મોદીના કદમાં કેમ એકાએક ઘટાડો થયો? શું કહે છે તેમની કુંડળી? જાણો જ્યોતિષની દૃષ્ટિએ
Image : IANS |
Lok Sabha Elections Result 2024 | પોતાનો રથ 22 વર્ષથી આસમાનમાં લઈને ફરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેમને અસ્પષ્ટ જનાદેશનો કડવો ઘૂંટડો પીવાનો આવશે. ગ્રહોની ચાલે તે કરી બતાવ્યું છે. ગ્રહોની વિરાટ શક્તિ સામે તેમનું વિરાટ કદ પણ વામન પુરવાર થયું છે. તેમના કદમાં શા માટે ઘટાડો થયો તેના જ્યોતિષીય કારણો મુદ્દાસર સમજીએ.
નરેન્દ્ર મોદીની કુંડળીમાં મંગળની મહાદશા ચાલી રહી છે. મંગળ બીજા અને સાતમા સ્થાનનો માલિક બને છે. જ્યોતિષમાં બીજું અને સાતમું સ્થાન મારક ગણાય છે. મંગળની મહાદશામાં ગુરુની આંતર્દશા ચાલી રહી છે. ગુરુ તેમની કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક બનતો હોવાથી સૌથી અશુભ ગ્રહ બની જાય છે.
તેમનો જન્મનો ગુરુ કુંભ રાશિમાં બેઠો છે તેના પરથી ગોચરનો શનિ પસાર થઈ રહ્યો છે. આથી ગુરુને પીડે છે. શિન મંગળ ઉપર અને ચંદ્ર ઉપર ૧૦મી દ્રષ્ટિ કરે છે આથી ચંદ્ર અને મંગળને પણ પીડા આપે છે. મંગળ અને ગુરુ બંને દશા અને આંતર્દશા નાથ છે. તે બંને પીડિત હોવાથી મોદીને મુશ્કેલી પડી છે.
તેમની કુંડળીમાં જન્મના રાહુ પરથી ગોચરનો રાહુ પસાર થઈ રહ્યો છે. આ સમય કઠીન ગણાય.
તેઓ વૃશ્ચિક રાશિના જાતક છે. વૃશ્ચિક રાશિના જાતકોની હાલ પનોતી ચાલી રહી છે. એ રીતે પણ શનિ તેમના માટે કષ્ટદાયક સાબિત થયો છે.
આગામી દિવસોમાં તેમના માટે વડા પ્રધાન બનવું મુશ્કેલ છે. તેમના પક્ષમાંથી નીતિન ગડકરી અને યોગી આદિત્યનાથની કુંડળી તેમના કરતા વધુ મજબૂત છે. જો મોદી વડા પ્રધાન બની પણ જશે તો તેમના માટે કામ કરવું કપરું બની રહેશે.