Get The App

મમતા બેનરજીએ ગઠબંધન I.N.D.I.A.ને આપ્યો ઝટકો, આજે યોજનાર બેઠકમાં ભાગ લેવા કર્યો ઈનકાર

આ બેઠકમાં 14 પક્ષોના નેતા ભાગ લેશે

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
મમતા બેનરજીએ ગઠબંધન I.N.D.I.A.ને આપ્યો ઝટકો, આજે યોજનાર બેઠકમાં ભાગ લેવા કર્યો ઈનકાર 1 - image


INDIA Alliance Meeting : આજે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ની આજે મહત્વની બેઠક યોજાનાર છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ આ બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરીને કોંગ્રેસ સહિત ગઠબંધન I.N.D.I.A.ને મોટો ઝટકો આપ્યો છે.

બેઠકમાં ભાગ ન લેવા પર TMCએ આપ્યું કારણ

વિરોધ પક્ષોના ટોચના નેતાઓએ આજે ​​મહત્વની બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ગઠબંધનને મજબૂત કરવા, લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પર વ્યૂહરચના બનાવવા અને સંગઠનના કન્વીનરની નિમણૂક પર ચર્ચા થવાની અપેક્ષા છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનરજી (Mamta banerjee) આજે આ બેઠકમાં ભાગ લેશે નહીં. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મમતા બેનરજીના કેટલાક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને કારણે તેઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. આ અંગે ટીએમસીના એક નેતાએ કહ્યું કે આજે યોજાનારી બેઠક અંગે મુખ્યમંત્રીને થોડા સમય પહેલા જ જાણ કરવામાં આવી હતી. તેમનો એક કાર્યક્રમ પહેલેથી જ નક્કી છે જ્યારે ટીએમસીના અન્ય એક નેતાએ કહ્યું હતું કે આ બેઠકમાં ભાગ નથી લઈ રહ્યા તેનો અર્થ એ નથી કે અમે ભવિષ્યમાં ગઠબંધન  I.N.D.I.Aની બેઠકોમાં ભાગ લઈશું નહીં. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં 14 પક્ષોના નેતા ભાગ લેવાના છે.

જયરામ રમેશે બેઠક અંગે કહી હતી આ વાત

કોંગ્રેસના નેતા જયરામ રમેશે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગઠબંધન  I.N.D.I.Aના નેતાઓની 13 જાન્યુઆરી, 2023ના રોજ સવારે 11:30 વાગ્યે એક બેઠક મળશે તે વર્ચ્યુઅલી હશે. તેમણે જણાવ્યું હતું કે આ બેઠકમાં વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરશે જેમ કે સીટ-શેરિંગ વાતચીત શરૂ થઈ છે, આ ઉપરાંત ભારત જોડો ન્યાય યાત્રામાં તેમજ અન્ય મહત્વપૂર્ણ બાબતોની  સમીક્ષા કરવામાં આવશે.

મમતા બેનરજીએ ગઠબંધન I.N.D.I.A.ને આપ્યો ઝટકો, આજે યોજનાર બેઠકમાં ભાગ લેવા કર્યો ઈનકાર 2 - image


Google NewsGoogle News