Get The App

હિમાચલ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ એમ ચાર રાજ્યમાં ભાજપની ક્લિન સ્વિપ નિશ્ચિત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
હિમાચલ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ એમ ચાર રાજ્યમાં ભાજપની ક્લિન સ્વિપ નિશ્ચિત 1 - image

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની મતગણતરીનું પરિણામ આજે (ચોથી જૂન) જાહેર થશે છે. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આ વખતે જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે, ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ભારતીય ગઠબંધન એક્ઝિટ પોલ વિરુદ્ધ પરિણામોની અપેક્ષા રાખી રહ્યું છે. આ દરમિયાન ચૂંટણીના પરિણામોના વલણમાં  હિમાચલ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ ભાજપની ક્લિન સ્વિપ નિશ્ચિત જણાઈ રહી છે. 

ચાર રાજ્યોમાં ભાજપ આગળ

હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવારો રાજીવ ભારદ્વાજ, કંગના રણૌત, અનુરાગ સિંહ ઠાકુર અને સુરેશ કુમાર કશ્યપ હિમાચલ પ્રદેશની ચારેય લોકસભા બેઠકો કાંગડા, મંડી, હમીરપુર અને શિમલા પર આગળ છે. બીજી તરફથ દિલ્હીની સાત ભાજપ આગળ ચાલી રહી છે. તો મધ્યપ્રદેશની 29 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો છે. આ વખતે કુલ 851 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપ 37 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ સાત બેઠક, સપા 33 બેઠક પર અને આરજેડી બે બેઠક આગળ ચાલી રહી છે. 

NDA હેટ્રિક મારશે કે પછી I.N.D.I.A. આપશે સરપ્રાઈઝ?

લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષો અને ગઠબંધન પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ આજે એ સ્પષ્ટ થઈ જશે કે એનડીએ ત્રીજી વખત સત્તામાં આવશે કે વિપક્ષ I.N.D.I.A. ગઠબંધન કોઈ સરપ્રાઈઝ આપશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે I.N.D.I.A.ને 295 સીટો મળશે. જ્યારે NDA 400 બેઠક જીતવાનો દાવો કરે છે. 

કયા પક્ષના કેટલાં ઉમેદવારો ચૂંટણી મેદાને? 

છ રાષ્ટ્રીય પક્ષો પૈકીના એક બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ સૌથી વધુ 488 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. ત્યારબાદ ભાજપે 441, કોંગ્રેસે 328, સીપીઆઇ(એમ)એ ૫૨ જ્યારે આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. રાજ્ય કક્ષાના પક્ષોની વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટીએ 71, તૃણમૂલે 48 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. એઆઇએડીએમકેએ 36, સીપીઆઇએ 30, વાયએસઆરસીપીએ 25, રાજદએ 24 અને ડીએમકેએ 22 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. બિનસત્તાવાર પક્ષોની વાત કરવામાં આવે તો સોશિયલ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ) એ  150, પીપલ્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (ડેમોક્રેટિક)એ 79 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. 


Google NewsGoogle News