ભાજપે લોકસભા ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, અત્યાર સુધી કુલ 297 ઉમેદવારો જાહેર
ભાજપે ગઈકાલે ત્રીજી યાદીમાં તમિલનાડુના 15 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા
ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
Lok Sabha Elections 2024 : ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી (BJP Candidates Fourth List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry)ના એક અને તમિલનાડુ (Tamil Nadu)ના 14 ઉમેદવારોના નામ છે. ભાજપે ગઈકાલે ત્રીજી યાદી જાહેર કરી તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા,
ભાજપે કુલ 297 ઉમેદવારના નામ જાહેર કર્યા
ભાજપે ગઈકાલે ત્રીજી યાદી જાહેર કરી તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, જ્યારે ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
ભાજપના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જોવા અહીં ક્લિક કરો
ભાજપના 72 ઉમેદવારોની બીજી યાદી જોવા અહીં ક્લિક કરો
ભાજપના 15 ઉમેદવારોની ત્રીજી યાદી જોવા અહીં ક્લિક કરો
કોંગ્રેસે કુલ 139 ઉમેદવારના નામ જાહેર કર્યા
જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ત્રણ યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવારો અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ કોંગ્રેસે અત્યાર સુધીમાં 139 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસના 39 ઉમેદવારોની પહેલી યાદી જોવા અહીં ક્લિક કરો
કોંગ્રેસના 43 ઉમેદવારોની બીજી યાદી જોવા અહીં ક્લિક કરો
કોંગ્રેસના 57 ઉમેદવારોની ત્રીજી યાદી જોવા અહીં ક્લિક કરો
ચૂંટણી પંચે 16 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Elections 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી (Gujarat By Elections Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. જો કે બાદમાં સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.