EXIT POLLમાં ભાજપની જીતનું અનુમાન પણ રાહુલ ગાંધી માટે 4 રાજ્યોમાં 'ગુડ ન્યૂઝ'!

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
EXIT POLLમાં ભાજપની જીતનું અનુમાન પણ રાહુલ ગાંધી માટે 4 રાજ્યોમાં 'ગુડ ન્યૂઝ'! 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલે સંકેત આપી રહ્યા છે કે મોદી સરકાર ફરી એકવાર વધુ તાકાત સાથે દેશમાં પુનરાગમન કરી રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને આ વખતે 365 બેઠક જીતી શકે છે. I.N.D.I.A. ગઠબંધનને 146 બેઠકો મળી શકે છે, જેનો અર્થ એ છે કે ફરી એકવાર વિપક્ષી ગઠબંધન સફળ થાય તેવું લાગતું નથી. જો કે, આ પરિણામો વચ્ચે પણ રાહુલ ગાંધી માટે એક ગુડ ન્યૂઝ છે. એવા ઘણાં રાજ્યો છે જ્યાં કોંગ્રેસ એક્ઝિટ પોલના વલણો અનુસાર છેલ્લી વખત કરતા વધુ સારું પ્રદર્શન કરી રહી છે.

ઉત્તર પ્રદેશથી કોંગ્રેસ તરફથી સારા સમાચાર છે

ઉત્તર પ્રદેશમાં ભાજપની સાથે કોંગ્રેસ માટે પણ સારા સમાચાર છે. ભાજપ 2019 કરતા યુપીમાં સારું પ્રદર્શન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કોંગ્રેસને અહીં કોઈ નુકસાન નથી થઈ રહ્યું. એનડીટીવીના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપ અને તેના સહયોગી દળો યુપીમાં 68 બેઠક જીતી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 62 બેઠકો જીતી હતી. બીજી તરફ સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડનાર કોંગ્રેસ પાર્ટી પણ આ વખતે રાજ્યમાં સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. સપા-કોંગ્રેસ ગઠબંધનને 12 બેઠકો મળવાનો અંદાજ છે. કારણ કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં 10 બેઠકો જીતનાર માયાવતીની બસપાને આ વખતે કોઈ બેઠક મળવાની આશા નથી. આ વખતે રાહુલ ગાંધી યુપીની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડ્યા છે.

બિહારમાં કોંગ્રેસને ફાયદો થતો જણાય છે

બિહારમાં 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કર્યું અને 40 માંથી 39 બેઠકો જીતી. મહાગઠબંધનને માત્ર 1 બેઠક મળી હતી. જો કે એનડીટીવીના એક્ઝિટ પોલ મુજબ, આ વખતે ભાજપને 33 બેઠક મળી શકે છે. I.N.D.I.A.ને આ વખતે 6 બેઠકો મળવાની સંભાવના છે અને 1 બેઠક અન્યના ખાતામાં જશે. એટલે કે મહાગઠબંધનને બિહારમાં ફાયદો થતો જણાય છે.

રાજસ્થાનમાં કોંગ્રેસનું સારૂ પ્રદર્શન

લોકસભા ચૂંટણી 2019માં ભાજપે રાજસ્થાનમાં 25માંથી તમામ 25 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે એક્ઝિટ પોલના વલણો અનુસાર રાજસ્થાનમાં ભાજપને 3થી 6 બેઠકો ગુમાવવી પડી રહી છે. સાથે જ I.N.D.I.A.ને 5-7 બેઠક મળવાની આશા છે. એનડીટીવીના એક્ઝિટ પોલ અનુસાર, લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 21 બેઠકો મળવાની ધારણા છે અને I.N.D.I.A.ને ચાર બેઠક મળવાની ધારણા છે.

હરિયાણામાં ભાજપ ક્લીન સ્વીપ નહીં કરી શકે!

હરિયાણામાં લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 10માંથી 10 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે સંજોગો બદલાયા છે. ખેડૂતોના આંદોલન, જાટ આરક્ષણ જેવા મુદ્દાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ સાંભળવામાં આવ્યા છે, જેની અસર લોકસભા ચૂંટણીના પરિણામોમાં જોવા મળી શકે છે. એનડીટીવીના એક્ઝિટ પોલ મુજબ, આ વખતે ભાજપને 3 સીટોનું નુકસાન થઈ શકે છે. હરિયાણામાં આ વખતે ભાજપને 7 સીટો મળી શકે છે. ત્રણ બેઠક I.N.D.I.A.ને ફાળે જઈ રહી છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં ભાજપનો ઉદય, શું આ દક્ષિણ ભારતના દ્રવિડ રાજકારણનો યુગ પૂરો થવાની શરૂઆત છે?



Google NewsGoogle News