Get The App

‘પરિણામ મશીનો બંધ થયા છે...’ એક્ઝિટ પોલ અંગે કોંગ્રેસનો મોટો નિર્ણય, પાર્ટી નેતાઓને આપ્યા આ નિર્દેશ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
‘પરિણામ મશીનો બંધ થયા છે...’ એક્ઝિટ પોલ અંગે કોંગ્રેસનો મોટો નિર્ણય, પાર્ટી નેતાઓને આપ્યા આ નિર્દેશ 1 - image


Lok Sabha Elections 2024 Exit Poll : દેશભરમાં લોકસભા ચૂંટણીનાં છ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયા બાદ આવતીકાલે સાતમા (Election Phase 7) અને અંતિમ તબક્કામાં 57 બેઠકો માટે મતદાન યોજાવાનું છે, ત્યારબાદ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થશે. જોકે કોંગ્રેસે એક્ઝિટ પોલ અંગે મોટો નિર્ણય લીધો છે અને પાર્ટીના નેતાઓને દિશા-નિર્દેશ જારી કર્યા છે.

કોંગ્રેસ એક્ઝિટ પોલની કોઈપણ ચર્ચામાં સામેલ નહીં થાય

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેડા (Pawan Khera)એ આજે (31 મે)એ જાહેરાત કરી છે કે, કોંગ્રેસ (Congress) ટીવી પર એક્ઝિટ પોલની ચર્ચામાં સામેલ નહીં થાય. તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસ પરિણામ પહેલાની અટકળોમાં સામેલ થવા ઈચ્છતી નથી. પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક્ઝિટ પોલમાં પાર્ટી દ્વારા ભાગ ન લેવાના નિર્ણય અંગે પાર્ટીનું વક્તવ્ય શેર કર્યું છે.

‘જાહેર અનુમાનના ધમાસામમાં ભાગ લેવાનો કોઈ મતલબ નથી’

પવન ખેડાએ એક્સ પર કહ્યું છે કે, ‘મતદારોએ મત આપી દીધા છે અને મતદાનના પરિણામ મશીનોમાં બંધ થઈ ગયા છે. ચાર જૂને સૌની સામે પરિણામ આવી જશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની દ્રષ્ટિએ પરિણામ પહેલા કોઈપણ જાહેર અનુમાન લગાવી ધમાસાણમાં ભાગ લઈ, ટીઆરપીનો ખેલ કરવાનો કોઈ મતલબ નથી. કોંગ્રેસ ચાર જૂનથી ડિબેટ્સમાં ફરી સહર્ષ ભાગ લેશે.’

પહેલી જૂને અંતિમ તબક્કાનું મતદાન

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં છ તબક્કામાં 487 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ સમાપ્ત થયું છે. જ્યારે આવતીકાલે પહેલી જૂને સાતમાં તબક્કામાં 57 બેઠકો પર મતદાન યોજાશે. છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચાર માટેના પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થયા છે. સાતમાં તબક્કામાં બિહારની આઠ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ, ઓડિશાની છ, પંજાબની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની નવ અને ચંડીગઢની એક બેઠક માટે મતદાન યોજાશે. પહેલા તબક્કામાં કુલ સરેરાશ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા, ત્રીજા તબક્કામાં 61.45 ટકા, ચોથા તબક્કામાં 69.16 ટકા, પાંચમાં તબક્કામાં 62.02 ટકા અને છઠ્ઠા તબક્કામાં આશરે 60 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરાશે, જ્યારે સિક્કમ અને અરૂણાચલ પ્રદેશનું પરિણામ બીજી જૂને જાહેર કરાશે. ઓડિશા, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાનું પણ પરિણામ જાહેર કરાશે.


Google NewsGoogle News