'AAPના આકાની પત્ની પણ પીએમ પદના દાવેદાર', I.N.D.I.A. ગઠબંધન પર પીએમ મોદીના આકરા પ્રહાર

Updated: May 25th, 2024


Google NewsGoogle News
'AAPના આકાની પત્ની પણ પીએમ પદના દાવેદાર', I.N.D.I.A. ગઠબંધન પર પીએમ મોદીના આકરા પ્રહાર 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીનું આજે (25મી મે) છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે I.N.D.I.A. ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, 'તેમનો (I.N.D.I.A. ગઠબંધન) ઉદ્દેશ્ય પાંચ વર્ષમાં પાંચ પીએમ આપવાનો છે. આ યોજના હેઠળ ગાંધી પરિવારના દીકરાથી લઈને આમ આદમી પાર્ટી (AAP)ના આકાની પત્ની સુધીનું નામ પીએમ મદની રેસમાં સામેલ છે.'

પીએમ મોદીએ I.N.D.I.A. ગઠબંધન પર કર્યા પ્રહાર

પટનામાં જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'I.N.D.I.A. ગઠબંધનના તમામ પરિવારવાદી સાથે મળીને વડાપ્રધાનની ખુરશીને લઈને મ્યુઝિકલ ચેર રમવા માંગે છે. એલઈડીના જમાનામાં બિહારમાં અહીં પણ ફાનસ પણ છે. પરંતુ આ એક એવો ફાનસ છે, જે ફક્ત એક જ ઘરને પ્રકાશિત કરે છે. આ ફાનસથી બિહારમાં અંધકાર ફેલાયો છે.' નોંધનીય છે કે, આરજેડીનું ચૂંટણી ચિન્હ ફાનસ છે.

NDAની સફળતાનો એક્ઝિટ પોલ બહાર આવ્યોઃ PM મોદી

વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ચૂંટણી પરિણામોને લઈને એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે. તમે સમજો છો, જ્યારે આ I.N.D.I.A. ગઠબંધન લોકો હંમેશા ઈવીએમના વિરોધમાં બોલતા હતા. મતલબ કે એનડીએની સફળતાનો એક્ઝિટ પોલ આવી ગયો છે. ચોથી જૂને પાટલીપુત્ર અને દેશમાં પણ નવો રેકોર્ડ બનશે.' છઠ્ઠા તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરીને તેમણે લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી.

ભારતમાં ધર્મના આધારે આરક્ષણ નહીં મળેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'બિહારની આ ધરતીએ સામાજિક ન્યાયને લઈને સમગ્ર દેશને દિશા બતાવી છે. મેં બિહારમાં એસસી-એસટી-ઓબીસીના આરક્ષણના અધિકાર માટે લાંબી લડાઈ લડી છે, પરંતુ આજે હું બિહારના જાગૃત લોકો સમક્ષ દુ:ખ અને ભારે દર્દ સાથે એક કડવું સત્ય રજૂ કરી રહ્યો છું. ભારતમાં ધર્મના આધારે કોઈ અનામત આપવામાં આવશે નહીં. બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે ધર્મના આધારે આરક્ષણ નહીં મળે, પરંતુ આરજેડી-કોંગ્રેસ એસસી/એસટી/ઓબીસી ક્વોટા નાબૂદ કરીને ધર્મના આધારે તેમની મતબેન્કને અનામત આપવા માંગે છે.'

'કોંગ્રેસે મતબેન્કને ખુશ કરવા કાયદો બદલ્યો'

કોંગ્રેસ પર આરોપ લગાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આરજેડી-કોંગ્રેસે મળીને મારા યાદવ, કુર્મી, કુશવાહા, તેલી, કાન્હુ, નિષાદ, પાસવાન અને મારા મુસહર પરિવારોનું આરક્ષણ છીનવી લીધું છે. કોંગ્રેસે પોતાની મતબેન્કને ખુશ કરવા માટે રાતોરાત લઘુમતી સંસ્થાઓને લગતા કાયદામાં ફેરફાર કર્યો. આ પછી હજારો સંસ્થાઓને લઘુમતી સંસ્થાઓ જાહેર કરવામાં આવી.

'AAPના આકાની પત્ની પણ પીએમ પદના દાવેદાર', I.N.D.I.A. ગઠબંધન પર પીએમ મોદીના આકરા પ્રહાર 2 - image


Google NewsGoogle News