Get The App

VIDEO: 'મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..' મહારાષ્ટ્રમાં PM મોદીએ સભા ગજવી

Updated: May 10th, 2024


Google NewsGoogle News
VIDEO: 'મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..' મહારાષ્ટ્રમાં PM  મોદીએ સભા ગજવી 1 - image


PM Modi Attack On Shiv Sena UBT : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, નકલી શિવસેનાના લોકો મને જીવતો દાટવા માંગે છે.

‘આ લોકો કહે છે કે, મોદી તારી કબર ખોદાશે’

વડાપ્રધાને કહ્યું કે, ‘આ લોકો કહે છે કે, મોદી તારી કબર ખોદાશે. તેઓ તૃષ્ટિકરણ માટે આવી ભાષા બોલી રહ્યા છે. તેઓ મોદીને જમીનમાં દાટવાના સપના જોઈ રહ્યા છે. તેમની રાજકીય જમીન ખસી ગઈ છે. તેઓ જાણતા નથી કે, દેશની માતાઓ અને બહેનો મોદીની સુરક્ષા કરશે.’

હું ગરીબીમાં જ મોટો થયો છું : વડાપ્રધાન મોદી

તેમણે વધુમાં કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડી (MVA) અનામતનું મહાભક્ષણ કરવા મહાઅભિયાન ચલાવી રહ્યા છે. જ્યારે મોદી SC-ST-OBCના અનામતને બચાવવા, મહારક્ષણ કરવા મહાયક્ષ કરાવી રહ્યો છે. હું કોંગ્રેસના શાહી પરિવારની જેમ મોટા પરિવારમાંથી આવ્યો નથી. હું તો ગરીબીમાં મોટો થયો છું. હું જાણું છું કે, તમે અહીં કેટલી તકલીફો વેઠી છે, તમારા જીવનમાં પણ મુશ્કેલીનો પહાડ હતો, ઘણા આદિવાસીઓ પાસે પાકુ મકાન ન હતું, આઝાદીના 60 વર્ષ વિતવા છતાં ગામડાઓમાં વીજળી પહોંચી નહતી.’

‘10 વર્ષમાં ચાર કરોડ પાક્કા મકાનો આપ્યા’

વડાપ્રધાને કહ્યું કે, ‘મોદીએ સંકલ્પ કર્યો હતો કે, તમામ ગરીબો-આદિવાસીઓને ઘર, તમામ આદિવાસીઓના ઘરમાં પાણી, તમામ પરિવારને પાણીની સુવિધા, તમામ ગામડાોમાં વીજળીની સુવિધા પુરી પડાશે. અમે પીએમ આવાસ યોજના હેઠળ નંદુરબાગના લગભગ 1.25 લાખ ગરીબોને પાક્કા મકાનો આપ્યા. અમે છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ પાક્કા મકાનો આપ્યા છે અને અમે ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ ઘર આપીશું.’

‘આ ટ્રેલર છે, હજુ તો ઘણુ કરવાનું છે’

વડાપ્રધાન મોદીએ કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકારની યોજનાઓનો ફાયદાઓ ગણાવતા કહ્યું કે, ‘NDA સરકારે ‘હર ઘર જળ’ યોજના હેઠળ મહારાષ્ટ્રના 20,000થી વધુ ગામડાઓમાં નળથી જળ પહોંચાડ્યું છે. આમાં નંદુરબારના 111 ગામડાઓ પણ સામેલ છે. હજુ તો આ ટ્રેલર છે, હજુ તો મોદીએ ઘણું બધુ કરવાનું છે અને તમારા માટે કરવાનું છે.’

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠક પર મતદાન, આ 21 બેઠકો પર ઉલટફેરની પ્રબળ શક્યતા

  VIDEO: 'મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..' મહારાષ્ટ્રમાં PM  મોદીએ સભા ગજવી 2 - image


Google NewsGoogle News