Get The App

પ્રશાંત કિશોરની મોટી ભવિષ્યવાણી, કહ્યું- 'પશ્ચિમ બંગાળમાં ભાજપને TMC કરતા વધુ બેઠકો મળશે'

- NDA ગઠબંધનનું 400થી વધુ બેઠકો પર જીત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય પુરુ થવું મુશ્કેલ: પ્રશાંત કિશોર

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
પ્રશાંત કિશોરની મોટી ભવિષ્યવાણી, કહ્યું- 'પશ્ચિમ બંગાળમાં ભાજપને TMC કરતા વધુ બેઠકો મળશે' 1 - image


Prashant Kishor Prediction For TMC : લોકસભા ચૂંટણી 2024 અંગે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે, 'પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન TMC કરતા સારું રહેશે. 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની લહેરની અસર જોવા મળી અને દરેક મોટા રાજ્યમાં બીજેપીએ સારું પ્રદર્શન કર્યું. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીનો દબદબો કાયમ રહ્યો અને અહીં બીજેપી સૌથી મોટી પાર્ટી ન બની શકી.'

હવે પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે, '2024માં બીજેપીને પશ્ચિમ બંગાળમાં TMC કરતા વધુ બેઠકો મળશે. પ્રશાંત કિશોરે એ પણ કહ્યું કે, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ બીજેપીની બેઠકો વધશે પરંતુ પીએમ મોદીનું 400થી વધુ બેઠકો જીતવાનું સપનુ પુરુ થવું મુશ્કેલ છે. તેમણે એ પણ કહ્યું કે, પીએમ મોદીની લોકપ્રિયતા અને મજબૂત વિપક્ષની કમીનો ફાયદો NDA ગઠબંધનને મળી રહ્યો છે.'

બંગાળના પરિણામો ચોંકાવનારા હશે

પ્રશાંત કિશોરનું કહેવું છે કે, 'NDA ગઠબંધનનું 400થી વધુ બેઠકો પર જીત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય પુરુ થવું મુશ્કેલ છે પરંતુ પશ્ચિમ બંગાળમાં ચોંકાવનારા પરિણામો આવશે. તેમણે કહ્યું કે, હું કોઈ ભવિષ્યવાણી કરવા નથી માગતો પરંતુ પશ્ચિમ બંગાળમાં બીજેપીનું પ્રદર્શન TMC કરતા સારું રહેશે. અહીંના ચૂંટણી પરિણામો હેરાન કરનારા અને બીજેપીના પક્ષમાં હશે. પીએમ મોદીનો દક્ષિણી રાજ્યોનો પ્રવાસ બીજેપી માટે સારો સંકેત છે.'

દક્ષિણ ભારતમાં પણ વધશે BJPની બેઠક

એક ઈન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, 'બંગાળ ઉપરાંત બિહાર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં પણ બીજેપીની બેઠકો વધશે. જોકે, તેમણે કોઈ પણ પાર્ટીની સીટોની સંખ્યા નથી જણાવી.' પીકેએ તર્ક આપતા કહ્યું કે, 'પીએમ મોદીની લોકપ્રિયતાનો ફાયદો બીજેપીને મળશે. પહેલા પણ NDA ગઠબંધનને તેનો ફાયદો મળ્યો છે. વિપક્ષે પણ પોતાની ભૂલો દ્વારા પીએમ મોદીનો ખૂબ પ્રચાર કર્યો છે. પ્રશાંત કિશોર ભલે દક્ષિણ ભારતમાં NDAની બેઠકો વધવાની વાત કરી રહ્યા હોય પરંતુ મોટા ભાગના ઓપિનિયન પોલમાં દક્ષિણ ભારતમાં I.N.D.I.A. ગઠબંધનને વધુ બેઠકો મળવાની અને બેઠકોની સંખ્યા વધવાની વાત કહેવામાં આવી છે.'


Google NewsGoogle News