ચૂંટણી પરિણામો પહેલા પશ્ચિમ બંગાળમાં બોમ્બ બ્લાસ્ટ, 5 લોકો ઈજાગ્રસ્ત
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. મતગણતરી પહેલા પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના જાદવપુરના ભાંગુડ બ્લોક 2ના ઉત્તર કાશીપુરના ચલતાબેરિયામાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં ISF પંચાયતના એક નેતા પણ સામેલ છે.
ગેરકાયદે દેશી બોમ્બ બનાવવાનું કામ ચાલતું હતું
અહેવાલો અનુસાર, ચલતાબેરિયામાં સોમવારે રાત્રે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. અહીં ગેરકાયદે દેશી બોમ્બ બનાવવાનું કામ ચાલતું હતું. આ બ્લાસ્ટમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ વધુ બગડતાં તેમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કોલકાતા પોલીસ ઘટના સ્થળે તહેનાત કરવામાં આવી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.