મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ શકે, સરકાર બનાવવાની ગડમથલ વચ્ચે સૂત્રોનો દાવો

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ શકે, સરકાર બનાવવાની ગડમથલ વચ્ચે સૂત્રોનો દાવો 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. 

16 જૂને કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનનું માનીએ તો નવી સરકાર ટૂંક સમયમાં શપથ લઈ શકે છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પણ મોદી કેબિનેટને વિદાય ડિનર આપશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાત્રે 8 વાગ્યાથી આ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. એટલે કે 16 જૂન પહેલા નવી સરકારની રચના થઈ જશે.

આ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની વાત કરવામા આવે તો ભારતીય જનતા પાર્ટી (BJP)એ સૌથી વધુ 240 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે. પરિણામો અનુસાર એનડીએને  292 બેઠકો મળી છે. જો કે આ ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને 234 બેઠકો મળી છે.

મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ શકે, સરકાર બનાવવાની ગડમથલ વચ્ચે સૂત્રોનો દાવો 2 - image


Google NewsGoogle News