મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ફસાયા! તેમના ટ્રસ્ટને નિયમ વિરુદ્ધ જમીન ફાળવાઈ? લોકાયુક્તે કાર્યવાહી કરી
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને એવામાં ભાજપ રાજ્ય અધ્યક્ષની મુશ્કેલી વધી શકે છે. તેનું કારણ છે કે, રાજ્યના લોકાયુક્તે હાલમાં જ શ્રી મહાલક્ષ્મી જગદંબા સંસ્થા સામે નાગપુરમાં 5 હેક્ટર જમીન ફાળવણી સામે નોંધાયેલી ફરિયાદનું સંજ્ઞાન લીધું છે. લોકાયુક્ત દ્વારા ફરિયાદી કિશન ચૌધરીને જાણકારી આપવામાં આવી છે કે, ભાજપના રાજ્ય પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેની અધ્યક્ષતાવાળા ટ્રસ્ટ શ્રી મહાલક્ષ્મી જગદંબાને નાગપુરમાં 5 હેક્ટર જમીન ફાળવણી સામે તેમની ફરિયાદ પર સંજ્ઞાન લેવામાં આવ્યું છે. લોકાયુક્તે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને નાગપુરના કલેક્ટરને 3 જાન્યુઆરી, 2025 સુધી જમીન ફાળવણી સંબંધમાં વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
જમીન ફાળવણીનો મુદ્દો
મળતી માહિતી મુજબ, ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે નવેમ્બરમાં જમીનની સીધી ફાળવણી માટે દાખલ કરાયેલી અરજીના અનુસંધાનમાં આ જમીન નર્સિંગ કોલેજ, જુનિયર કોલેજ, સાયન્સ-આર્ટ્સ-કોમર્સ કોલેજ અને કૌશલ વિકાસ કેન્દ્રોના નિર્માણ માટે ફાળવવામાં આવી હતી. લોકાયુક્ત ન્યાયાધીશ (નિવૃત્ત) વિદ્યાસાગર કનાડેની કચેરીએ 7 નવેમ્બર, 2024ના રોજ એક પત્રના માધ્યમથી ફરિયાદી કિશન ચૌધરીને ફરિયાદનું સંજ્ઞાન લેવાની જાણકારી આપી હતી. ન્યાયાધીશ કનાડે દ્વારા રિપોર્ટ મંગાવવાનો આદેશ 24 ઓક્ટોબરે આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ 'કોઈ વ્યક્તિ વસ્ત્રથી નહીં વચનથી યોગી બને છે...', અખિલેશ યાદવના CM યોગી પર આડકતરા પ્રહાર
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, વ્યવસાયે વકીલ કિશન ચૌધરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેને એક પ્રમુખ રાષ્ટ્રીય સમાચાર પત્રકમાં પ્રકાશિત સમાચાર અહેવાલના માધ્યમથી બાવનકુલેની અધ્યક્ષતાવાળી ટ્રસ્ટની જમીન વહેંચણી વિશે જાણ થઈ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, નાગપુરના કોરાડી વિસ્તારમાં જમીનનો ટુકડો રાજ્યના નાણાંકીય અને મહેસૂલ વિભાગની મુશ્કેલીઓ છતાં ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે.
ફરિયાદીએ સમાચાર રિપોર્ટને ટાંકીને દાવો કર્યો કે, બાવનકુલેએ ટ્રસ્ટની જમીનનો ટુકડો ફાળવવાનો પ્રસ્તાવ રાજ્ય કેબિનેટની બેઠકમાં અચાનક રજૂ કર્યો. જોકે, આ દિવસના એજન્ડામાં નહતું. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, 'નાણાંકીય વિભાગ અનુસાર, ટ્રસ્ટ ન તો કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા છે, ન ઉચ્ચ શિક્ષાના વિસ્તારમાં તેનો લાંબો અનુભવ છે. તેથી, આ ફાળવણી યોગ્ય નથી. વિવિધ સરકારી વિભાગો અને અધિકારીઓના નકારાત્મક રિપોર્ટ છતાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યાં વિના શ્રી મહાલક્ષ્મી જગદંબા સંસ્થાને ભૂમિ ફાળવી દેવામાં આવી છે.'
આ પણ વાંચોઃ 'મારાથી ભૂલ થઈ ગઈ...', નડ્ડા સાથેની ગુપચુપ બેઠક બાદ નીતિશ કુમારનું નિવેદન ચર્ચામાં
સત્તાવાર સાઇટ પર પ્રકાશિત નથી કરાઈ માહિતી
ફરિયાદીએ આગળ તર્ક આપ્યો કે, સંબંધિત જમીનને જનતાના આવેદન આમંત્રિત કરીને સાર્વજનિક હરાજીના માધ્યમથી સૌથી કુશળ સંસ્થાને વેચી શકાતી હતી અને સરકારે હરાજીના માધ્યમથી વધારે ધન મળત. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, 'નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને જમીન હાજર ધારાસભ્ય બાવનકુલેની અધ્યક્ષતાવાળા ટ્રસ્ટને ફાળવી દેવામાં આવી છે. સરકારે હજુ સુધી આ નિર્ણયને પોતાની સત્તાવાર સાઇટ પર પ્રકાશિત કર્યો નથી.