Get The App

યુપીના એક્ઝિટ પોલમાં સ્મૃતિ ઈરાની પરાજય તરફ, રાહુલનું શું થયું? 80 બેઠકોમાં કોણ આગળ

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
યુપીના એક્ઝિટ પોલમાં સ્મૃતિ ઈરાની પરાજય તરફ, રાહુલનું શું થયું? 80 બેઠકોમાં કોણ આગળ 1 - image


Lok Sabha Elections 2024 Exit Poll | ઉત્તરપ્રદેશમાં લોકસભા કુલ 80 બેઠકોમાંથી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને 62 જેટલી બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે 18 જેટલી બેઠકો ઈન્ડિયા ગઠબંધનના ખાતામાં જવાની શક્યતા છે.  આ અંદાજ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રકાશિત સ્કૂલ ઓફ પોલિટિક્સના એક્ઝિટ પોલમાં લગાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની સત્તામાં કોણ બિરાજશે તે મોટાભાગે ઉત્તરપ્રદેશથી જ નક્કી થાય છે. 

અમેઠી-રાયબરેલીમાં શું થયું? 

હિન્દુસ્તાન ટાઈમ્સના એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે અમેઠીથી લોકસભા ચૂંટણી લડી રહેલાં ભાજપના દિગ્ગજ મહિલા સાંસદ સ્મૃતિ ઈરાની પરાજય તરફ જતાં દેખાઈ રહ્યા છે. તેમની સામે સોનિયા ગાંધીના ખાસ વ્યક્તિ કે.એલ શર્મા જીતતા દેખાઈ રહ્યા છે. સ્કૂલ ઓફ પોલિટિક્સ એજન્સીનો દાવો છે કે યુપીની અમેઠી, રાયબરેલી અને જોનપુર બેઠક ઈન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વખતે સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને હરાવીને અમેઠી બેઠક જીતી હતી. 

રાહુલ ગાંધીનું રાયબરેલીમાં શું થયું? 

બીજી બાજુ રાહુલ ગાંધીની વાત કરીએ તો આ વખતે અમેઠીથી નહીં પણ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરીને તેઓ જીતતા દેખાઈ રહ્યાં છે. સ્કૂલ ઓફ પોલિટિક્સ એજન્સીના અહેવાલ અનુસાર તેમની સામે ભાજપના નેતા દિનેશ પ્રતાપ સિંહ ફરી એકવાર હારતા દેખાય છે.

યુપીના એક્ઝિટ પોલમાં સ્મૃતિ ઈરાની પરાજય તરફ, રાહુલનું શું થયું? 80 બેઠકોમાં કોણ આગળ 2 - image


Google NewsGoogle News