Get The App

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 65.68% મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા, જાણો ગુજરાતમાં કેટલું?

Updated: May 11th, 2024


Google NewsGoogle News

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 65.68% મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા, જાણો ગુજરાતમાં કેટલું? 1 - image

Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. હવે આગામી 13 મેના રોજ ચોથા તબક્કાની ચૂંટણી યોજાશે. ત્યારે આ પહેલા શનિવારે ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં સામે આવ્યું છે કે ચૂંટણીના ત્રીજા તબક્કાનું ફાઈનલ મતદાન 65.68 ટકા છે.

તમને જણાવી દઈએ કે ચૂંટણી પછી પણ ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો હતો. જેમાં 64.40 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું હતું, જો કે શનિવારે જાહેર કરવામાં આવેલ ડેટા ચૂંટણીના દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા કરતા લગભગ 1 ટકા વધુ છે.

કયા રાજ્યમાં કેટલું મતદાન?

આસામમાં 85.45 ટકા, બિહારમાં 59.15 ટકા, છત્તીસગઢમાં 71.98 ટકા, દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં 71.31 ટકા, ગોવામાં 76.06 ટકા, ગુજરાતમાં 60.13 ટકા, કર્ણાટકમાં 71.84 ટકા, મધ્યપ્રદેશમાં 66.75 ટકા, મહારાષ્ટ્રમાં 63.55 ટકા, ઉત્તરપ્રદેશમાં 57.55 ટકા અને પશ્ચિમ બંગાળમાં 77.53 ટકા મતદાન થયું છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 65.68% મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા, જાણો ગુજરાતમાં કેટલું? 2 - image

ચૂંટણી પંચે મતદાન બાદ આંકડા જાહેર કર્યા હતા

ત્રીજા તબક્કાના મતદાન બાદ ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા હતા. જેમાં 64.40 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચના ઘણા પ્રયત્નો છતાં ત્રીજા તબક્કામાં મતદાનના આંકડા પણ 2019 કરતા ઓછા રહ્યા. જે રાજ્યોમાં ઓછું મતદાન થયું તેમાં બિહાર, મહારાષ્ટ્ર, યુપી, ગુજરાતનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News