BJP Candidates 5th List : ભાજપની પાંચમી યાદી જાહેર, ગુજરાતના 6 સહિત 111 ઉમેદવારોને આપી ટિકિટ
ભાજપે છઠ્ઠી યાદીમાં ગુજરાતના 6 સહિત 111 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ભાજપે અત્યાર સુધીમાં 543 બેઠકમાંથી કુલ 334 ઉમેદવારોના નામ જાહેર કર્યા
BJP Candidates List : લોકસભા ચૂંટણીને લઈને ભાજપે લોકસભા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભાજપે 111 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં મહત્વની વાત એ છે કે, ભાજપે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતને ટિકિટ આપી છે. જ્યારે ઉદ્યોપતિ નવીન જિંદાલને હરિયાણાના કુરુક્ષેત્ર બેઠક પરની ટિકિટ આપી છે. અગાઉ એવું ચર્ચાઈ રહ્યું હતું કે, મેનકા ગાંધીનું નામ કપાશે, જોકે ભાજપે તેમને ઉત્તર પ્રદેશની સુલ્તાનપુર બેઠક પરથી ટિકિટ આપી છે.
ભાજપે કુલ 402 ઉમેદવારના નામ જાહેર કર્યા
ભાજપે અત્યાર સુધીમાં 543 બેઠકમાંથી કુલ 402 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ અગાઉ ભાજપે પહેલી યાદીમાં 195, બીજીમાં 72, ત્રીજીમાં 9 અને ચોથી યાદીમાં 15 ઉમેદાવારોના નામની જાહેરાત કર્યા હતા. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. આમ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પાંચમી યાદીમાં વધુ 111 ઉમેદવોરાના નામ પર મહોર મારી છે.
ભાજપના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જોવા અહીં ક્લિક કરો
ભાજપના 72 ઉમેદવારોની બીજી યાદી જોવા અહીં ક્લિક કરો
ભાજપના 9 ઉમેદવારોની ત્રીજી યાદી જોવા અહીં ક્લિક કરો
ભાજપના 15 ઉમેદવારોની ચોથી યાદી જોવા અહીં ક્લિક કરો
કોંગ્રેસે કુલ 185 ઉમેદવારના નામ જાહેર કર્યા
જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવાર, ત્રીજી યાદીમાં 57 ઉમેદવાર અને ચોથી યાદીમાં 45 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આમ કોંગ્રેસે અત્યાર સુધીમાં 185 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહને રાજગઢથી ટિકિટ અપાઈ છે. જ્યારે વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે અજય રાયને ઉતારાયા છે.
કોંગ્રેસના 39 ઉમેદવારોની પ્રથમ યાદી જોવા અહીં ક્લિક કરો
કોંગ્રેસના 43 ઉમેદવારોની બીજી યાદી જોવા અહીં ક્લિક કરો
કોંગ્રેસના 57 ઉમેદવારોની ત્રીજી યાદી જોવા અહીં ક્લિક કરો
કોંગ્રેસના 46 ઉમેદવારોની ચોથી યાદી જોવા અહીં ક્લિક કરો
દેશમાં 543 બેઠકો પર 7 તબક્કામાં ચૂંટણી થશે
ભારતના ચૂંટણી પંચ તરફથી દેશભરની 543 બેઠકો પર 7 તબક્કાઓમાં ચૂંટણી કરાવવાનો કાર્યક્રમ જાહેર કરાઈ ચૂક્યો છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલ, 2024એ થશે, જ્યારે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. તમામ બેઠકોના ચૂંટણી પરિણામ એક સાથે 4 જૂન, 2024ના રોજ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.