For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભાજપ કરશે ક્લિનસ્વીપ! યુપીમાં કોંગ્રેસનું ખાતું ખૂલવું મુશ્કેલ, સરવેમાં ખુલાસો

Updated: Apr 17th, 2024

ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભાજપ કરશે ક્લિનસ્વીપ! યુપીમાં કોંગ્રેસનું ખાતું ખૂલવું મુશ્કેલ, સરવેમાં ખુલાસો

Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે બે દિવસ બાકી છે તે પહેલા પ્રચારનો ધમધમાટ આજે બંધ થવા જઈ રહ્યો છે. ત્યારે ઈન્ડિયા ટીવી-સીએનએક્સ દ્વારા એક સરવે બહાર પાડવામાં આવ્યો છે. આ સરવે અનુસાર, ભાજપની આગેવાની હેઠળની એનડીએ અંદાજે 393 લોકસભા બેઠક જીતી શકે છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધનને 100થી ઓછી બેઠક મળી શકે છે. ખાસ કરીને કોંગ્રેસને ઝટકો લાગી શકે છે.

છ રાજ્યોમાં ભાજપ ક્લિનસ્વીપ કરશે!

આ સરવે અનુસાર, ભાજપ ફરી એકવાર ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ક્લિનસ્વીપ કરશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ તેને શાનદાર પરિણામ મળશે. એનડીએ ઉત્તર પ્રદેશમાં અંદાજે 76 બેઠકો જીતી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટી માત્ર 4 બેઠક પર જ કબજો કરી શકે છે. આ વખતે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાંથી જીતશે નહીં. એટલે કે, અમેઠી બાદ કોંગ્રેસ રાયબરેલી બેઠક પણ ગુમાવી શકે છે.

ઉત્તર પ્રદેશના રૂહેલખંડ, અવધ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ભાજપને મોટી લીડ મળશે. આરએલડી અને ભાજપનું ગઠબંધન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો જીતશે, જ્યાં 19મી એપ્રિલે મતદાન થવાનું છે. રૂહેલખંડમાં 12માંથી 11 બેઠકો મળી શકે છે. આ સર્વે દર્શાવે છે કે પૂર્વાંચલમાં ભાજપને 29માંથી 25 બેઠકો મળી શકે છે, જ્યારે સપાને 2 અને અપના દળને 2 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ કુલ 14 બેઠકો પર ખાતું પણ નહીં ખોલી શકે. ભાજપ તમામ બેઠકો જીતે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રમાં કોને સૌથી વધુ બેઠક મળશે?

મહારાષ્ટ્રમાં ભાજપને 29 બેઠક મળી શકે છે. તેમના સહયોગી શિવસેના (શિંદે જૂથ)ને સાત અને NCP અજિત પવારને ત્રણ બેઠકો મળી શકે છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને માત્ર બેઠક મળશે, જ્યારે ઉદ્ધવ સેનાને છ બેઠક અને એનસીપી શરદ પવારને બે બેઠક મળી શકે છે.

Article Content Image

Gujarat