'ક્લીન સ્વીપ કરીશું...' આંધ્રપ્રદેશમાં ભાજપ અને ટીડીપી વચ્ચે ડીલ ફાઈનલ, ચંદ્રબાબૂએ આપી પ્રતિક્રિયા

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
'ક્લીન સ્વીપ કરીશું...' આંધ્રપ્રદેશમાં ભાજપ અને ટીડીપી વચ્ચે ડીલ ફાઈનલ, ચંદ્રબાબૂએ આપી પ્રતિક્રિયા 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ને લઈને આંધ્રપ્રદેશમાં પણ NDA ગઠબંધનમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચૂકી છે. ભાજપ 6 લોકસભા અને જનસેના 2 બેઠકો પર લોકસભા ચૂંટણી લડશે. વિધાનસભા ચૂંટણી માટે બંને પાર્ટીઓના ખાતામાં 30 બેઠકો આવી. ત્યારે ટીડીપી 17 લોકસભા અને 145 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. આંધ્રપ્રદેશમાં લોકસભાની 25 અને વિધાનસભાની 175 બેઠકો છે.

ચંદ્રબાબૂ નાયડૂ અને પવન કલ્યાણે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બેઠક વહેંચણીનો ફોર્મ્યુલા નક્કી થયો. લગભગ 50 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં ટીડીપી, ભાજપ, જનસેના વચ્ચે બેઠક વહેંચણી સમાયોજન પર ચર્ચા થઈ અને આ ચર્ચા સફળ રહી. ભાજપ અરાકૂ, રાજમુંદરી, નરસાપુરમ, તિરુપતિ, હિન્દુપુર, રાજમપેટ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી શકે છે. ત્યારે, જનસેના અનકાપલ્લી, કાકીનાડા અથવા મછલીપટ્ટનમ બેઠકથી ઉમેદવાર ઉતારી શકે છે.

મુલાકાત બાદ ચંદ્રબાબૂ નાયડૂએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપ, ટીડીપી અને જનસેના પાર્ટી વચ્ચે ચૂંટણીમાં ગઠબંધનને લઈને સહમતિ બની ગઈ છે. આ સ્વાઈપ હશે. આંધ્રપ્રદેશ ખરાબ રીતે બરબાદ થઈ ગયું છે. ભાજપ, ટીડીપીના એક સાથે આવવાથી દેશ અને રાજ્યનું ભલું થશે.

લોકસભાની સાથે યોજાવાની છે વિધાનસભા ચૂંટણી

આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં બેઠક વહેંચણીને લઈને મોડું થઈ રહ્યું હતું. ત્યારે, કેટલીક બેઠકો અને ઉમેદવારોને લઈને ભાજપ અને ટીડીપીમાં મતભેદ પણ હતા. સૂત્રોના અનુસાર, ભાજપ 25 બેઠકોમાં 6 બેઠકોની માંગ કરી રહી હતી, જ્યારે ટીડીપી 4 બેઠકો આપવા માટે તૈયાર હતી. તેવામાં આ ફોર્મ્યુલા નક્કી કરાયો હતો કે ભાજપ અને જનસેના બંને મળીને 8 લોકસભા બેઠકો અને 30 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.

વિધાનસભા ચૂંટણી 2019ના પરિણામ

આંધ્રપ્રદેશમાં ગત વિધાનસભા ચૂંટણીમાં વાયએસઆરસીએ જીત મેળવી હતી. રાજ્યની 175માંથી 151 વિધાનસભા બેઠકો આ પાર્ટીના ખાતામાં ગઈ હતી અને જગનમોહન રેડ્ડી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. ટીડીપીને 23 બેઠકો મળી હતી અને અન્યના ખાતામાં એક બેઠક ગઈ હતી. કોંગ્રેસ અને ભાજપના ખાતામાં કોઈ બેઠક ન ગઈ. લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને રાજ્યમાં ખાલી હાથ રહેવું પડ્યું હતું. રાજ્યની કુલ 25 બેઠકોમાં 22 વાયએસઆરસીના ખાતામાં ગઈ હતી. ત્યારે, ટીીપીને ત્રણ બેઠકો મળી હતી. આ વખતે ગઠબંધન દ્વારા ભાજપ રાજ્યમાં પોતાનું પ્રદર્શન સારી રીતે કરવા માંગે છે.


Google NewsGoogle News