મહુઆ મોઈત્રાના કેસ બાદ સંસદે બદલ્યો નિયમ! હવે સાંસદના PA-સેક્રેટરી લોગઈન નહીં કરી શકે

નવા નિયમ પ્રમાણે સાંસદો તેમના PA અને સેક્રેટરીની પાસે બેસીને લોગઈન કરાવી શકશે પરંતુ સાંસદોને લોગઈન-પાસવર્ડ અને OTP શેર કરવાની મંજૂરી નહીં હોય

જો કે, હજુ સુધી સચિવાલય દ્વારા આ અંગે કોઈ સૂચના જારી કરવામાં આવી નથી

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
મહુઆ મોઈત્રાના કેસ બાદ સંસદે બદલ્યો નિયમ! હવે સાંસદના PA-સેક્રેટરી લોગઈન નહીં કરી શકે 1 - image


Mahua Moitra News | પૈસા અને ગિફ્ટ્સ લઇને સવાલો પૂછવાના વિવાદમાં (Cash For Queries Case) ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના વિવાદ બાદ સંસદે નવો નિયમ બનાવ્યો છે. હવે સંસદ પોર્ટલનું લોગઈન અને પાસવર્ડ માત્ર સાંસદો પૂરતું જ મર્યાદિત રહેશે. એટલે કે તેમના અંગત મદદનીશ (PA) અથવા સેક્રેટરી હવે લોગઈન કરી શકશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે જોકે નવા નિયમ પ્રમાણે સાંસદો  તેમના PA અને સેક્રેટરીની પાસે બેસીને લોગઈન કરાવી શકશે પરંતુ સાંસદોને લોગઈન-પાસવર્ડ અને OTP શેર કરવાની મંજૂરી નહીં હોય.

મહુઆ મોઈત્રા પર લાગ્યો હતો આરોપ 

તાજેતરમાં મહુઆ મોઇત્રા પર પૈસા અને ગિફ્ટ લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો હતો. તેમના પર લોકસભાના ડિજિટલ સંસદ પોર્ટલનો લોગઈન પાસવર્ડ એક મિત્ર સાથે શેર કરવાનો પણ આરોપ હતો, જે પોર્ટલ પર પ્રશ્નો અપલોડ કરી રહ્યો હતો. સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાને તેમના સત્તાવાર ઈમેલનો પાસવર્ડ અને લોગઈન કોઈ બહારની વ્યક્તિ સાથે શેર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. 

શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા નવો નિયમ 

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુઆ મોઇત્રાના કેસ બાદ સંસદે શિયાળુ સત્ર શરૂ થતા પહેલા નવા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. જો કે, હજુ સુધી સચિવાલય દ્વારા આ અંગે કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. લોકસભાના સાંસદોએ હવે તેમની સંસદીય બાબતો જાતે જ સંભાળશે, પરંતુ સમયની તંગીને ધ્યાનમાં લેતા, સાંસદો માટે આ મુશ્કેલ કાર્ય હોઈ શકે છે.

મહુઆ મોઈત્રાના કેસ બાદ સંસદે બદલ્યો નિયમ! હવે સાંસદના PA-સેક્રેટરી લોગઈન નહીં કરી શકે 2 - image


Google NewsGoogle News