ખિસ્સામાં હાથ નાંખીને ના આવશો મંત્રીજી...', સંસદમાં કેમ ભડક્યાં સ્પીકર ઓમ બિરલા

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Om birla

Image: IANS



Loksabha Monsoon Session Om Birla: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય બજેટ 2024ની રજૂઆત બાદ બંને ગૃહમાં  આ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સભ્યોને ગૃહમાં માન જાળવવા માટે સતત આહ્વાન કરવાની સાથે ઠપકો પણ આપી રહ્યા છે. એકવાર ફરી બિરલાએ એક મંત્રીને ઠપકો આપ્યો હતો. જો કે, તેમણે કયાં મંત્રીને ટકોર કરી તે જાણવા મળ્યુ નથી. પરંતુ ઓમ બિરલાનો ડંડો આજે સરકાર તરફ ચાલ્યો હોય તેમ લાગ્યું હતું.

મંત્રીને ખિસ્સામાંથી હાથ બહાર કાઢવા કહ્યું

વાસ્તવમાં, લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ભાજપના બેંગલુરુ ગ્રામીણના સાંસદ ડૉ સી.એન. મંજુનાથ એક પ્રશ્ન પૂછી રહ્યા હતા. તે દરમિયાન બિરલાનું ધ્યાન એક મંત્રીના વર્તન પર પડ્યું હતું. તેમણે ટકોર કરી કે, મંત્રીજી, તમારા ખિસ્સામાંથી હાથ બહાર કાઢી લો. બાદમાં લોકસભા સ્પીકર બિરલાએ કહ્યું કે હું તમામ માનનીય સભ્યોને વિનંતી કરું છું કે તેઓ ખિસ્સામાં હાથ રાખીને ન આવે. આ ઉપરાંત હું બીજી વિનંતી કરું છું કે જ્યારે કોઈ સભ્ય બોલતો હોય ત્યારે કોઈ પણ સભ્ય તેને ક્રોસ કરી પોતાની વાત ન મૂકે, પાછળ જાઓ અને બેસો.

આ પણ વાંચોઃ યોગીની બદલે બીજા નેતાને CM બદલવાની તૈયારી? ખેંચતાણ વચ્ચે આખરે ભાજપે કરી સ્પષ્ટતા

સાંસદને મોટો પ્રશ્ન ન પૂછવા કરી અપીલ

બિરલા બોલી રહ્યા હતા તે દરમિયાન મંજુનાથ પ્રશ્નો પૂછી રહ્યા હતા. તેમનો પ્રશ્ન થોડો લાંબો હતો. જેથી બિરલાએ અટકાવતાં સંસદમાં કેટલો મોટો પ્રશ્ન પૂછવો જોઈએ તે વિશે સમજાવ્યું. બિરલાએ બેંગલુરુ ગ્રામીણના ભાજપના સાંસદ ડૉ સી એન મંજુનાથને જાણ કરી કે, તમે ઘણા મોટા ડૉક્ટર છો, તમે નવા સભ્ય છો અને ખૂબ જ વરિષ્ઠ છો પરંતુ પ્રશ્નકાળમાં હંમેશા પ્રશ્ન ટૂંકો હોવો જોઈએ. જેના પર મંજુનાથે માથુ ધુણાવી પાલન કરવાની સંમતિ આપી હતી.

ખિસ્સામાં હાથ નાંખીને ના આવશો મંત્રીજી...', સંસદમાં કેમ ભડક્યાં સ્પીકર ઓમ બિરલા 2 - image


Google NewsGoogle News