સુરક્ષા ચૂકનો મામલો: લોકસભામાં વિઝિટર્સ પાસ પર પ્રતિબંધ મૂકાયો, કયાં સુધી આદેશ લાગુ રહેશે?

લોકસભા અધ્યક્ષે આપ્યો આ નવો આદેશ

આગામી આદેશ સુધી આ નિર્ણય રહેશે લાગુ

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
સુરક્ષા ચૂકનો મામલો: લોકસભામાં વિઝિટર્સ પાસ પર પ્રતિબંધ મૂકાયો, કયાં સુધી આદેશ લાગુ રહેશે? 1 - image


Security Breach in Parliament: સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ધસી ગયા હતા. જેના કારણે થોડા સમય માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ રીતે સંસદમાં બે લોકો અચાનક ઘુસી આવતા સંસદ સચિવાલયે આગામી આદેશ સુધી હવે વિઝિટર પાસ અને ઈ-પાસ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

લોકસભા અધ્યક્ષે આપ્યો આદેશ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ આદેશ આપ્યો હતો. તેમણે આ સાથે એક બેઠક પણ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે આજે બે યુવકો દર્શકોની ગેલરીમાંથી કૂદીને સંસદમાં ઘૂસી ગયા હતા અને તેમણે સ્મોક બોમ્બ સળગાવી અફરા તફરી મચાવી દીધી હતી. જેના પછી સાંસદોએ તેને પકડી લીધો હતો તેને ધીબી કાઢ્યો હતો પછી સુરક્ષાકર્મીઓના હવાલે કરી દીધો હતો. 


Google NewsGoogle News