Get The App

7 સાંસદ જેમણે શપથ જ ના લીધા! શું હવે સ્પીકરની ચૂંટણીમાં વોટિંગ કરી શકશે? જાણો હવે શું થશે

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Parliament


Lok Saba MPs Oath: 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત 24 જૂને થઈ ગઈ છે. જે 3 જુલાઈ સુધી ચાલશે. જેમા પ્રથમ દિવસે 250 થી વધુ નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા હતા. જયારે બીજા દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ યાદવ, અપક્ષ સાંસદ પપ્પુ યાદવ, અયોધ્યાના સાંસદ અવધેશ પાસી અને અસદુદ્દીન ઓવૈસી જેવા દિગ્ગજ નેતાઓએ શપથ લીધા. 

લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો લાગી શકે છે 

જયારે હવે લોકસભા સ્પીકર માટે ચૂંટણી થશે અને જેનું આજે સવારે 11 વાગ્યે મતદાન થશે. એવામાં હજુ પણ પાંચ વિપક્ષ સાંસદો અને બે અપક્ષના સાંસદ એવા છે કે જેમને બીજા દિવસે પણ શપથ નથી લીધા. જેના કારણે લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો લાગી શકે છે. આવી સ્થિતિમાં આ સાંસદો લોકસભા સ્પીકરની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે ચાર સાંસદોને આજે શપથ લઈ શકે છે.

વિપક્ષના આ સાંસદોએ નથી લીધા શપથ 

લોકસભા સત્રના બીજા દિવસે પાંચ વિપક્ષી સાંસદો અને 2 અપક્ષ સાંસદો ગેરહાજર રહ્યા હતા. જેમાં ટીએમસીના શત્રુઘ્ન સિન્હા, દીપક અધિકારી, નુરુલ ઈસ્લામ, કોંગ્રેસના શશિ થરૂર, એસપીના અફઝલ અન્સારીએ શપથ લીધા નથી. આ ઉપરાંત બે અપક્ષ સાંસદો એન્જિનિયર રાશિદ અને અમૃત પાલે પણ શપથ લીધા નથી.

અફઝલ અન્સારીએ શપથ લીધા ન હતા

ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ચૂંટાયેલા સાંસદ અફઝલ અન્સારી સંસદમાં આવ્યા હોવા છતાં પણ તેમને શપથ લેવડાવવામાં આવ્યા ન હતા. પરંતુ કોર્ટના આદેશને ટાંકીને તેમને આ કાર્યવાહીથી વંચિત રાખવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીએ આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી હતી.

અમૃતપાલ સિંહ અને એન્જિનિયર રાશિદ જેલમાં છે

એન્જિનિયર રાશિદ અને અમૃતપાલ સિંહ ચૂંટણી જીત્યા છે, પરંતુ સાંસદ તરીકે શપથ લીધા ન હતા. આ બંને હાલ જેલમાં છે. એન્જિનિયર રાશિદે બારામુલાથી ચૂંટણી લડ્યા હતા અને ઉમર અબ્દુલ્લાને જેલમાંથી જ હરાવ્યા હતા. તેમજ અમૃતપાલ સિંહ પણ જેલમાં બેસીને પંજાબની ખડુર સાહિબ સીટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. બંને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા.

કોની પાસે સંખ્યાત્મક તાકાત કેટલી છે?

લોકસભાના અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. મંગળવારે સવારે, વિપક્ષે સ્પષ્ટ કર્યું કે તે સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉતારશે. જેમાં એનડીએએ ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન દ્વારા કેરળના સાંસદ કે. સુરેશને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કે સુરેશના નામાંકન પત્રો પર ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો DMK, શિવસેના (UBT), શરદ પવાર (SP) અને અન્યોએ સહી કરી છે. જયારે TMCએ હજુ સુધી તેના પર સહી કરી નથી.

આ સાંસદો લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે?

લોકસભા સ્પીકરની ચૂંટણીમાં ભાજપ પાસે 241 અને NDA પાસે 292 સાંસદો છે. જયારે વિપક્ષ પાસે 233 સાંસદ છે, જેમાંથી 5 સાંસદોએ શપથ લીધા નથી. જેના કારણે તે લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં તે મતદાન કરી શકશે નહીં.

7 સાંસદ જેમણે શપથ જ ના લીધા! શું હવે સ્પીકરની ચૂંટણીમાં વોટિંગ કરી શકશે? જાણો હવે શું થશે 2 - image


Google NewsGoogle News