કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, ઉ.ભારતના આ રાજ્યની 4 બેઠકો પર જાણો કોણ મેદાને...

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, ઉ.ભારતના આ રાજ્યની 4 બેઠકો પર જાણો કોણ મેદાને... 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. સાતમી મેના રોજ ત્રીજા તબક્કા થવાનું છે, તેને લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન પંજાબમાં કોંગ્રેસે તેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પંજાબમાં પોતાના 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

લુધિયાણાથી અમરિંદર સિંહ રાજા વારિંગને ટિકિટ મળી

કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગને લુધિયાણાથી ટિકિટ આપી છે. કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાને ગુરદાસપુરથી ઉમેદવાર બનાવ્યા છે. ખદૂર સાહિબ બેઠક પરથી વર્તમાન સાંસદ જસવીર સિંહ ગિલની ટિકિટ કાપીને તેમના સ્થાને કુલબીર સિંહ ઝીરાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી વિજય ઈન્દર સિંઘલાને આનંદપુર સાહિબ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ વખતે આ બેઠક પરથી વર્તમાન સાંસદ મનીષ તિવારીને ચંડીગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પંજાબની તમામ 13 લોકસભા સીટો માટે પહેલી જૂને મતદાન થશે.


Google NewsGoogle News