મીનાક્ષી લેખી, હર્ષવર્ધન, રમેશ બિધૂડી અને પ્રવેશ સિંહ વર્મા, દિલ્હીના આ દિગ્ગજોને ભાજપે ટિકિટ કેમ ના આપી?

દિલ્હીમાં રાજકારણમાં હર્ષવર્ધન, લેખી, બિધુડી, પ્રવેશ વર્માની સક્રિય ભૂમિકાનો અભાવ, તેથી ટિકિટ કાપી હોવાની ચર્ચા

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
મીનાક્ષી લેખી, હર્ષવર્ધન, રમેશ બિધૂડી અને પ્રવેશ સિંહ વર્મા, દિલ્હીના આ દિગ્ગજોને ભાજપે ટિકિટ કેમ ના આપી? 1 - image


Lok Sabha Elections 2024 : ભાજપે દિલ્હીમાં લોકસભાન સાથે સાથે વિધાનસભાની પણ તૈયારી કરી હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી માટે ભાજપે 195 ઉમેદવારોની યાદી (BJP Candidates List) જાહેર કરી દીધી છે. યાદીમાં દિલ્હી (Delhi)ની સાતમાંથી પાંચ બેઠકો પરના ઉમેદવારોના નામ છે. તેમાં પાંચ બેઠકો પર ચાર નવા ચહેરાને તક અપાઈ છે. એક માત્ર નોર્થ ઈસ્ટ દિલ્હી બેઠકથી મનોજ તિવારી (Manoj Tiwari)ને રિપિટ કરાયા છે. વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી (Meenakshi Lekhi), રમેશ બિધુડી (Ramesh Bidhuri), પ્રવેશ સિંહ વર્મા (Parvesh Verma) અને ડૉક્ટર હર્ષવર્ધન (Dr.Harsh Vardhan) જેવા દિગ્ગજ નેતાઓ ફરી ટિકિટ મેળવી શક્યા નથી. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, દિલ્હીના રાજકારણમાં નબળી ભૂમિકાના કારણે ભાજપે આ નેતાઓની ટિકિટ કાપી છે.

મીનાક્ષી લેખી, હર્ષવર્ધન, રમેશ બિધૂડી અને પ્રવેશ સિંહ વર્મા, દિલ્હીના આ દિગ્ગજોને ભાજપે ટિકિટ કેમ ના આપી? 2 - image
નોર્થ-ઈસ્ટ દિલ્હી બેઠક પરના ભાજપ સાંસદ મનોજ તિવારી

દિલ્હીમાં ચાર દિગ્ગજ નેતાઓની ટિકિટ કેમ કપાઈ?

BJPએ પ્રથમ યાદી જાહેર કર્યા બાદ રાજકારણમાં ગરમા-ગરમી શરૂ થઈ ગઈ છે. દિલ્હી ભાજપના ચાર દિગ્ગજ નેતાની ટિકિટ કપાયા બાદ રાજકારણમાં ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો ટિકિટ કાપવા પાછળનું કારણ વાણીવિલાસ હોવાનું કહી રહ્યા છે, તો કેટલાક નબળી કામગીરી કહી રહ્યા છે. કેજરીવાલ વિરોધી નીતિમાં પણ સક્રીય ભૂમિકા ન નિભાવવાના કારણે આ નેતાઓની ટિકિટિ કપાઈ હોવાનું કહેવાય છે. હાલ એવા સવાલો થઈ રહ્યો છે કે, આ નેતાઓની ટિકિટ કાપવા પાછળની ભાજપની રણનીતિ શું છે?

ભાજપની દિલ્હીમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ તૈયારી

રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, ભાજપની દિલ્હી ઉમેદવારોની યાદીમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ તૈયારી દેખાઈ રહી છે. એકતરફ દિલ્હી ભાજપ એકમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) વિરુદ્ધ મોરચો ચલાવી રહ્યો છે, ઘરણા-પ્રદર્શન કરી રહ્યો છે. તો બીજીતરફ ત્યાં અસરકારક ભૂમિકા નિભાવના કોઈપણ મજબૂત નેતા ન હોવાના કારણે ભાજપની આશાઓ પર પાણી ફરી રહ્યું છે. ભાજપની દિલ્હીમાં સૌથી મોટી ચિંતા કેજરીવાલને ટક્કર આપનાર મોટા નેતાનો અભાવ છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતાઓ લીકર પોલિસી કૌભાંડ સહિતના ઘણા કૌભાંડોમાં ફસાયેલા છે, તેથી હવે ભાજપની રણનીતિ તેને આગળ વધારવાની છે, પરંતુ તે કામ પાર પાડવા મોટો નેતા પણ હોવો જોઈએ.

મીનાક્ષી લેખી, હર્ષવર્ધન, રમેશ બિધૂડી અને પ્રવેશ સિંહ વર્મા, દિલ્હીના આ દિગ્ગજોને ભાજપે ટિકિટ કેમ ના આપી? 3 - image

ભાજપ પાસે દિલ્હીમાં AAPને ટક્કર આપનાર કોઈ મોટો નેતા નહીં?

એક વર્ષ બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે, ત્યારે ભાજપની રણનીતિ અને કાર્યશૈલી એવી છે કે, પાર્ટી ચૂંટણીની રાહ જોયા વિના તે રાજ્યો અને તે બેઠકો પર ફોકસ કરી તૈયારીમાં લાગી જાય છે. દિલ્હીની કેજરીવાલ સરકાર રાજધાનીમાં 10 વર્ષથી સત્તા ભોગવી રહી છે. જોકે AAPના કેટલાક નેતાઓ કથિત લિકર પોલિસી કૌભાંડનો તો સામનો કરી રહી છે. આ ઉપરાંત મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહ જેવા વરિષ્ઠ મંત્રીઓ પણ ભ્રષ્ટાચારના આરોપોમાં જેલમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઈડીના રડાર પર છે અને ભાજપ નેતૃત્વને લાગી રહ્યું છે કે, જો લોકર લીડરશિપ મજબૂત રહેશે તો આમ આદમી પાર્ટીને સત્તા પરથી હટાવી શકાશે.


Google NewsGoogle News