Get The App

ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, વડાપ્રધાન મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, વડાપ્રધાન મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર 1 - image

BJP menifesto


BJP Manifesto: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર વિજય પથ પર આગળ વધવા તૈયારી કરી રહ્યો છે. ભાજપને આશા છે કે મોદીના નેતૃત્વમાં તેઓ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં જીતવામાં સફળ રહેશે. આ વખતે ભાજપે 400 પારનું લક્ષ્ય રાખ્યું છે. જો કે લોકસભા 2024 ચૂંટણી માટે વડાપ્રધાન મોદી તથા ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ ગૃહ મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી.નડ્ડા વગેરેની હાજરીમાં આજે ભાજપનો સંકલ્પ પત્ર (Sankalp Patra) એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. તેમાં ભાજપે પ્રજાને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું તેમજ વન નેશન, વન ઈલેક્શન જેવા મહત્ત્વના વચનો આપ્યા છે.  

ભાજપના 'સંકલ્પ પત્ર'માં વડાપ્રધાન મોદીએ લોકોને આ ગેરંટી આપી.

3 કરોડ વધુ નવા મકાનો બનાવશે.

 અમે તમામ ઘરો માટે સસ્તી પાઇપલાઇન ગેસ મળી રહે તે દિશામાં કામ કરીશું.

 અમે વીજળી બિલને શૂન્ય કરવા તરફ કામ કરીશું, પીએમ સૂર્યઘર વીજળી યોજના શરૂ કરવામાં આવશે.

 ઘરે મફત વીજળી, વધારાની વીજળીના પૈસા પણ મળશે.

 મુદ્રા યોજનાની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી.

 પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે.

 ટ્રાન્સજેન્ડર્સને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.

70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લવાશે

ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'હવે અમે સંકલ્પ કર્યો છે કે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધ, પછી ભલે તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગ, દરેકને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે.

મફત રાશન યોજના (PMGKAY) આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે 

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે 'અમારું ધ્યાન જીવનની ગરિમા (Dignity of Life), જીવનની ગુણવત્તા (Quality of Lives) અને રોકાણ દ્વારા નોકરીઓ પર છે. મોદીની ગેરંટી છે કે મફત રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. અમે સુનિશ્ચિત કરીશું કે ગરીબોને આપવામાં આવતો ખોરાક પૌષ્ટિક, સંતોષકારક અને સસ્તો હશે.

યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને સશક્ત બનાવવાનો દાવો 

ભાજપના મેનિફેસ્ટોનું અનાવરણ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આજે ખૂબ જ પવિત્ર દિવસ છે. દેશના ઘણા રાજ્યોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે, નવરાત્રીના છઠ્ઠા દિવસે, આપણે માતા કાત્યાયનીની પ્રાર્થના કરીએ છીએ. તેના બંને હાથમાં કમળ છે. આ સંયોગ બહુ મોટો છે, આજે આંબેડકર જયંતિ પણ છે. આખો દેશ ભાજપના 'સંકલ્પ પત્ર'ની રાહ જોઈ રહ્યો છે. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે છેલ્લાં 10 વર્ષમાં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરાના દરેક મુદ્દાને જમીન પર ગેરંટી તરીકે લાગુ કર્યા છે. આ 'સંકલ્પ પત્ર' વિકસિત ભારતના તમામ ચાર મજબૂત સ્તંભો યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને સશક્ત બનાવે છે.

ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, વડાપ્રધાન મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર 2 - image

સંકલ્પ પત્રની થીમ શું છે? 

ભાજપે જાહેર કરેલા આ સંકલ્પ પત્રની થીમ લાઈન છે 'મોદીની ગેરન્ટી છે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની'. ભાજપ દરેક ક્ષણે દેશ માટે 24x7 for 2047'.

જનસંઘકાળથી ભાજપ વિચારધારા આધારિત પક્ષઃ નડ્ડા

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે સંબોધનમાં કહ્યું કે, 'અમે જાણીએ છીએ કે સંકલ્પ પત્ર આજે બહાર પાડવામાં આવી રહ્યું. પરંતુ આપણે સૌએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાજપ શરૂઆતથી જનસંઘકાળથી એક વિચારધારા આધારિત પક્ષ હોવાને કારણે આપણે બધા એ વિચારોને સતત આગળ લઈ જઈને વૈચારિક સ્થાપનાની યાત્રામાં સામેલ છીએ. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે બધાએ એક જ વૈચારિક યાત્રાને આગળ વધારવાનું કામ કર્યું છે.

રાજનાથ સિંહે કહ્યું- જે વાયદા કર્યા તે પૂરાં કર્યા 

ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહે કહ્યું કે મને એ વાતની ખુશી અને સંતોષ છે કે મોદીના નેતૃત્વમાં અમે દેશવાસીઓને કરેલા દરેક વાયદા પૂરાં કર્યા. ભલે પછી તે 2014નું સંકલ્પ પત્ર હોય કે 2019નો ચૂંટણી ઢંઢેરો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે અમે 2014ની ચૂંટણી લડી હતી તે સમયે હું પાર્ટીનો અધ્યક્ષ હતો. ડૉ. મુરલી મનોહર જોશી પણ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ હતા. ત્યારે મોદીના આગ્રહને ધ્યાનમાં રાખીને જ પાર્ટીએ જે સંકલ્પ પત્ર તૈયાર કર્યો હતો તેમાં એ વાતને ધ્યાને રખાઈ હતી કે જે પણ વાયદા કરીશું તે પૂરાં કરીશું. 

કયા મુદ્દા પર ફોકસ...? 

ભાજપે તેના સંકલ્પ પત્રમાં ગરીબ, યુવા, ખેડૂતો, મહિલાઓ પર આધારિત તેની યોજનાઓના લાભાર્થીઓ સાથે શેર કરતાં જારી કર્યો હતો. 

ભાજપના સંકલ્પ પત્રમાં લખપતિ દીદી યોજના

ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કહ્યું છે કે સરકારે લખપતિ દીદીના નેતૃત્વમાં દેશની લાખો મહિલાઓને સશક્ત કરી છે. ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની ખાતરી આપી હતી. આ માટે કલ્યાણકારી યોજનાઓ સાથે મહિલા સહાયક જૂથોને મદદ આપવામાં આવશે. આ ઉપરાંત સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જેવી જીવલેણ સમસ્યાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. જાહેર સ્થળોએ મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવશે.

યુવાનો માટે મોદીની ગેરેન્ટીમાં કયા વચનો છે?

ભાજપે મોદીની ગેરેન્ટીમાં દેશવાસીઓને વચન આપ્યું છે કે યુવાનો માટે રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ, રમતગમત, ઉચ્ચ મૂલ્યની સેવાઓ અને પર્યટનના નવા રસ્તા ખુલશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે

ભાજપે તેના સંકલ્પ પત્રમાં વચન આપ્યું છે કે આયુષ્માન ભારત તરફથી 5 લાખ રૂપિયાની સારવાર મફતમાં મળશે. આ યોજના ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. પારદર્શક પરીક્ષા દ્વારા લાખોને રોજગારી મળી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે. દરેક નાગરિકને સારું શિક્ષણ આપવામાં આવશે.

ભાજપના ચૂંટણી વચનમાં બીજું શું?

2024ની ચૂંટણી માટે ભાજપે પોતાના ઢંઢેરામાં ઘણા ચૂંટણી વચનો આપ્યા છે. જેમાં પીએમ સૂર્ય ઘર તરફથી મફત રાશન, પાણી, ગેસ કનેક્શન, શૂન્ય વીજળી બિલ જેવા વચનો સામેલ છે.




Google NewsGoogle News