Get The App

VIDEO: 'જે થોડા ઘણાં જીતી ગયા છે, તે આવનારા સમયમાં હારશે...' નીતિશ કુમારના વિપક્ષ પર ચાબખા

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
VIDEO: 'જે થોડા ઘણાં જીતી ગયા છે, તે આવનારા સમયમાં હારશે...' નીતિશ કુમારના વિપક્ષ પર ચાબખા 1 - image


Lok Sabha Elections Result 2024: દિલ્હીમાં આજે (સાતમી જૂન) એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ સભાને સંબોધી હતી. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ હાજરી આપી હતી. એનડીએની બેઠકમાં નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું સમર્થન કર્યું હતું. આ સાથે તેમણે નરેન્દ્ર મોદીને દરેક મુદ્દે સમર્થન આપવાની જાહેરાત કરી હતી. વિપક્ષને લઈને નીતિશ કુમારે કહ્યું કે, 'જે થોડા ઘણાં જીતી ગયા છે, તે આવનારા સમયમાં હારશે.'

નીતિશ કુમારે વિપક્ષ પર નિશાન સાધ્યું

વિપક્ષ પર નિશાન સાધતા નીતિશ કુમારે કહ્યું, 'અમને લાગે છે કે આ વખતે લોકો (વિપક્ષ) જેમ તેમ કરીને જીત્યા છે, પરંતુ આવનારા સમયમાં તે બધા હારશે. અમને પૂરો વિશ્વાસ છે. આ બધી અર્થહીન વાતો કહીને તમે શું કર્યું? શું આ લોકોએ કોઈ કામ કર્યું છે? તેમણે કોઈ કામ કર્યા નથી, દેશની કોઈ સેવા કરી નથી. પરંતુ તમે (નરેન્દ્ર મોદી) જે રીતે કામ કર્યું છે, તેના કારણે તમને ફરીથી જે તક મળી છે.  બિહાર અને દેશ આગળ વધશે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યાં? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના તમામ સહયોગી પક્ષો અને ભાજપના કાર્યકરોનું અભિનંદન કર્યું હતું. તેમણે કહ્યું કે, 'એનડીએ નેતા તરીકે હું ચૂંટાયો તે બદલ આપ સૌનો આભાર. 2019માં એનડીએ નેતા તરીકે ચૂંટાયો ત્યારે મેં એક શબ્દ કહ્યો હતો વિશ્વાસ. આજે દર્શાવે છે કે આપણી સૌ વચ્ચે આ વિશ્વાસ કાયમ છે. એનડીએને 22 રાજ્યોમાં સરકાર બનાવી લોકોએ સેવા કરવાની તક આપી. મારા માટે આ ભાવુક ક્ષણ છે. દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ. એનડીએને તેમણે શુદ્ધરૂપે ઓર્ગેનિક ગઠબંધન ગણાવ્યું હતું. એનડીએના કેન્દ્રમાં ગરીબનું કલ્યાણ છે. સરકારની જેટલી દખલ ઓછી તેટલી લોકશાહી મજબૂત થાય છે. મારા માટે બધા એક સમાન છે. સરકાર ચલાવવા બહુમત ખૂબ જ જરૂરી છે. અમે દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ.'


Google NewsGoogle News