ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મહત્ત્વપૂર્ણ 3 રાજ્યોમાં કોણ-કોણ સંભાળશે કમાન, જાણો

આ યાદીમાં પીએમ મોદી, અમિત શાહ, અને રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓના નામ

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મહત્ત્વપૂર્ણ 3 રાજ્યોમાં કોણ-કોણ સંભાળશે કમાન, જાણો 1 - image

image : IANS



Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) એ ચૂંટણી પ્રચાર માટે વ્યૂહનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ ત્રણ રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં કયા નેતાઓ સ્ટાર પ્રચારકોની જેમ પ્રચાર શરૂ કરશે.

બિહારમાં કોને કમાન મળી? 

બિહારમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ મોદી, પાર્ટીના વડા જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, વિનોદ તાવડે, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, અશ્વિની કુમાર ચૌબે, સુશીલ કુમાર મોદી સિવાય અન્ય ઘણા નામ છે. બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યમાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે.

મધ્યપ્રદેશમાં મોરચો કોણ સંભાળશે? 

જ્યારે રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ મધ્યપ્રદેશમાં પીએમ મોદી, પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, શિવ પ્રકાશ, સીએમ મોહન યાદવ, વીડી શર્મા, શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા નેતાઓ મોરચો સંભાળશે. મધ્યપ્રદેશમાં 29 સીટો માટે 4 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 6 બેઠકો માટે મતદાન થશે. આ પછી 26મી એપ્રિલે 7 બેઠકો પર, 7મી મેના રોજ 8 બેઠકો પર અને ત્યારબાદ બાકીની 8 બેઠકો પર 13મીએ મતદાન થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ 4 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

પશ્ચિમ બંગાળમાં કોના પર જવાબદારી?

મમતા બેનરજીના ગઢ એવા પ.બંગાળમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં ભાજપે પીએમ મોદી, પાર્ટી ચીફ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, માણિક સાહા, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, શુભેન્દુ અધિકારી, મુખ્તાર અબ્બાસ નકવી સહિત ઘણા નેતાઓ પર વિશ્વાસ ઉતાર્યો છે. પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જેના પરિણામો સમગ્ર દેશના પરિણામોની સાથે 4 જૂને આવશે.

ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મહત્ત્વપૂર્ણ 3 રાજ્યોમાં કોણ-કોણ સંભાળશે કમાન, જાણો 2 - image


Google NewsGoogle News