Get The App

જ્યારે પ્રોટેમ સ્પીકર જ લોકસભા અધ્યક્ષ બની ગયા, 3 વખત થયું આવું, શું ફરી થશે તેનું પુનરાવર્તન

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
parliament


Lok Sabha Pro-tem Speaker: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓરિસ્સાના કટકથી સાંસદ ભૃતહરિ મહતાબની પ્રોટેમ સ્પીકર નિયુક્ત કર્યા છે. તેઓ સાતમી વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. પ્રોટેમ સ્પીકરનું મૂળ કામ નવા સંસદોને શપથ અપાવવાનું અને સ્પીકરની ચૂંટણી કરાવવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ત્રણ વખત એવું બન્યું છે કે જ્યારે પ્રોટેમ સ્પીકર રહેલા વ્યક્તિને લોકસભા અધ્યક્ષની ખુરશી મળી ગઈ હોય. ગણેશ વાસુદેવ માવલંકર, હુકમ સિંહ અને સોમનાથ ચેટરજી પ્રોટેમ સ્પીકરથી લોકસભા અધ્યક્ષ બન્યા હતા. આ સંજોગોમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શું ભૃતહરિ મહતાબ પણ લોકસભા અધ્યક્ષ બનશે.

કોને બનાવવામાં આવે છે પ્રોટેમ સ્પીકર

જાણકારોના અનુસાર પ્રોટેમ સ્પીકરની પસંદગી વરિષ્ઠતાને આધારે થાય છે. આ વરિષ્ઠતા બે આધારે નક્કી કરવામાં આવે છે. જો કોઈ સાંસદ સતત સૌથી વધુ વખત જીતીને આવે તો તેમને પ્રથમ તક આપવામાં આવે છે. બીજી તક સૌથી વરિષ્ઠ સાંસદને આપવામાં આવે છે તેમાં લોકસભા અને રાજ્યસભા બંનેનો કાર્યકાળ સામેલ હોય છે.

ગણેશ વાસુદેવ માવલંકર લોકસભા સ્પીકર બનનારા પ્રથમ નેતા 

1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ હતી જેમાં કોંગ્રેસ પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી હતી. સાંસદોને શપથ અપાવવા માટે પ્રોટેમ સ્પીકરની ચૂંટણી કરવામાં આવી હતી તે સમયે જી. વી. માવલંકરને આ જવાબદારી સોંપવામાં આવી હતી. સ્પીકરની ચૂંટણીનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસે તેમના નામનો જ પ્રસ્તાવ મૂક્યો હતો. આ રીતે દેશના પ્રથમ લોકસભા અધ્યક્ષ માવલંકર બન્યા હતા. તે વખતે તેઓ અમદાવાદ લોકસભા બેઠકથી સાંસદ હતા. ત્યારબાદ 1956 સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા.

સરદાર હુકમસિંહની પણ કિસ્મત ચમકી 

પંજાબના કદાવર નેતા સરદાર હુકમ સિંહ પણ પ્રોટેમ સ્પીકરથી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. હકીકતમાં 1956માં જ્યારે માવલંકરનું મૃત્યુ થયું ત્યારે અમુક સમય માટે પ્રોટેમ સ્પીકર બનાવીને સદન ચલાવવાની જવાબદારી હુકુમસિંહને આપવામાં આવી હતી.

ત્યારબાદ વર્ષ 1957માં લોકસભા ચૂંટણી થઈ અને હુકમ સિંહ ડેપ્યુટી સ્પીકર બન્યા હતા. 1962માં કોંગ્રેસે એમનું નામ લોકસભા સ્પીકર માટે પ્રસ્તાવિત કર્યું હતું. હુકમસિંહ આ પદ પર વર્ષ 1967 સુધી રહ્યા હતા. લોકસભા અધ્યક્ષ પદથી હટ્યા બાદ હુકમસિંહે સક્રિય રાજનીતિ છોડી દીધી હતી. રાષ્ટ્રપતિએ બાદમાં તેમને રાજસ્થાનના રાજ્યપાલ બનાવી દીધા હતા.

સોમનાથ ચેટરજી પણ બન્યા હતા પ્રોટેમ સ્પીકર 

2004માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં યુપીએ ગઠબંધન એનડીએને હરાવી હતી. તે સમયે સીપીએમ કોંગ્રેસ બાદ બીજી સૌથી મોટી પાર્ટી હતી. જોકે તેમણે સરકારમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ કોંગ્રેસે સીપીએમને સ્પીકર પર ઓફર કર્યું હતું. 

સ્પીકર ચૂંટણી અગાઉ જ્યારે પ્રોટેમ સ્પીકર બનાવવાનો સમય આવ્યો ત્યારે લોકસભા સચિવાલયે સોમનાથ ચેટરજીના નામની જાહેરાત કરી હતી. તમામ સાંસદોને શપથ અપાવ્યા બાદ કોંગ્રેસે સોમનાથ ચેટરજીના નામનો પ્રસ્તાવ કરી મૂકી દીધો હતો. કોંગ્રેસના પ્રસ્તાવનું તમામ દળોએ સમર્થન કર્યું હતું. જેના બાદ ચેટરજી સ્પીકર તરીકે પસંદગી પામ્યા હતા. 

ઓરિસ્સાના કટકથી સાંસદ ભૃતહરિ મહતાબને 18મી લોકસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે. તેમની જવાબદારી સ્પીકરની ચૂંટણી અને સાંસદોને શપથ અપાવવાની છે. પરંતુ મોટો સવાલ એ છે કે શું તેઓ ગણેશ વાસુદેવ માલવંકર સરદાર હુકમ સિંહ અને સોમનાથ ચેટરજી જેવો કરિશ્મા કરી શકશે કે કેમ.

સ્પીકર પદની રેશમા મહેતાબનું પલડું કેમ ભારે ?

1. ભાજપની સરકારમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી લોકસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે વિસ્તારનનીતિ હેઠળ પક્ષ આ વખતે ઓરિસ્સામાંથી કોઈને અધ્યક્ષ બનાવી શકે છે.

2. ઓરિસ્સામાં ભાજપને લોકસભાની 21 માંથી 20 બેઠકો પર જીત મળી છે. મહતાબ બીજું જનતા દળથી આવ્યા છે. નવીન પટનાયકે 1998માં તેમને પાર્ટીની સૌથી સુરક્ષિત કટકની જવાબદારી સોંપી હતી. આ બેઠક પરથી તેઓ છેલ્લા સાત વખતથી ચૂંટણી જીતી રહ્યા છે. બીજેડીના મતદારોને પોતાની તરફે કરવા માટે મહેતાબને સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતા રહેલી છે. 

3. સંસદીય કાર્ય દરમિયાન મહતાબની સ્વચ્છ છબી રહી છે. તેમને 2018માં બેસ્ટ સાંસદનો એવોર્ડ પણ મળ્યો હતો. રાજકીય કેરિયરમાં પણ તેમના પર કોઈ મોટો આરોપ નથી. આ બાબત પણ તેમના પક્ષમાં છે.

જ્યારે પ્રોટેમ સ્પીકર જ લોકસભા અધ્યક્ષ બની ગયા, 3 વખત થયું આવું, શું ફરી થશે તેનું પુનરાવર્તન 2 - image


Google NewsGoogle News