'વરુણને ટિકિટ ન મળતાં નાખુશ પણ..', ભાજપે દીકરાનું પત્તું કાપતાં આખરે મેનકા ગાંધીનું દર્દ છલકાયું

Updated: May 12th, 2024


Google NewsGoogle News
'વરુણને ટિકિટ ન મળતાં નાખુશ પણ..', ભાજપે દીકરાનું પત્તું કાપતાં આખરે મેનકા ગાંધીનું દર્દ છલકાયું 1 - image


Lok Sabha Elections 2024 | ભાજપના નેતા મેનકા ગાંધીએ સંકેતો આપ્યા હતા કે તેમના પુત્ર વરુણ ગાંધી ક્યારેક સરકારની ટિકા કરતા રહ્યા છે, જેને કારણે તેમને પિલિભિત બેઠક પર ઉમેદવાર બનાવવાનું ભાજપે ટાળ્યું હોઈ શકે છે. મેનકાએ કહ્યું હતું કે વરુણ કે ગાંધીને ટિકિટ ના આપી તેમ છતા તેઓ પોતાની રીતે ઘણુ કામ કરી શકે તેમ છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુલતાનપુરના ભાજપના લોકસભાના ઉમેદવાર મેનકા ગાંધીએ પીટીઆઈ સાથેના ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વરુણ ગાંધીને ભાજપે ટિકિટ ના આપી તેને લઇને એક માતા તરીકે તમને કોઈ દુઃખ થયું? જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે આ નિર્ણયથી હું ખુશ નથી. મને લાગે છે કે વરુણ ગાંધી ટિકિટ વગર પણ કામ કરી શકશે. 

મીડિયા સાથે વાતચીતમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે વરુણ ગાંધીના સ્થાને અન્યને ઉમેદવાર બનાવવામાં આવ્યા તે નિર્ણયનું પણ હું સ્વાગત કરુ છું, પક્ષના નિર્ણયને હું પડકારી ના શકું, મને વરુણ પર પુરો વિશ્વાસ છે. તે એક સક્ષમ વ્યક્તિ છે અને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરશે. 

વરુણ ગાંધી 2014માં સુલ્તાનપુર જ્યારે  2019માં પિલિભિતથી ચૂંટણી જીત્યા હતા. જોકે તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટિકા પણ કરતા આવ્યા છે. તેમણે કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂતોને સમર્થન આપ્યું હતું. આ લોકસભાની ચૂંટણીમાં વરુણ ગાંધી કોઈ પણ પ્રકારનો પ્રચાર નથી કરી રહ્યા. 10 વર્ષ પછી એવુ જોવા મળ્યું કે વરુણ ગાંધી ' ચૂંટણીથી સંપૂર્ણ દૂર રહ્યા.


Google NewsGoogle News