'મને અને અભિષેકને ટાર્ગેટ કરાઈ રહ્યા છે, અમારા જીવને જોખમ', મુખ્યમંત્રી મમતાનો મોટો આરોપ

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
'મને અને અભિષેકને ટાર્ગેટ કરાઈ રહ્યા છે, અમારા જીવને જોખમ', મુખ્યમંત્રી મમતાનો મોટો આરોપ 1 - image


Lok Sabha Elections 2024 : ટીએમસીના ચીફ મમતા બેનર્જીએ બાલુરઘાટની સભામાં કોઈનું નામ લીધા વગર આરોપ લગાવ્યો છે કે, 'તેઓ બોમ્બ ફોડવાની વાત કરી રહ્યા છે. હું પણ નિશાને છું. અભિષેક પણ નિશાને છે. તેઓ અમારો જીવ પણ લઈ શકે છે. તેઓ ખુબ ખતરનાક છે. યાદ રાખો, અમે પોતાની સુરક્ષા અંગે નથી વિચારતા. અમે લોકોની સુરક્ષા અંગે વિચારીએ છીએ.'

જણાવી દઈએ કે, શનિવાર લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ ફરીથી રાજકીય રીતે સંકેત આપવાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'તમે જુઓ, હું ડિટેઈલ નહીં બતાવું. અમે આગામી અઠવાડિયાની શરૂઆતમાં એવો બોમ્બ ફોડીશું, જેનાથી તૃણમૂલ કોંગ્રેસ હલી જશે. શાંત રહો. તૃણમૂલ કોંગ્રેસને સફળતા નહીં મળે.'

જોકે, સ્ટેજ પરથી ઉતર્યા બાદ શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, તેમનો મતલબ રાજકીય વિસ્ફોટથી હતો. જોકે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે એવો કયો રાજકીય વિસ્ફોટ કરવાના છે, જે ટીએમસીને હલાવી દેશે.

ભાજપના ષડયંત્રથી નથી ડરતા : મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યું કે, 'તમે શું બોમ્બ મારવાના છો? જો તમારામાં હિમ્મત હોય તો આજે બતાવો. છુપાયેલા શા માટે છો? નાટક કરવામાં થોડો વદુ સમય લાગે કે નહીં? અમારી પાસે પણ માહિતી છે. તમે બંગાળને બદનામ કરવા માટે બહારથી કેટલાક ઉપદ્રવીઓને અહીં મોકલ્યા છે, પરંતુ અમે પણ જોઈ લઈશું. બોમ્બના બદલે બોમ્બ નહીં, બોમ્બના બદલે રવીન્દ્ર સંગીતમાં વિશ્વાસ કરીએ છીએ.'

અમે સત્ય બહાર લાવીશું અને લડીશું : મમતા બેનર્જી

શુભેન્દુ અધિકારીનું નામ લીધા વિના મમતાએ કહ્યું કે, 'તેમને જણાવી દઈએ કે બોમ્બ વિસ્ફોટની ધમકીથી નથી ડરતી. તેઓ પોતાની સંપત્તિ બચાવવા માટે ડરથી ભાજપમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે, TMCના પૂર્વ મંત્રી શુભેન્દુ અધિકારી બંગાળમાં 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.


Google NewsGoogle News