Get The App

વડાપ્રધાન મોદીને હરાવવા પ્રશાંત કિશોરે જણાવ્યો ઉપાય, મોટી રાજકીય ભવિષ્યવાણી પણ કરી...

કેન્દ્રમાં બિરાજિત ભાજપ પીએમ મોદીના જોરે ફરી એકવાર ત્રીજી વખત સરકારમાં આવવાની આશા રાખી રહ્યો છે

જ્યારે વિપક્ષ ભાજપના વિજયરથને રોકવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યો છે

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીને હરાવવા પ્રશાંત કિશોરે જણાવ્યો ઉપાય, મોટી રાજકીય ભવિષ્યવાણી પણ કરી... 1 - image


Prashant Kishor On PM Modi : લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત ગમે ત્યારે થાય તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે દેશના નાના-મોટા રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં બિરાજિત ભાજપ પીએમ મોદીના જોરે ફરી એકવાર ત્રીજી વખત સરકારમાં આવવાની આશા રાખી રહ્યો છે. જ્યારે વિપક્ષ ભાજપના વિજયરથને રોકવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યો છે. 

અનેક સરવેમાં પીએમ મોદીને પોપ્યુરાલિટીનો ફાયદો મળવાનો દાવો 

અનેક ચૂંટણી સરવેમાં સામે આવ્યું કે પીએમ મોદીની પોપ્યુલારિટીનો ફાયદો આ વખતે પણ ભાજપને મળશે અને તેમની સામે બીજા કોઈને પડકાર ફેંકી શકે તેવી સ્થિતિમાં જ નથી. જોકે આ મામલે પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહરચનાકાર અને જનસુરાજ સંગઠનના સંયોજક પ્રશાંત કિશોરે કહ્યું કે એવું નથી કે પીએમ મોદીને હરાવી ના શકાય. તેમને પણ હરાવી શકાય છે. 

પીએમ મોદીને કોણ પડકારશે? 

એક કાર્યક્રમમાં પ્રશાંત કિશોરે કહ્યું કે જે પણ વ્યક્તિ 5 વર્ષ ગ્રાઉન્ડ લેવલ પર જઈને મહેનત કરવા તૈયાર હશે તે મોદીને પડકારી શકશે. એવા ભ્રમમાં ના રહેશો કે કોઈ તેમને હરાવી નહીં શકે કે પછી તે એટલા પોપ્યુલર છે કે કોઈ તેમની સામે ટકી શકે નહીં. મોદીને હરાવી શકાય છે અને ભૂતકાળમાં આવું થયું છે અને ભવિષ્યમાં પણ આવું થશે. લોકોને રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીના સમયે પણ એવું જ લાગતું હતું કે તેમને હરાવી નહીં શકાય. પણ 1977ની વાત કરીએ તો તે સમયે જેપીએ ઈન્દિરા ગાંધીને પડકાર્યા હતા. 

2024માં કેવી છે સ્થિતિ? 

પ્રશાંતે કહ્યું કે જે સમયે કોંગ્રેસનો ડંકો વાગતો હતો દેશની 4 હજારથી વધુ વિધાનસભાઓમાં 2500થી 2700 જેટલા ધારાસભ્યો તો તેમના જ હતા. આજના સમયમાં ભાજપની સ્થિતિ એવી મજબૂત છે જ નહીં. વધારેમાં વધારે 1600થી 1700 જ ધારાસભ્યો ભાજપના છે. એવું કહેવાતું હતું કે આજ સુધી આટલા મોટા નેતા ન તો પેદા થયા છે અને ન તો થશે. હાં 2024માં એવું થતું દેખાતું નથી. 

વડાપ્રધાન મોદીને હરાવવા પ્રશાંત કિશોરે જણાવ્યો ઉપાય, મોટી રાજકીય ભવિષ્યવાણી પણ કરી... 2 - image


Google NewsGoogle News