પરિણામો બાદ ભાજપ દબાણમાં, ટીડીપી માગશે 5 મોટા મંત્રાલય, હજુ નીતિશ તો બાકી : સૂત્રો
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પરિણામોમાં કોઈને બહુમતી મળી નથી. એટલા માટે હવે ભાજપ પણ ફરી એકવાર મોદીને વડાપ્રધાન બનાવવા માટે નીતિશ કુમાર અને ટીડીપીના દબાણમાં આવી ગયું છે.માહિતી અનુસાર સૂત્રોનો દાવો છે કે આજે એનડીએની બેઠકમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ કિંગમેકરની ભૂમિકા ભજવવા માટે પાંચથી 6 મહત્ત્વના મંત્રાલયોની માગ કરી શકે છે.
ચંદ્રબાબુ નાયડુ આ માગ કરી શકે છે
સૂત્રો મળતી માહિતી મુજબ ટીડીપી પ્રમુખ શિક્ષણ, નાણા જેવા મંત્રાલયો તથા લોકસભા અધ્યક્ષ પદ પણ માગી શકે છે. જો તેમના વતી આવી માગો ઊભી કરવામાં આવે તો ફરી એકવાર મોદી સરકારનું સત્તાવાપસીનું કોકડું ગૂંચવાઈ શકે છે. બીજી બાજુ હજુ તો નીતીશ કુમાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. તે પણ એનડીએની બેઠકમાં સામેલ થવા દિલ્હી રવાના થયા છે. જો તેમની પાર્ટી જેડીયુ તરફથી કિંગમેકર બનવા બદલ કેવી માગો કરવામાં આવે છે એ તો જોવાનું રહ્યું.
ટીડીપી કઈ કઈ માંગ કરી શકે છે
1. લોકસભા અધ્યક્ષ પદ
2. માર્ગ પરિવહન મંત્રાલય
3. ગ્રામીણ વિકાસ મંત્રાલય
4. આરોગ્ય મંત્રાલય
5. આવાસ અને શહેરી બાબતો મંત્રાલય
6. કૃષિ મંત્રાલય
7. જળ શક્તિ મંત્રાલય
8. માહિતી અને પ્રસારણ મંત્રાલય
9. શિક્ષણ મંત્રાલય
10. નાણા મંત્રાલય (MoS)