Get The App

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 5 વાગ્યા સુધી 57.7% મતદાન, બંગાળમાં સૌથી વધુ 77.9%

1.14 લાખ મતદાન મથકો પર 11.4 લાખ પોલિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો

Updated: May 25th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 5 વાગ્યા સુધી 57.7% મતદાન, બંગાળમાં સૌથી વધુ 77.9% 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને છઠ્ઠા તબક્કામાં આજે શનિવારે મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં હરિયાણાની બધી જ 10 અને દિલ્હીની બધી જ 7 બેઠકોનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કામાં 11 કરોડથી વધુ મતદારો કુલ 889 ઉમેદવારોનું ભાવિ નિશ્ચિત કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રણૌત સહિતના ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે. લોકસભાની સાથે ઓડિશાની 42 વિધાનસભા બેઠકો પર પણ આજે મતદાન થયું.

કયા રાજ્યમાં કેટલી બેઠક પર મતદાન? 

સાત તબક્કાની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાની બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળમાં જંગલ મહલ પ્રદેશ અને બિહારની 8-8, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થયું. છઠ્ઠા તબક્કામાં 5.84 કરોડ પુરુષો અને 5.29  કરોડ મહિલાઓ સહિત કુલ 11.13 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ માટે ચૂંટણી પંચે કુલ1.14 લાખ મતદાન મથકો પર 11.4 લાખ પોલિંગ અધિકારીઓ નિયુક્ત કર્યા હતા. 

ELECTION LIVE UPDATES 

સાંજે 5 વાગ્યા સુધી 57.7% મતદાન, જુઓ છઠ્ઠા તબક્કામાં મતદાનના આંકડા

અસહ્ય ગરમી હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોય તેમ સાંજે પાંચ વાગ્યા સુધીમાં 57.7 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 77.99% નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં 51.35% મતદાન નોંધાયું છે.

રાજ્યમતદાનની ટકાવારી
બિહાર52.24%
હરિયાણા55.93%
જમ્મુ-કાશ્મીર51.35%
ઝારખંડ61.41%
દિલ્હી53.73%
ઓડિશા59.60%
ઉત્તર પ્રદેશ
52.02%
પશ્ચિમ બંગાળ77.99%


છઠ્ઠા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 49.20% મતદાન, સૌથી વધુ આ રાજ્યમાં 

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બપોરે 3 વાગ્યા સુધી પ બંગાળમાં 70.19% નોંધાયું હતું, જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 43.95% નોંધાયું. સરેરાશ મતદાનની વાત કરીએ તો એક વાગ્યા સુધીમાં 49.20% મતદાન નોંધાયું હતું. જો કે ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જોવા મળ્યો હતો.  

રાજ્યમતદાનની ટકાવારી
બિહાર45.21%
હરિયાણા46.26%
જમ્મુ-કાશ્મીર44.41%
ઝારખંડ54.34%
દિલ્હી44.58%
ઓડિશા48.44%
ઉત્તર પ્રદેશ
43.95%
પશ્ચિમ બંગાળ
70.19%


મહેન્દ્ર સિંહ ધોની પણ મતદાન કરવા આવ્યો, ચૂંટણી પંચે ટ્વિટ કરીને આપી જાણકારી 


ગાંધી પરિવારે કર્યું મતદાન, વોટિંગ બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન


કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યું હતું. તેમણે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે અમે બંધારણ અને લોકશાહી માટે મતદાન કર્યું છે. રાહુલ ગાંધી દ્વારા આપ અને કેજરીવાલ દ્વારા કોંગ્રેસને વોટ આપવા અંગેના સવાલ પર તેમણે કહ્યું કે મને આ વાત પર ગર્વ છે. 

છઠ્ઠા તબક્કામાં 9 વાગ્યા સુધી સરેરાશ 10.82% મતદાન, સૌથી વધુ પ.બંગાળમાં 

ચૂંટણી પંચે સવારે 9 વાગ્યા સુધીના મતદાનની ટકાવારીના આંકડા જાહેર કરી દીધા હતા. આ આંકડા પ્રમાણે પણ સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળ અને સૌથી ઓછું મતદાન ઓડિશામાં નોંધાયું હતું. ઓડિશામાં વિધાનસભા ચૂંટણીનું પણ મતદાન ચાલી રહ્યું છે. જ્યારે સરેરાશ મતદાનની વાત કરીએ તો 10.82% નોંધાયું છે. 

રાજ્યમતદાનની ટકાવારી
બિહાર9.66%
હરિયાણા8.31%
જમ્મુ-કાશ્મીર8.89%
ઝારખંડ11.74%
દિલ્હી8.94%
ઓડિશા7.43%
ઉત્તર પ્રદેશ12.33%
પશ્ચિમ બંગાળ
16.54%


ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ પહોંચ્યા મતદાન કરવા...



રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કર્યું મતદાન....



09:00 AM : મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળમાં ફરી બબાલ, બે રાજકીય પક્ષોના કાર્યકરો બાખડ્યાં

પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. કારણ કે છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં તૃણમૂલ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય એક કાર્યકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. 

08:30 AM : જમ્મ-કાશ્મીરમાં બબાલ, પીડીપી પ્રમુખ મહેબૂબા ધરણાં પર બેઠાં 

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચૂંટણી વચ્ચે માથાકૂટ થઇ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અનંતનાગ-રાજૌરી બેઠક પર મતદાન વચ્ચે   મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટીના નેતાઓ ધરણાં કરવા બેસી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાનો આરોપ છે કે તેમની પાર્ટીના પોલિંગ એજન્ટ અને કાર્યકરોની કારણ વગર જ ધરપકડ કરી લેવામાં આવી છે.

08:05 AM : જાણીતા ક્રિકેટર ગૌતમ ગંભીર વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા 

 

08 :00 AM : 500 કિલો કેરીઓ થકી ઓડિશાના પુરીમાં દરિયા કિનારે સેન્ડ આર્ટ 

જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે મતદારોમાં જાગૃકતા લાવવા માટે ફળોના રાજા તરીકે વખણાતી કેરીની મદદથી ઓડિશાના દરિયા કિનારે પુરીમાં આવેલા બીચ પર 500 કિલો કેરી અને રેતીની મદદથી સુંદર સ્કલ્પચર તૈયાર કર્યું હતું. 

7:45 AM : ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો 

7:30 AM : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા તબક્કાના મતદાન પહેલાં જ મતદારોને કરી અપીલ... 

કેવી છે સુરક્ષા વ્યવસ્થા? 

છઠ્ઠા તબક્કામાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે 2222 ફ્લાઈંગ સ્ક્વોડ, 2295 સ્ટેટિક સર્વેલન્સ ટીમો, 819 વીડિયો સર્વેલન્સ ટીમો અને 569 વીડિયો વ્યુઈંગ ટીમો ગોઠવવામાં આવી હતી. જોકે, ચૂંટણી પંચ માટે બંગાળમાં સ્થિતિ પડકારજનક રહી. અહીં નંદીગ્રામમાં બુધવારે રાતે ભાજપની મહિલા કાર્યકરના મોત પછી સ્થિતિ તણાવપૂર્ણ હતી. દરેક તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં છુટીછવાઈ હિંસાએ ચૂંટણી પંચની ચિંતા વધારી હતી.

અનેક દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ 

છઠ્ઠા તબક્કામાં ભાજપ સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષોના અનેક અગ્રણી નેતાઓનું નસીબ દાવ પર છે. છઠ્ઠા તબક્કાના મતદાનમાં કુલ 58 બેઠકોમાંથી 15 બેઠકો પરની ચૂંટણી હાઈપ્રોફાઈલ હોવાનું મનાય છે, જેમાં ત્રણ પૂર્વ મુખ્ય મંત્રી અને ત્રણ કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે.  હરિયાણામાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેશે. હરિયાણામાં કેન્દ્રિય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત મંડી બેઠક પરથી અભિનેત્રી કંગના રનૌતે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, ત્યારે આખા દેશની નજર આ બેઠક પર રહેશે. બીજી તરફ, હરિયાણાની કરનાલ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર તથા કુરુક્ષેત્ર બેઠક પરથી ઉદ્યોગપતિ નવીન જિંદાલ પહેલી વખત ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે. રોહતક બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ચૂંટણી મેદાનમાં છે. 

યુપીની કેટલી બેઠકો પર આજે મતદાન? 

ઉત્તર પ્રદેશમાં 14 બેઠકો પર મતદાન થયું, જેમાં સુલતાનપુર, પ્રતાપગઢ, ફુલપુર, અલ્લાહાબાદ, આંબેડકરનગર, શ્રાવસ્તિ, ડોમરિયાગંજ, બસ્તી જેવી બેઠકો સામેલ છે. સુલતાનપુરથી મેનકા ગાંધીએ સતત નવમી વખત લોકસભામાં પ્રવેશ માટે ઝંપલાવ્યું છે. ઉત્તર પ્રદેશના આઝમગઢથી ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ, ડુમરિયાગંજ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી જગદંબિકા પાલ પાંચમી વખત ચૂંટણી મેદાનમાં છે. ગુડગાંવ બેઠક પર કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજિત સિંહ સામે રાજ બબ્બર મેદાનમાં છે.  એવી જ રીતે, ઓડિશામાં સંબલપુર બેઠક પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે પુરી બેઠક પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ચૂંટણી મેદાનમાં છે. પશ્ચિમ બંગાળમાં કાંથી બેઠક પર ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના ભાઈ સૌમેન્દુ અધિકારી મેદાનમાં છે જ્યારે તમલુક બેઠક પર કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયે પહેલી વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી છે.

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 5 વાગ્યા સુધી 57.7% મતદાન, બંગાળમાં સૌથી વધુ 77.9% 2 - image


Google NewsGoogle News