For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમે સત્તામાં આવીશું તો CAA રદ કરીશું, યુસીસી પણ લાગુ નહીં કરીએઃ તૃણમૂલનો ચૂંટણી ઢંઢેરો

Updated: Apr 17th, 2024

અમે સત્તામાં આવીશું તો CAA રદ કરીશું, યુસીસી પણ લાગુ નહીં કરીએઃ તૃણમૂલનો ચૂંટણી ઢંઢેરો

TMC Manifesto for 2024 Polls: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે બે દિવસ જેટલો જ સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે હવે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલે કોલકાતામાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.

તૃણમૂલે ચૂંટણી ઢંઢેરાને ‘દીદીનું શપથપત્ર’ નામ આપ્યું

બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીના નેતા ડેરેક ઓ'બ્રાયન સહિત ઘણાં વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. તૃણમૂલ (TMC)ના આ ચૂંટણી ઢંઢેરાને દીદીનું શપથપત્ર નામ આપવામાં આવ્યું છે. તૃણમૂલના ચૂંટણી ઢંઢેરામાં સીએએ અને એનઆરસી નાબૂદ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાશન સહિત કલ્યાણકારી યોજનાઓનું વચન આપવામાં આવ્યું છે. બીપીએલ પરિવારોને એક વર્ષમાં 10 સિલિન્ડર આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.

ભાજપના જમીનદારોને જડમૂળથી ઉખેડી નાખીશું : તૃણમૂલ

પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે, 'અમે લોકસભા ચૂંટણી 2024 માટે અમારો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને ખુશ છીએ. દીદીના શપથ સાથે અમે દરેક ભારતીયને રોજગાર, બધાને ઘર, મફત એલપીજી સિલિન્ડર, ખેડૂતોને MSP, SC-ST અને OBC વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ખાતરી આપવાના શપથ લઈએ છીએ. અમે સાથે મળીને ભાજપના જમીનદારોને જડમૂળથી ઉખેડી નાખીશું.

તૃણમૂલના ચૂંટણી ઢંઢેરામાં મોટી જાહેરાતો

તમામ જોબ કાર્ડ ધારકોને 100 દિવસની રોજગાર ગેરંટી આપવા અને શ્રમીકોને દરરોજ 400 રૂપિયાનું લઘુત્તમ વેતન આપીશું.

 તમામ બીપીએલ પરિવારોને દર વર્ષે 10 મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે.

 તમામ રેશનકાર્ડ ધારકોને દર મહિને પાંચ કિલો રાશન મફત આપવામાં આવશે. 

 લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે અને તેના માટે કોઈ ચાર્જ ચૂકવવામાં આવશે નહીં.

 SC, ST અને OBC વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવતી શિષ્યવૃત્તિની રકમમાં વધારો કરવામાં આવશે.

 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને 1000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

 સ્વામીનાથન કમિશનની ભલામણોના આધારે ખેડૂતોને MSP આપવામાં આવશે. 

 MSP પાકની સરેરાશ કિંમત કરતાં પચાસ ટકા વધુ આપવામાં આવશે.

Article Content Image

Gujarat