'...તો જ ભાજપ 300ને પાર જશે', કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના નિવેદનથી મચી ગયો ખળભળાટ

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
'...તો જ ભાજપ 300ને પાર જશે', કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના નિવેદનથી મચી ગયો ખળભળાટ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના સાત તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. આ પોલમાં ભાજપ માટે બમ્પર જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે કોંગ્રેસે આ પોલને ખોટા ગણાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા સામે છે. તેમણે કહ્યું કે, 'ભાજપને બહુમત મળવાનો નથી. કોઈ ભલે ગમે તે કહે, પરંતુ આંકડા આવા નહીં હોય કારણ કે લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે.'

કોંગ્રેસ નેતાએ ઈવીએમ અંગે શું કહ્યું?

ઈવીએમ અંગે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ જણાવ્યું કે, 'જો ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવે તો જ ભાજપ લોકસભા ચૂંટણીમાં 300થી વધુ બેઠકો મેળવી શકે છે. ભાજપ બહુમતથી દૂર રહેશે અને કોંગ્રેસ 295 લોકસભા બેઠક જીતી રહી છે.'

અમે 295થી વધુ બેઠક જીતવાના છીએ: મલ્લિકાર્જુન ખડગે

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધનની મોટી બેઠક યોજાઈ હતી. બીજી જૂને I.N.D.I.A.ના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે 'લોકસભા ચૂંટણી 2024માં I.N.D.I.A. ગઠબંધન 295થી વધુ બેઠક જીતશે.

NDAને 350થી વધુ બેઠક મળવાનું અનુમાન

આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે 542 બેઠકો પર એક્ઝિટ પોલના પરિણામ થઈ રહ્યા છે. જેમાં મોટા ભાગના પોલમાં એનડીએ 350થી વધુ અને I.N.D.I.Aને 125થી વધુ બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  

'...તો જ ભાજપ 300ને પાર જશે', કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના નિવેદનથી મચી ગયો ખળભળાટ 2 - image


Google NewsGoogle News