તમામ EXIT POLL માં NDAને 350થી વધુ બેઠક, આ વખતે ઘણાં રાજ્યોમાં ક્લિનસ્વિપ નહીં થાય

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
તમામ EXIT POLL માં NDAને 350થી વધુ બેઠક, આ વખતે ઘણાં રાજ્યોમાં ક્લિનસ્વિપ નહીં થાય 1 - image


Lok Sabha Elections 2024 EXIT POLL | લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તેની સાથે જ આ ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઇ રહ્યો છે તેને લઈને એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના I.N.D.I.A. ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો વિશ્વાસ છે ત્યારે એકજૂટ થઈ ચૂકેલા વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ને પણ આ વખતે મોદી લહેરને પડકારતાં વિજયની આશા છે કારણ કે, કોંગ્રેસની પણ 50 બેઠક વધી શકે છે. 

તમામ EXIT POLL માં NDAને 350થી વધુ બેઠક, આ વખતે ઘણાં રાજ્યોમાં ક્લિનસ્વિપ નહીં થાય 2 - image

28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 543 બેઠકો પર યોજાઈ હતી લોકસભા ચૂંટણી 

આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે 542 બેઠકો પર ટૂંક સમયમાં એક્ઝિટ પોલના પરિણામ જાહેર થશે.  

EXIT POLL LIVE UPDATES :  

8:08 PM  ગુજરાતની 26 બેઠકો પર તમામ પોલમાં ભાજપેે સપાટો બોલાવ્યો 

 

8:07 PM 

ઉત્તર પ્રદેશમાં લોકસભા કુલ 80 બેઠકોમાંથી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને 62થી 68 બેઠકો મળવાનો અંદાજ 

8:06 PM 

ઝારખંડમાં ઈન્ડિયાને ઝટકો, કમળ ખીલે તેવા અનુમાન 

8:05 PM 

પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને ઝટકો, ભાજપને 22થી 26 બેઠક પર કબજો મળી શકે.

8:04 PM 

આસામમાં ભાજપ સપાટો બોલાવી શકે છે. 

8:03 PM 

જમ્મુ-કાશ્મીરમાં જેકેએનસીને 3 બેઠકનો અંદાજ 

8:02 PM  

હિમાચલમાં પણ ભાજપ બમ્પર જીત ભણી 

8:01 PM 

હરિયાણામાં ભાજપને 6 થી 8 બેઠક મળી શકે છે. 

8:00 PM 

દિલ્હીમાં ભાજપને 6થી 7 બેઠકોનો અંદાજ, કોંગ્રેસને 0-1, જ્યારે આપને 0 બેઠક મળશે તેવા સંકેત 

7:55 PM ગોવામાં એનડીએ અને ઈન્ડિયા વચ્ચે ટક્કર 

સીવોટર એક્ઝિટ પોલ અનુસાર ગોવાની 2 લોકસભા બેઠક પર એનડીએને 1માં તો ઈન્ડિયા ગઠબંધનને 1માં જીત મળવાની શક્યતા છે. અન્યના ખાતામાં શૂન્ય બેઠકો આવે તેવી સંભાવના છે. 

7:30 PM 

રાજસ્થાનમાં પણ ભાજપને 21થી 23 બેઠક મળશે

7:20 PM 

એક્ઝિટ પોલ અનુસાર ઓડિશામાં પણ ભાજપના નેતૃત્વમાં એનડીએ જીત તરફ 


7:18 PM 

એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે બિહારમાં NDAને નુકસાન થવાનું અનુમાન

BJP: 13-15
JDU: 9-11
LJPR: 5
RJD: 6-7
INC: 1-2
અન્ય: 0-2

7:17 PM

પુડ્ડુચેરીમાં પણ ભાજપ જીતે તેવા સંકેત 

7:16 PM

છત્તીસગઢમાં ભાજપનો ધમાકેદાર વિજય થાય તેવી શક્યતા 

7:15 PM

મધ્યપ્રદેશમાં ભાજપ તમામ બેઠકો પર ક્લિનસ્વીપ કરે તેવા ચાન્સ 

7:11 PM  

મહારાષ્ટ્રમાં એનડીએને 45 ટકા, I.N.D.I.A. ગઠબંધનને 44 ટકા અને અન્યને 11 ટકા વોટ મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર મહારાષ્ટ્રમાં નજીકની હરીફાઈ જોવા મળી શકે છે. એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી NDAને 22-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 23-25 ​બેઠકો મળવાની સંભાવના છે.

7:10 PM 

ન્યૂઝ 24 અને ટુડેઝ ચાણક્યના પોલમાં ગુજરાતમાં ભાજપ 25માંથી 25 બેઠકો જીતી જશે. કુલ 26 બેઠકમાંથી 1 સુરતની બેઠક તે જીતી ચૂક્યો છે. 

7:06 PM 

રિપબ્લિક ભારત અનુસાર ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળવાનો અંદાજ. 

7:05 PM બિહારમાં એનડીએ છવાઈ જશે 

એક્ઝિટ પોલ અનુસાર બિહારમાં આ વખતે એનડીએ 29-33 બેઠકો જીતી શકે છે. જ્યારે ઈન્ડિયાના ખાતામાં ફક્ત 7-10 બેઠકો આવી શકે છે. જ્યારે અપક્ષને 0-2 બેઠક મળી શકે છે. 

7:01 PM  કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની બોલબાલા? 

એક્ઝિટ પોલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની 7 લોકસભા બેઠકોની વાત કરીએ તો એનડીએના ખાતામાં 2-6 સીટો જતી દેખાઈ રહી છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 1-3 સીટ મળવાની શક્યતા છે. અન્યોને 0 બેઠક મળવાના સંકેત છે.

7:00 PM નોર્થ ઈસ્ટના રાજ્યોમાં એનડીએનો સપાટો, ઈન્ડિયા ગઠબંધનને ઝટકો 

એક્ઝિટ પોલમાં નોર્થ ઈસ્ટના રાજ્યોની 25 બેઠકોમાંથી એનડીએને 16-21 બેઠકો, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 3-7 અને અન્યને 1-2 બેઠકો મળતી દેખાઈ રહી છે. 

6:55 PM : 

Republic TV - P MARQના એક્ઝિટ પોલમાં ભાજપને જંગી બહુમતીનું અનુમાન, N.D.A.ને 359, I.N.D.I.A. ને 154 બેઠકો જીતી શકે

6:54 PM : જન કી બાતનાં એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ 400નાં આંકડાની નજીક પહોંચશે

NDA- 362-392

I.N.D.I.A. - 141-161

અન્યને 10-20 બેઠકો મળશે

6:50 PM  | તેલંગણામાં એનડીએ કરશે કમાલ, બીઆરએસને ઝટકો 

તેલંગાણાને લગતા એક્ઝિટ પોલમાં NDAને 33 ટકા, ઇન્ડિયા એલાયન્સને 39 ટકા, BRSને 20 ટકા, AIMIMને 2 ટકા અને અન્યને 6 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. જો આપણે સીટોની વાત કરીએ તો, એનડીએને 7-9 બેઠકો મળી રહી છે, I.N.D.I.A. ગઠબંધનને 7-9 બેઠકો મળી રહી છે અને અન્યને 0-1 બેઠકો મળી રહી છે.

6:46 PM 

કર્ણાટકની કુલ 28 બેઠકોમાંથી ભાજપને 20-22, કોંગ્રેસને 3-5 અને જેડીએસને 3 બેઠકો મળવાની સંભાવના

6:45 PM 

ગુજરાતમાં ભાજપને 23 બેઠકો મળવાનું અનુમાન, 15 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખુલે તેવી સંભાવના, કોંગ્રેસને બે બેઠક મળે તેવું અનુમાન 

6:40 PM 

આંધ્રપ્રદેશમાં એનડીએને કુલ 25 બેઠકોમાંથી 21-25 બેઠક મળવાની સંભાવના, જેમાં I.N.D.I.Aને   0 બેઠક જ્યારે YSRCPને 4 બેઠક મળવાની સંભાવના

6:37 PM  

રિપબ્લિક ભારત અનુસાર એનડીએને 353-368 બેઠક જ્યારે કોંગ્રેસને 113-118 જ્યારે અન્યને 43-48 બેઠકો મળવાની શક્યતા. 

6:36 PM તમિલનાડુમાં શું છે સ્થિતિ? 

તમિલનાડુમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 2-4 બેઠક આવવાની સંભાવના, INDIA ગઠબંધનમાં 33-37 બેઠકો મળવાની શક્યતા. માહિતી અનુસાર  તમિલનાડુમાં કુલ 39 બેઠકોમાંથી ડીએમકે 20-22, AIADMKને 2 બેઠક મળી શકે છે.  

6:35 PM કેરળમાં ભાજપનું ખાતું ખૂલી શકે 

કેરળની 20 બેઠકોમાંથી ભાજપ+ 2-3 બેઠકો, કોંગ્રેસ+ને 17-18 બેઠકો મળવાની શક્યતા, એલડીએફ પક્ષ 1 બેઠક જીતી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં I.N.D.I.A ગઠબંધન નથી.

કોંગ્રેસે પોતાનો નિર્ણય બદલ્યો, એક્ઝિટ પોલમાં ભાગ લેશે

સાતમા તબક્કાના મતદાન વચ્ચે આજે દિલ્હીમાં I.N.D.I.A. બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક બાદ કોંગ્રેસે એક્ઝિટ પોલમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટ કર્યું કે, પૂર્વ નિર્ધારિત એક્ઝિટ પોલ પર ભાજપ અને તેની સિસ્ટમનો પર્દાફાશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્ઝિટ પોલમાં ભાગ લેવાના પક્ષ અને વિપક્ષના કારણો પર ચર્ચા કર્યા બાદ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે I.N.D.I.A. ગઠબંધનના તમામ સાથી પક્ષો આજે સાંજે ટેલિવિઝન પર એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ લેશે.'

2019માં  એક્ઝિટ પોલ શું હતા? 

2019ની લોકસભા ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપની તરફેણમાં માહોલ જોવા મળ્યું અને વિપક્ષ વેરવિખેર લાગી રહ્યું હતું. 2019માં મોટાભાગના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ અને NDA 300 થી વધુ બેઠક મેળવીને જંગી બહુમતી સાથે જીતશે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં UPA ગઠબંધનને લગભગ 100 બેઠક મળવાની ધારણા હતી. લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવ્યા પછી, એક-બે સિવાયના મોટાભાગના એક્ઝિટ પોલની આગાહી સાચી સાબિત થઈ હતી.

પોલ એજન્સી

ભાજપ+

કોંગ્રેસ+

SP-BSP+

અન્ય

ઇન્ડિયા ટુડે-એક્સિસ

માય ઇન્ડિયા

339-365

77-108

10-16

59-79

ટાઈમ્સ નાઉ-VMR

306

132

20

84

સી-વોટર

287

128

40

87

ABP-નીલસન

277

130

45

90

ન્યૂઝ 24-ચાણક્ય

350

95

--

97


2019ની લોકસભા ચૂંટણીમાં શું પરિણામ આવ્યા હતા

લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સતત બીજી વખત પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યું હતું. ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 52, DMK અને TMC 24-24, YSRCP 22, શિવસેનાને 18, JDU 16, BJD 12, BSP 10, TRS (હવે BRS) 10, LJP 6, SP અને NCP 5-5 તથા અન્યને 39 બેઠકો મળી હતી.

96.88 કરોડ મતદારોએ મતાધિકારનો કર્યો પ્રયોગ 

આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ (Total Voters Registered) થયા હતા, જેમાં પુરુષ મતદારો 49.72 કરોડ, મહિલા મતદારો 47.15 કરોડ, થર્ડ જેન્ડર 48044, 18 વર્ષથી ઓછી વયના મતદારો 1.84 કરોડ, 20 થી 29 ઓછી વયના મતદારો 19.74 કરોડ, વિકલાંગ મતદારો 88.35 લાખ, 80થી વધુ વયના મતદારો 1.85 કરોડ, 100થી વધુ વયના 2.38 લાખ મતદારો રજિસ્ટર્ડ થયા હતા.

ભારતમાં ક્યારે થઈ શરૂઆત ?

Exit Poll અને ભારતના સંબંધની વાત છે તો સ્વતંત્રતા પછીની બીજી સામાન્ય ચૂંટણી દરમિયાન 1957માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવેલો પહેલો સર્વે તેના વડા એરિક ડી'કોસ્ટા દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે તેને એક્ઝિટ પોલ ગણવામાં આવ્યો ન હતો. ત્યારબાદ વર્ષ 1980 અને 1984માં ડો. પ્રણય રોયના નેતૃત્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) દ્વારા ભારતમાં 1996માં એક્ઝિટ પોલની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પત્રકાર નલિની સિંહે દૂરદર્શન માટે એક્ઝિટ પોલ કરાવ્યો હતો, જેના માટે CSDSએ ડેટા એકત્ર કર્યો હતો. આ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ લોકસભા ચૂંટણી જીતશે અને ખરેખર એવું જ થયું. જોકે તેની અસર ચૂંટણી પરિણામો પર પણ પડી હતી. આ પછી દેશમાં એક્ઝિટ પોલનો ટ્રેન્ડ વધ્યો અને વર્ષ 1998માં એક ખાનગી ન્યૂઝ ચેનલે પ્રથમ વખત એક્ઝિટ પોલનું પ્રસારણ કર્યું હતું.

તમામ EXIT POLL માં NDAને 350થી વધુ બેઠક, આ વખતે ઘણાં રાજ્યોમાં ક્લિનસ્વિપ નહીં થાય 3 - image


Google NewsGoogle News