Get The App

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સરેરાશ 62.60% મતદાન, જુઓ તમામ રાજ્યોના ફાઈનલ આંકડા

Updated: May 13th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સરેરાશ 62.60% મતદાન, જુઓ તમામ રાજ્યોના ફાઈનલ આંકડા 1 - image


Lok Sabha Elections 2024:  લોકસભા 2024ની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. ત્યારે આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.

કયા રાજ્યમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને 

ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ELECTIONS UPDATES :

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં અત્યાર સુધી સરેરાશ 62.60% મતદાન  

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં જ સૌથી વધુ મતદાન 

ચૂંટણી પંચે અત્યાર સુધીના મતદાનના આંકડા પણ જાહેર કરી દીધા છે. માહિતી અનુસાર સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં જ થયું છે. અહીં મતદાન ટકાવારીનો આંકડો 75.72% થઈ ગયો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે, જ્યાં ફક્ત 35.97% જ મતદાન થયું છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ મતદારોનો ઉત્સાહ ઊંચો છે, જ્યાં 68.25% મતદાન થયું છે. જો કે આ આંકડામાં આવતીકાલ સુધી સામાન્ય ફેરફાર થઈ શકે છે.  

રાજ્ય 5 વાગ્યા સુધી મતદાન
આંધ્ર પ્રદેશ68.09%
બિહાર55.62%
જમ્મુ-કાશ્મીર35.97%
ઝારખંડ63.31%
મધ્યપ્રદેશ68.25%
મહારાષ્ટ્ર52.63%
ઓડિશા63.85%
તેલંગાણા61.16%
ઉત્તર પ્રદેશ57.18%
પશ્ચિમ બંગાળ75.72%

હૈદરાબાદમાં મતદાન દરમિયાન વિવાદ, બુરખો હટાવીને મહિલાઓના ચહેરાની ઓળખ કરાઈ

હૈદરાબાદની લોકસભા બેઠક પર ઓવૈસી અને ભાજપના ફાયરબ્રાન્ડ મહિલા ઉમેદવાર માધવી લતા ચૂંટણી લડી રહી છે. આ બેઠક વધુ ચર્ચામાં છે. જોકે અહીં તાજેતરમાં એક એવો વિવાદ સામે આવ્યો કે મતદાન વખતે બુરખો પહેરીને આવેેેલી મહિલાઓના ચહેરાની ઓળખ કરવા માટે તેમના ચહેરા પરથી બુરખા હટાવાયા હતા. જેનેે લઈને લોકોને વાંધો ઊઠાવ્યો હતો.    

આંધ્રપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ વાય.એસ. શર્મિલાએ કર્યું મતદાન


જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ મતદાન કર્યું 


આંધ્રપ્રદેશમાં બબાલ, પોલિંગ એજન્ટો પર હુમલો

આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથ પર બબાલના અહેવાલ સામે આવ્યા. જેમાં YCP કાર્યકરો પર માચેરલામાં TDP બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં બે એજન્ટોને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. TDPએ YSRCP નેતા રામચંદ્ર રેડ્ડી પર 7 પોલિંગ બૂથ એજન્ટોના અપહરણ અને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં પણ મતદારોનો ઉત્સાહ ટોચે 

આ વખતે જમ્મુ-કાશ્મીરમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રો પર સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સરેરાશ 62.60% મતદાન, જુઓ તમામ રાજ્યોના ફાઈનલ આંકડા 2 - image

પશ્ચિમ બંગાળના બોલપુરમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરની હત્યા, દેશી બોમ્બ વડે હુમલો કરાયો હતો 

પ.બંગાળમાં મતદાન વચ્ચે પણ હિંસાના અહેવાલ આવવા કોઈ નવાઈની વાત નથી. ત્યાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તથા ભાજપના કાર્યકરો વચ્ચે રાજકીય માહોલ ગરમાતો જોવા મળતો જ રહે છે. તાજેતરની ઘટનામાં ગઈકાલે મતદાનની પૂર્વ સંધ્યાએ ફરી એકવાર હિંસાના અહેવાલ સામે આવ્યા. જેમાં બોલપુરના કેતુગ્રામ ખાતે મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ ઘરેે જઈ રહેલાં એક તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર પર દેશી બોમ્બ વડે હુમલો કરાયાની ઘટના બની હતી. જેમાં તેનું મોત નીપજતાં રાજકીય માહોલ ફરી ગરમાયો છે.    

સાઉથ સુપરસ્ટાર અભિનેતા એનટીઆર જુનિયર પણ મતદાન કરવા પહોંચ્યો   

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ મતદાન કર્યું 

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કર્યો મતાધિકારનો ઉપયોગ

સાઉથ સુપર સ્ટાર ચિરંજીવી કોનિડેલા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મતદારોને ફરી કરી અપીલ 

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ મતદાન કરવા પહોંચ્યા 

કયા ક્યા દિગ્ગજોનું ભાગ્ય આજે ઈવીએમમાં કેદ થશે? 

લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે 96 બેઠકો માટે મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. પાંચ કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ, અર્જુન મુંડા, નિત્યાનંદ રાય, જી કિશન રેડ્ડી અને અજય મિશ્રા ટેની ઉપરાંત આજે યુપીની કન્નૌજ લોકસભા સીટ માટે પણ મતદાન થઈ રહ્યું છે. અહીં સપા પ્રમુખ અખિલેશ યાદવ ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા, ટીએમસીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી, ટીએમસીના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, ફિલ્મ અભિનેતા અને ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા, આંધ્ર પ્રદેશના પ્રમુખ. મંત્રી વાય.એસ. જગન રેડ્ડીની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર વાયએસ શર્મિલા જેવી હસ્તીઓ પોતાનું નસીબ અજમાવી રહી છે.

પુષ્પા ફેમ અભિનેતા અલ્લુ અર્જુન મતદાન કરવા પહોંચ્યો  

ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરોરાશ 59.49 ટકા મતદાન નોંધાયું હતું 

ત્રીજા તબક્કાના મતદાનમાં ગત લોકસભા ચૂંટણી 2019ની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 59.49 ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું હતું. મહત્વનું છે કે ગત બે ટર્મ 2014 (63.66 ટકા) અને 2019 (64.12 ટકા) એટલે કે 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે ગુજરાતમાં નોંધાયું હતું.

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સરેરાશ 62.60% મતદાન, જુઓ તમામ રાજ્યોના ફાઈનલ આંકડા 3 - image


Google NewsGoogle News