Get The App

દક્ષિણ ભારતના બે મોટા રાજ્યોમાં NDAનું ખાતું પણ નહીં ખુલે, I.N.D.I.Aને એકમાં ઝટકોઃ સરવે

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
દક્ષિણ ભારતના બે મોટા રાજ્યોમાં NDAનું ખાતું પણ નહીં ખુલે, I.N.D.I.Aને એકમાં ઝટકોઃ સરવે 1 - image

Lok Sabha Elections 2024 : દેશમાં 19મી એપ્રિલથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા કર્ણાટક, કેરળ અને તમિલનાડુના પરિણામને લઈ ચોંકાવનારો સરવે સામે આવ્યો છે. એબીપી ન્યૂઝ સી વોટરના સરવે મુજબ કર્ણાટકના ચૂંટણી પરિણામમાં ભાજપ દમદાર પ્રદર્શન કરી શકે છે, જ્યારે કેરળ અને તમિલનાડુમાં I.N.D.I.A. ગઠબંધન NDAને મોટો ઝટકો આપી શકે છે.

બે મોટા રાજ્યોમાં NDAનું ખાતું પણ નહીં ખુલે

એનડીએને દક્ષિણ ભારતના બે મોટા રાજ્યો તમિલનાડુ અને કેરળમાં સૌથી મોટો ફટકો પડવાનો છે. સરવે મુજબ ઈન્ડિયા ગઠબંધન તમિલનાડુની તમામ 39 બેઠકો પર અને કેરળની તમામ 20 બેઠકો પર જીત મેળવશે, જ્યારે આ બંને રાજ્યોમાં એનડીએનું ખાતું પણ નહીં ખોલાવી શકે.

ભાજપ કર્ણાટમાં કરશે દમદાર પ્રદર્શન

કર્ણાટકની વાત કરીએ તો અહીં સરવે મુજબ કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. રાજ્યની કુલ 28 બેઠકોમાંથી એનડીએને 23 બેઠકો જ્યારે ઈન્ડિયા ગઠબંધનને પાંચ બેઠકો મળવાની સંભાવના છે.

કયા પક્ષને કેટલા ટકા મત મળશે ?

જો રાજ્યના કુલ મતદાનની ટકાવારીની વાત કરીએ તો તેમાંથી તમિલનાડુમાં એનડીએને 19 ટકા, કોંગ્રેસ (Congress)ને 52 ટકા, AIADMK 23 ટકા અને ઈન્ડિયા ગઠબંધનને 52 ટકા મત મળી શકે છે. કેરળમાં ઈન્ડિયા ગઠબંધનને સૌથી વધુ 43 ટકા, એનડીએને 21 ટકા, LDFને 31 ટકા, અન્યને પાંચ ટકા મત મળવાની સંભાવના છે. કર્ણાટકમાં એનડીએને 52 ટકા, ઈન્ડિયા એલાયન્સને 42 ટકા જ્યારે અન્ય પક્ષોના ખાતામાં છ ટકા મત જઈ શકે છે.

આ ત્રણેય રાજ્યોમાં ક્યારે યોજાશે મતદાન?

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુની તમામ 39 બેઠકો પર 19મી એપ્રિલે પ્રથમ તબક્કામાં જ્યારે કેરળની તમામ 20 બેઠકો પર 26 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે કર્ણાટક કુલ 28 બેઠકોમાંથી 14 બેઠકો પર 26 એપ્રિલે બીજા તબક્કામાં જ્યારે બાકીની 14 બેઠકો માટે 7 મેએ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે.


Google NewsGoogle News