Get The App

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, જાણો ઓડિશા-બંગાળમાં કયા ઉમેદવારને અપાઈ ટિકિટ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, જાણો ઓડિશા-બંગાળમાં કયા ઉમેદવારને અપાઈ ટિકિટ 1 - image


Congress Candidate List : કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. પાર્ટીએ ઓડિશાની ત્રણ અને પશ્ચિમ બંગાળની એક બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ને અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભા ચૂંટણી-2024 માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કોંગ્રેસ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે.

કોંગ્રેસે BJPના સૌમેંદુ સામે ઉર્બશી ભટ્ટાચાર્યને ટિકિટ આપી

કોંગ્રેસે ઓડિશાની સંભલપુર બેઠક પરથી દુલાલ ચંદ્ર પ્રધાનને, ક્યોંઝર બેઠક પરથી બિનોદ બિહારી નાયક, અસ્કા બેઠક પરથી દબકાંત શર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ ઓડિશાની ક્યોંઝર બેઠક પર અગાઉ મોહન હેમબ્રામનું નામ જાહેર કર્યું હતું, જોકે આ બેઠક પર ઉમેદવાર બદલીને બિનોદ બિહારી નાયકને ટિકિટ આપી છે. જ્યારે પશ્ચિમ બંગાળની કાંથી બેઠક પર કોંગ્રેસના ઉર્બશી ભટ્ટાચાર્યને ટિકિટ અપાઈ છે.

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, જાણો ઓડિશા-બંગાળમાં કયા ઉમેદવારને અપાઈ ટિકિટ 2 - image

સંબલપુર બેઠક પર ત્રિકોણીયો જંગ

તૃણમૂલ કોંગ્રેસે (TMC) પશ્ચિમ બંગાળની કાંથી બેઠક પર ઉત્તમ બરિકને ટિકિટ આપી છે, જ્યારે BJPએ આ બેઠક પર પશ્ચિમ બંગાળ વિધાનસભા વિપક્ષના નેતા સુવેંદુ અધિકારી (Suvendu Adhikari)ના ભાઈ સૌમેંદુ અધિકારીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ઓડિશાના સંબલપુર બેઠક પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ને ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર બીજેડીએ પ્રણવ પ્રકાશ દાસને ટિકિટ આપી મુકાબલો ત્રિકોણીય બનાવી દીધો છે.

ઓડિશાની ક્યોંઝર લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. આ બેઠક પર BJDએ ધનુર્જય સિદ્ધુ અને ભાજપે મોહન ચરણ માઝીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બીજેડીએ અસ્કા બેઠક પર રંજીતા સાહુને ટિકિટ આપી છે.


Google NewsGoogle News