Congress Candidates List : કોંગ્રેસે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી, જાણો કોને આપી ટિકિટ
કોંગ્રેસે સાતમી યાદીમાં પાંચ ઉમેદવારના નામ જાહેર કર્યા
કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 198 ઉમેદવારોના નામ જાહેર કર્યા
Congress Candidates List : કોંગ્રેસે લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટે પોતાના ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ યાદીમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી ચાર ઉમેદવારો છત્તીસગઢ બેઠક પરથી છે. જ્યારે એક ઉમેદવાર તમિલનાડુના છે. યાદી મુજબ કોંગ્રેસે છત્તીસગઢની સુરગુજા બેઠક પરથી શશિ સિંહ, રાયગઢથી મેનકા દેવી સિંહ, બિલાસપુરથી દેવેન્દ્ર સિંહ યાદવ, કાંકેરથી બ્રજેશ ઠાકુર અને તમિલનાડુની માયલાદુથુરાઈથી એડવોકેટ આર. સુધાને ઉમેદવાર બનાવ્યા છે. આ અગાઉ કોંગ્રેસે ગઈકાલે છઠ્ઠી યાદી અને રવિવારે પાંચમી યાદી જાહેર કરી હતી.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की सातवीं लिस्ट जारी की गई। pic.twitter.com/d4gAICuS45
— Congress (@INCIndia) March 26, 2024
કોંગ્રેસે અત્યાર સુધીમાં 198 ઉમેદવારોના નામ જાહેર કર્યા
કોંગ્રેસે પ્રથમ યાદીમાં 39, બીજીમાં 43, ત્રીજીમાં 57, ચોથીમાં 46, પાંચમીમાં ત્રણ, છઠ્ઠીમાં પાંચ અને આજે પાંચ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. આમ કોંગ્રેસે અત્યાર સુધીમાં 198 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
દેશમાં 543 બેઠકો પર 7 તબક્કામાં ચૂંટણી થશે
ભારતના ચૂંટણી પંચ તરફથી દેશભરની 543 બેઠકો પર સાત તબક્કાઓમાં ચૂંટણી કરાવવાનો કાર્યક્રમ જાહેર કરાઈ ચૂક્યો છે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલ, 2024એ થશે, જ્યારે સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. તમામ બેઠકોના ચૂંટણી પરિણામ એક સાથે ચોથી જૂન, 2024ના રોજ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે,સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 19મા એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13મી મે, 20મી મે, 25મી મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ સાતમી મેના રોજ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.