ભગવો લહેરાવે તેવી શક્યતા છે. સી-વોટરના સર્વે અનુસાર NDAને કર્ણાટકમાં 54 ટકા વોટ મળી શકે છે. I.N.D.I.A. ને 42 ટકા વોટ મળી શકે છે. બેઠકોની વાત કરીએ તો ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓને 23-25 જ્યારે કોંગ્રેસને 3-5 બેઠકો પર જીત મળી શકે છે.