લોકસભાની આ 40 બેઠકો ભાજપનું બહુમતીનું સપનું તોડી નાખે તેવા સંકેત, I.N.D.I.A.ને કારણે મુશ્કેલી
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતે ભાજપની નજર હેટ્રિક પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા કબજે કરવા પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકસભા ચૂંટણીમાં NDA માટે 400થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. એકલા ભાજપ માટે 370થી વધુ બેઠકો જીતવાની વાત કરી રહ્યા છે. આ માટે પાર્ટીએ 'અબ કી બાર 400 પાર'નું સૂત્ર આપ્યું છે. પરંતુ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં 303 બેઠકો જીતનાર પાર્ટીએ 40 બેઠકો જીતી હતી જેના પર જીત-હારનો તફાવત 50 હજારથી પણ ઓછો હતો.
આગામી ચૂંટણીમાં બાજી પલટી જવાનો ભય
આટલા ઓછા માર્જિનથી જીતેલી બેઠક આગામી ચૂંટણીમાં બાજી પલટી જવાનો પણ ભય છે. જો આમ થાય છે તો ભાજપે જીતેલી આ 40 બેઠકો ઉલટફેર થવાના કારણે તેની જીતેલી બેઠકોની સંખ્યા ઘટીને 263 થઈ શકે છે. જે બહુમતીના આંકડાથી પણ ઓછી થઈ જશે. ઉલ્લેખનીય છે કે 543 સભ્યોવાળી લોકસભામાં બહુમતનો આંકડો 272 છે. 2019ની લોકસભા ચૂંટણીમાંભાજપ દ્વારા જીતેલી 77 બેઠકો પર જીત અને હારનો તફાવત એક લાખથી ઓછા મતોનો રહ્યો હતો. તેમાંથી સૌથી વધુ 30 બેઠકો એવી હતી કે જેના પર પાર્ટી કોંગ્રેસ સાથે સીધી સ્પર્ધામાં હતી. આ વખતે પણ આ બેઠકો પર જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કોંગ્રેસ અને અન્ય વિપક્ષના સાથીઓ I.N.D.I.A. ગઠબંધનમાં સાથે મળીને લડી રહ્યા હોવાથી વોટ તૂટવાની શક્યતા ઓછી થઈ ગઇ છે અને ઓછા માર્જિનથી જે બેઠકો ભાજપ જીત્યો હતો હવે ત્યાં પરિણામો વિપક્ષની તરફેણમાં અને ભાજપની વિરુદ્ધમાં જાય તેવી શક્યતા વધી ગઈ છે.
ભાજપ નુકસાનની ભરપાઈ કરવા ઘણા પગલાં રહી રહી છે
ભારતીય જનતા પાર્ટી ઓછા માર્જિનથી જીતેલી બેઠકોના સંભવિત નુકસાનની ભરપાઈ કરવા માટે ઘણા પગલાં લઈ રહી છે. શક્ય હોય ત્યાં સુધી તે નાની સ્થાનિક પાર્ટીઓને પોતાના પાલામાં લાવી રહી છે. આ સાથે જ ભાજપનું ધ્યાન તે બેઠકો પર પણ છે જ્યાં તે નજીવા મતોથી હારી ગઈ હતી. ગઠબંધનમાં વધુને વધુ પાર્ટીને સામેલ કરવાની સાથે અન્ય પાર્ટીઓમાંથી પણ વિજેતા ઉમેદવારોને ભાજપમાં લાવીને તેમને ટિકિટ આપવાની રણનીતિ ઘડી રહી છે. મોટી સંખ્યામાં વર્તમાન સાંસદોની ટિકિટ પણ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાજપ દક્ષિણ ભારતના મતદારોને રીઝવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે, પરંતુ સમીકરણો અનુકૂળ નથી. આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો રેકોર્ડ એવો રહ્યો છે કે ભાજપ માટે કોઈ આશા જણાતી નથી. આ રાજ્યોમાં લોકસભાની 42 બેઠકો છે. તેથી શક્યતાઓ છે, પરંતુ આશાઓ નથી.
ભાજપની છેલ્લી પાંચ ચૂંટણી પર નજર
ભાજપને છેલ્લી સામાન્ય ચૂંટણીમાં કુલ 37.3 ટકા વોટ મળ્યા હતા. વહીં પાર્ટીને લડાયેલી બેઠકો પર 261.77 ટકા વોટ મળ્યા હતા. આ ઉપરાંત 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને કુલ 31 ટકા વોટ અને લડાયેલી બેઠકો પર 213.61 ટકા વોટ મળ્યા હતા. તો 2009ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને કુલ 18.8 ટકા વોટ મળ્યા હતા. જ્યારે લડાયેલી બેઠકો પર 130.98 ટકા વોટ મળ્યા હતા. 2004ની સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો ભાજપને કુલ 22.16 ટકા વોટ મળ્યા હતા અને લડાયેલી બેઠકો પર 156.32 ટકા વોટ મળ્યા હતા. 1999ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને કુલ 23.75 ટકા વોટ મળ્યા હતા. આ સાથે લડાયેલી બેઠકો પર 160.05 ટકા વોટ મળ્યા હતા.